________________
Vol. XL, 2018 શ્રુતસાધનામાં સાધ્વીજી ભગવંતોનું પ્રદાન
199 કરમાદે'ની પુત્રી હતાં અને અત્યંત મહિમાવંત સાધ્વી હતાં. આપની વાણી અત્યંત મધુર અને પ્રભાવશાલી હતી. યુગપ્રધાન આચાર્ય શ્રી લક્ષ્મીસાગરસૂરિએ આપને શિવચૂલાની પાટ પર સ્થાપિત કરીને “મહત્તરા” પદ પ્રદાન કર્યું હતું.
વિક્રમની સત્તરમી સદીમાં (વિક્રમ સંવત ૧૬૧૩) કોડિમદે નામના સાધ્વી થયાં. તેઓ આચાર્યશ્રી વિજયસેનસૂરિજીના માતા હતાં. તેઓ પૂર્વાવસ્થામાં મારવાડના નાડલાઈ ગામ નિવાસી કસ્મશાહની પત્ની હતાં, જે રાજા દેવડની પાત્રીસમી પેઢીમાં થઇ, એવું મનાય છે. એમના પુત્રનું નામ “જેસિંઘ'હતું. તેમણે તપાગચ્છના મહાન ક્રિયોદ્ધારક શ્રી આનંદવિમલસૂરિના પટ્ટધર શિષ્ય શ્રી વિજયદાનસૂરિજીના પાસે વિક્રમ સંવત ૧૯૧૩ જેઠ સુદ ૧૧સે પુત્ર સાથે દીક્ષા અંગીકાર કરી. તે આચાર્યશ્રી વિજયસેનસૂરિના નામથી પ્રખ્યાત થયા. સૂરિજીની તાર્કિકબુદ્ધિ અને યુક્તિપૂર્ણ નિરૂત્તર કરવાની શક્તિથી પ્રભાવિત થઈને અકબર બાદશાહે “સૂસિવાર્ફનું બિરૂદ પ્રદાન કર્યું હતું.
આ જ સદીમાં (વિક્રમ સંવત ૧૬૩૧) વિમલાશ્રી નામના સાધ્વી થયાં. તેઓ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના ગુરુ ઉપાધ્યાય શ્રીકીતિવિજય અને વિનયવિજયજી મહારાજના બહેન હતાં. વીરમગામ વિભાગનો વજીર મલેક વીરજી પોરવાડ જૈન હતો. તે ગુજરાતના બાદશાહનો માનીતો હતો અને પાંચસો ઘોડેસવારનો ઉપરી હતો. તેને સહસ્ત્રકિરણ નામે પુત્ર હતો. તે પણ વિરમગામ વિભાગનો વજીર બન્યો. તેને ગોપાળજી, કલ્યાણજી અને વિમળા નામે ત્રણ સંતાન હતાં. તે ત્રણેએ સં. ૧૬૩૧માં અમદાવાદ જઈને આહીરવિજયસૂરિ પાસે દીક્ષા લીધી. ગોપાલજી મુનિ સોમવિજયના નામે અને કલ્યાણજી મુનિ કીર્તિવિજયના નામે આચાર્યશ્રીના શિષ્ય બન્યા. વિમળાબહેને સાધ્વી વિમલાશ્રી નામે ચારિત્ર ગ્રહણ કર્યું.
વિક્રમની સત્તરમી સદીમાં (વિક્રમ સંવત ૧૬૩૪) સાધ્વી રાજશ્રી નામના સાધ્વી થયાં. તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજીના શ્રી દેવવિજયજીએ વિક્રમ સંવત ૧૭૩૫ શ્રાવણ સુદ તેરસે “ધારા' માં ૪૮ ઢાળ, ૨૪૦ કડીનો રંપરા' રચ્યો. તેની પ્રશસ્તિમાં સાધ્વી રાજશ્રીનું સ્મરણ કર્યું છે. તેમાં લખ્યું છે કે – સાધ્વી રાજશ્રી મારી ધર્મમાતા છે. આ જિનધર્મની સગાઈ છે.
साधु पुण्यविजय सखाई, सूधी साध गुरु भाई जी ।
राजश्री साध्वी मुझ माई, श्री जिनधर्म सगाईजी ॥ તેની હસ્તપ્રત ખંભાતમાં છે.
| વિક્રમની સત્તરમી સદીમાં (વિક્રમ સંવત ૧૬૫૨) સાધ્વી નયશ્રી નામના સાધ્વી થયાં. તેઓ આચાર્યશ્રી વિજયસિંહસૂરિજીનાં માતા હતાં. તેઓ પૂર્વાવસ્થામાં મેડતાના ઓસવાલ પરિવારના ચોરડિયા ગોત્રીય શાહ માંડણની પુત્રવધુ અને નથમનજીની ભાર્યા હતાં. તેમનું નામ “નાયક હતું. તેમની દાદી ફૂલા પણ અતિ ઉદાર હૃદયના મહિલા હતાં. નથમલજીથી તેમને પાંચ પુત્ર થયાં.