________________
૫૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ - શંકા- પ્રથમ વક્તા કે વચન ? - સમાધાન - પ્રથમ તો વક્તા જ પછી વચન તેવી જ રીતે સિદ્ધ ભગવાન એ અરિહંત ભગવાને નિરૂપણ કરેલો પદાર્થ છે. જેમ વક્તા પહેલો હોય; અને વાક્યની સમજ પછી હોય ! એ હિસાબે પણ તીર્થંકરનું પદ તો પહેલું જ મૂકવું પડે. “સિદ્ધ” એ અરિહંતના વચનનું જ વાક્ય છે.
જો તેમજ છે તો આચાર્ય, ઉપાધ્યાયાદિ પર વક્તા જ છે અને તેની દૃષ્ટિએ અરિહંત, સિદ્ધ તો વાચ્ય જ છે; તો આચાર્યાદિકને પ્રથમ લેવા જોઈએ ? કારણ કે અરિહંતની ઓળખાણ પણ આચાર્યાદિ દ્વારા જ થાય છે.
સમાધાન - પ્રશ્ન ઠીક છે. પણ ત્યાં એ સમજવાનું છે કે તેઓ પોતાનું કાંઈ કહેતા નહીં હોવાથી અને અરિહંતનું કહેલું જ કહી શકનાર હોવાથી સ્વતંત્ર કહેનારા તો અરિહંત જ છે અને તેથી તે જ પ્રથમ પૂજનીય છે. એને માટે આપણે આગમની પણ ઓળખાણ મેળવવાની પ્રથમ જરૂર છે. આગમની ઓળખાણ.
૧ જે જ્ઞાનની પોતે શરૂઆત કરે તે આત્માગમ. ૨ શરૂઆત કરનારની પાસેથી અન્ય મેળવે તે અનંતરાગમ. ૩ શરૂઆત કરનાર અને તેની પાસેથી મેળવનાર સિવાયના સર્વને જે જ્ઞાન, સમજણ મળે તે પરંપરાગમ.
ગુર્નાદિકની પાટના અનુક્રમે આવેલ શ્રુત તે પરંપરાગમ.
વ્યાખ્યા નહીં સમજનારા કેટલાક અજ્ઞાન જીવો સામાન્ય પરંપરાને “પરંપરારૂપી આગમ,” આવો કેવળ, અણઘટતો છતાં પણ કદાગ્રહીપણે અર્થ કરવા માગે છે અને તેથી પોતાની ગુરુ પરંપરાએ આવેલ “અશાસ્ત્રીય જ નહીં પણ શાસ્ત્રીએ વિરુદ્ધ પરંપરાગમતા ઘુસાડવા માગે છે. આ વાતને વિદ્વાનો તો મંજુર કરતા જ નથી ગુરુ આદિકની પાટના અનુક્રમે આવેલો આગમ તે જ પરંપરાગમ દષ્ઠત તરીકે આચારાંગ ! સૂત્ર લઈએ. તેને અરિહંતે અર્થથી બનાવ્યું તેથી આત્માગમ, તે અર્થરૂપ આગમને ગણધરોએ શ્રી જિનેશ્વર પાસે ગ્રહણ કર્યો માટે તે અનન્તરાગમ. અને તે ગણધરોની પછી ગ્રહણ કરનાર શ્રી અંબૂસ્વામી વગેરે પરંપરાગમ. તેવી જ રીતે સૂત્રોની રચના ગણધરોએ કરી માટે તેઓને તે આગમ આત્માગમ. તેમની પાસે સાંભળનાર શ્રી જંબૂસ્વામિને તે સૂત્રો અનન્તરાગમ અને તે જંબૂસ્વામી પાસે માગનાર શ્રી પ્રભવસ્વામી વગેરેને સૂત્રો પરંપરાગમ કહેવાય. જેમકે મહાવીર સ્વામીથી સીધું સુધર્મા સ્વામીએ મેળવ્યું; તેમની દ્વારા જંબુ સ્વામીએ મેળવ્યું તેથી પરંપરાએ આવેલું શાસ્ત્રીય જ્ઞાન તેજ પરંપરાગમ.
બીજું ગણધરોએ પણ સૂત્ર રચ્યા તેથી તે ગણધરો પણ તે સૂત્રનો આત્માગમ. જંબુસ્વામીને અંનતરાગમ, પ્રભવ સ્વામીને એ પરંપરાગમ. હવે સમજ્યા હશો કે પરંપરાગમ જ્ઞાન કોને કહેવાય? અહિં પણ એક બાબત વિચારણીય છે ! આજ પર્યંતના વર્તમાન આચાર્યો, ઉપાધ્યાયો કે સાધુઓને ક્યો આગમ કહેવાના ?
પ્રભવસ્વામીથી અત્યાર સુધીના એ દરેકને પરંપરાગમવાળા જ કહેવા પડશે. (સભાજનો) બરાબર છે!