________________
Vol. XLI, 2018
શ્રતસાધનામાં સાધ્વીજી ભગવંતોનું પ્રદાન
197
ફેકીને પોતાના પ્રાણીની રક્ષા કરી. સાધ્વીની આ નિડરતાથી આજુ-બાજુના નાગરિક ઘણા પ્રભાવિત થયાં અને જય-જયકાર કરતા જૈન ધર્મ તથા સિદ્ધાંતોની પ્રશંસા કરવા લાગ્યાં. આ જોઈને રાજા અતિ પ્રભાવિત થયો અને તેણે પોતાની બહેનને કહ્યું, “હે બહેન આ અગાધ વૈર્યશાલિની સાધ્વીની પાસે તું દીક્ષા લઈ શકે છે. કેમકે આ સાધ્વીનો ધર્મ શ્રેષ્ઠ અને સર્વજ્ઞ પ્રરૂપિત છે.”
| વિક્રમ સંવત પૂર્વ પહેલી સદીમાં સરસ્વતી નામના સાધ્વી થયાં. તેઓ આચાર્ય શ્રી કાલકસૂરિજી મહારાજનાં બહેન હતાં. ઉજ્જયિનીના ગર્દભિલ્લ રાજાએ તેમનું અપહરણ કર્યું હતું. આચાર્યશ્રીએ તેમને મુક્ત કરાવ્યાં તેમનો સમય વીર સંવત ૪૫૩ (વિક્રમ સંવત પૂર્વ ૧૭) છે.
વિક્રમની પહેલી સદીમાં આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી થયા. તેમની દીક્ષા પછી એમની બહેને પણ દીક્ષા લીધી હતી, જેનું નામ સિદ્ધશ્રી રાખવામાં આવ્યું હતું. દિવાકરજીના સ્વર્ગવાસના સમાચાર તેમને આવી રીતે અપાયા હતા
स्फुरन्ति वादिखद्योताः, सम्प्रति दक्षिणापथे ॥ હવે દક્ષિણ પ્રાંતમાં ખજૂવા જેવા વાદીઓ દેખાવા માંડ્યા છે. સાધ્વીજીએ આ સાંભળી તરત જ નિર્ણય આપ્યો કે
नूनमस्तङ्गतो वादी, सिद्धसेनो दिवाकरः ॥ ખરેખર સૂર્ય સમા સિદ્ધસેનદિવાકર નામના વાદીનો અસ્ત થયો છે.
વિક્રમની અગિયારમી સદીમાં સાધ્વી શ્રી સોમાઈ નામના સાધ્વી થયાં. વિક્રમ સંવત ૧૦૭૯માં આચાર્ય શ્રી આર્યરક્ષિત સૂરિજીએ અંચલગચ્છની સ્થાપના કરી. તે યુગમાં અદ્વિતીય પ્રતિભાના ધણી હતાં. એક વખત આચાર્ય વિહાર કરતા “બૈપાણ” નગરમાં આવ્યાં અને શ્રાવક કોડી અને તેની પુત્રી સોમાઈને પ્રતિબોધ કર્યો. એવી કહેવત છે કે સોમાઈ એક કરોડ મૂલ્યના સોનાના ઘરેણાં પહેરતી હતી. આચાર્યનો ઉપદેશ સાંભળીને તેણે બધું ત્યાગી દીધું અને દીક્ષા ગ્રહણ કરી. સોમાઈ અંચલગચ્છની પ્રથમ મહત્તરા થયાં જેનું નામ સમયશ્રીજી રખાયું. આચાર્ય શ્રી આર્યરક્ષિત સૂરિજીએ એક હજાર એક સો ત્રીસ મહિલાઓને દીક્ષા આપી હતી. મહત્તરા સમયશ્રીજી આમાં પ્રમુખ હતાં.
વિક્રમની બારમી સદીમાં શ્રીમતિ, જિનમતિ, પૂર્ણશ્રી, જ્ઞાનશ્રી, જિનશ્રી નામના સાધ્વીઓ થયાં. તે સહુ આચાર્ય શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય આચાર્ય શ્રી જિનદત્તસૂરિનાં શિષ્યાઓ હતાં. આચાર્ય શ્રી જિનદત્તસૂરિએ બાગડ દેશમાં આ પાંચેયને દીક્ષા આપી હતી. સૂરિજીની આજ્ઞાથી આ પાંચે સાધ્વીઓ અધ્યયન માટે ધારાનગરી પણ (મધ્યપ્રદેશ) ગયા હતાં. અધ્યયન કરીને પાછા આવ્યા પછી આ પાંચેયને સૂરિજીએ “મહત્તરા' પદથી વિભૂષિત કર્યા. જિનદત્તસૂરિનો આચાર્ય કાળ વિક્રમ સંવત ૧૧૬૯થી ૧૨૧૧ સુધી છે.
વિક્રમની બારમી સદીમાં (વિક્રમ સંવત ૧૧૮૧) સરસ્વતીશ્રી નામના સાધ્વી થયાં. તેઓ