________________
209
Vol. XLI, 2018
રઘુવિલાસમાં નિરૂપિત જીવનબોધ
कष्टोऽयं भृत्यभावः।८ (આ સેવક હોવાનો ભાવ કષ્ટદાયક છે.) અને વળી,
सेवां लाघवकारिणी कृतस्त्रियः स्ववृत्ति स्त्रिवृत्ति विदुः । (ડાહ્યા માણસો હલકી પાડનારી સેવાને કૂતરાની જેવી આજીવિકા તરીકે સાચી રીતે જ ઓળખે છે.)
આપણી સમાજ વ્યવસ્થામાં નોકરી કરતા નોકર કે સેવકના બધા ગુણોને વિપરીત રીતે જોવામાં આવે છે. નોકર કે સેવકને ક્યારેય યશ મળતો નથી. સેવકોએ ઘણી મુશ્કેલીઓ અને યાતનાઓમાંથી પસાર થવાનું હોય છે. ફરજ પાલન તરફ કોઈ લક્ષ આપતું નથી. સારૂ કામ કરતા શાબાશી ન મળે પણ કદાચ ભૂલ થાય તો સારૂ કામ ધોવાઈ જાય અને ઠપકો મળે તથા ગુસ્સાનો ભોગ બનવું પડે એ તો અલગ. સેવકના સદ્ગુણો દુર્ગુણ ગણાય છે. જો તે ખમી લે તો ઘણું ખરૂ હલકા કૂળનો ગણાય છે. આ બધા પરથી કહી શકાય છે કે ચાકરીની ફરજ ઘણી ગહન છે. યોગીઓ પણ તેનો પાર પામી શકતા નથી. એમ ભર્તુહરિ કહે છે. ૨૦ પતિવ્રતા સ્ત્રી :
पतिदेवताः कुलपुत्रिका भवन्ति ।२१ કુલિન કન્યા પતિને જ દેવતા માનતી હોય છે.)
જીવનમાં જીવનસાથી સારો મળે તે સુખી જીવનનો આધાર છે. જો પત્ની પતિની ઇચ્છા પ્રમાણે અનુગમન કરનારી હોય તો અહીં જ સ્વર્ગ છે. જ્યાં દુઃખોની નિવૃત્તિ થાય સંતોષ મળે તે ઉત્તમ) પત્ની છે. જે પવિત્ર હોય, પતિને ચાહનારી હોય, સત્ય બોલનારી હોય તે પત્ની સાચી) પત્ની છે.
एषा मे हृदयम्२२ जीवः उच्छ्वासः प्राण एव च । रूपसंन्नमग्राम्यं प्रेमप्रायं प्रियवंदम्
कुलीनमनुकूलं च कलत्रं कुत्र लभ्यते ॥ (આ (પત્ની) છે મારૂ હૃદય. આ જ મારો જીવ મારો ઉચ્છવાસ મારા પ્રાણ પણ એ જ રૂપથી હોય સમૃદ્ધિ, વળી પાછી પ્રેમ ભરીને એમાં પાછી મીઢા બોલી, કુલીન તો ખરી જ, અહોહો અનુકૂળ પણ, આવી ... આવી પત્ની ક્યાં મળે છે? (મળે તો એને મનભરીને ચાહી લો નહી તો મોડુ થઈ જશે.) નસીબની પ્રબળતા :
न भाव्यमन्यथा भवति ।२३ (થવાનું અન્યથા થતું નથી).