SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 204 મુનિ વૈરાગ્યરતિવિજય ગણી SAMBODHI છે. જિનાલય પ્રદક્ષિણાની ચોથી દેરીમાં આ મૂર્તિ પ્રતિષ્ઠિત છે. સાધ્વી પદ્મશ્રીની ૮૦૦ વર્ષ પ્રાચીન આ પ્રતિમા તે સમયની છે, જ્યારે કોઈ સાધુ પ્રતિમાની પણ પ્રતિષ્ઠા કરાતી ન હતી, કોઈ-કોઈ યુગપ્રધાન આચાર્યની પ્રતિમા જ પ્રતિષ્ઠાપિત કરાતી હતી, આવામાં સાધ્વીની મૂર્તિનું નિર્માણ તેમનાં અલૌકિક વ્યક્તિત્વને પ્રગટ કરે છે. વિક્રમની તેરમી સદીમાં (વિક્રમ સંવત ૧૨૮૮) સાધ્વી જિનસુંદરી ગણિની નામના સાધ્વી થયાં. વિધિપક્ષના શ્રાવક શેઠ શુભંકર પોરવાડની પરંપરામાં અનુક્રમે સેવાક, યશોધન, બાટૂ, દાહડ, સોલાક, ચાંદાક, અને પૂર્ણદેવ થયા. તેમાં શેઠ યશોધનનો પુત્ર સુમદેવ હતો. તેના પુત્ર દીક્ષા લીધી, જે આચાર્ય શ્રી મદનપ્રભસૂરિની પાટે આચાર્ય શ્રી ઉદયચંદ્રસૂરિ નામથી ખ્યાતિ પામ્યા. શેઠ પાસવીરના બીજા પુત્ર હરિચંદે દીક્ષા લઇને આચાર્ય શ્રી જયદેવસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. ચાંદાકની પુત્રી નઉલીએ દીક્ષા લીધી, જેનું નામ સાધ્વી જિનસુંદરી ગણિની હતું. પૂર્ણદેવના પુત્ર અને પુત્રીએ દીક્ષા લીધી, તેમાં પુત્રનું નામ પં.ધનકુમાર ગણિ અને પુત્રીનું નામ સાધ્વી ચંદનબાલા રાખ્યું હતું. સાધ્વી જિનસુંદરી ગણિની એમના સમયમાં ભારે પ્રતિષ્ઠિત હતાં. આચાર્ય શ્રી દેવનાગે વિક્રમ સંવત ૧૨૮૮માં તેમની માટે મુનિ શીલભદ્ર પાસે પં.ગોવિંદ ગણીના “કર્મસ્તવ' ઉપર ટીકા લખાવી હતી. આચાર્ય શ્રી રતસિંહસૂરિજીના સમયે તપગચ્છની વૃદ્ધશાખામાં સાધ્વી રતચૂલા મહત્તરા, વિવેકશ્રી પ્રવર્તિની વગેરે સાધ્વીઓ વિદુષી તેમજ વ્યાખ્યાત્રી હતાં. ખંભાતના સં. હરિપતિના પૌત્ર સંશાણરાજે વિક્રમ સંવત ૧૫૫રમાં શત્રુંજય તીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો ત્યારે તેની સાથે સાત મંદિરો હતાં. તેણે ત્યાં આચાર્ય શ્રી રતસિંહસૂરિ અને સાધ્વી રતચૂલા મહત્તરાની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી. વિક્રમની સત્તરમી સદીમાં (વિક્રમ સંવત ૧૬૦૦ના લગભગ) શ્રી રૂપાઈ નામના સાધ્વી થયાં. તેઓ ભટ્ટારક આચાર્ય શ્રી વિજયદેવસૂરિના આજ્ઞાનુવર્તિની સાધ્વી હતાં. આ સાધ્વીનું ચિત્ર સુવર્ણની શાહીમાં લખાયેલ કલ્પસૂત્રની એક પ્રત પ્રાપ્ત થઈ છે, જેમાં એક બાજુ આચાર્ય વિરાજમાન છે, બીજી બાજુ એ કની પાછળ એક એમ ત્રણ સાધ્વીઓ ના ચિત્ર છે. આચાર્યના ચિત્ર પર ‘મારવીવિઝવેવસૂરીશ્વરપુરૂખ્યો નમઃ' તથા સાધ્વીના ચિત્ર ઉપર “સાહીશ્રીરૂપા' અંકિત છે. ૫ વિક્રમની અઢારમી સદીમાં અને ત્યાર પછી ખરતરગચ્છના અનેક સાધ્વીજી ભગવંતોની ચરણપાદુકા પ્રતિષ્ઠિત થઈ છે. તેની સ્વતંત્ર નોંધ કરી નથી. સંદર્ભ : ૧. આ સિવાય શ્રમણ પરંપરાનું સંવર્ધન અને સંરક્ષણ, ગ્રંથોના સર્જનમાં સહાય, હસ્તપ્રત લેખન, નોંધપાત્ર
SR No.520791
Book TitleSambodhi 2018 Vol 41
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2018
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy