SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ 196 રાજેન્દ્ર નાણાવટી SAMBODHI બન્ત નામની આ અવસ્થામાં મરણની જેમ જ નાયિકાના દેહની સર્વ ચેષ્ટાઓ અટકી જાય છે પરંતુ એમાંથી પુનર્જીવન હોવાને કારણે પુનર્મિલનની સંભાવના-અપેક્ષા-આશા શેષ રહેતી હોવાથી એ વિપ્રલંભના જ દાયરામાં રહે છે. બીજું કારણ કદાચ એ છે કે આશાધર અને તેમના આશ્રયદાતા લલ્લુભાઈ ભાગવતધર્મના - વલ્લભ વેદાન્ત દર્શનના – પુષ્ટિસંપ્રદાયના અનુયાયી છે. ભક્તિનું આશાધરે દસમા રસ તરીકે અગિયારમા પ્રકરણમાં વિગતો સાથે નિરૂપણ કર્યું છે, એને અનુસરીને તેણે એવું ગૃહીત સ્વીકાર્યું છે કે પૂર્ણ શૃંગાર દિવ્ય જ હોય, વિષ્ણુનો જ હોય, લોકોત્તર જ હોય અને ત્યાં તો મૃત્યુની સંભાવના કે શક્યતા જ નથી! બીજા પ્રકરણના છેલ્લા ૫૯ થી ૮૮ શ્લોકો જેટલો મોટો ભાગ એ આ દિવ્ય શૃંગારના નિરૂપણમાં પ્રયોજે છે. શૃંગારના બે પ્રકારો સંભોગ અને વિપ્રલંભને તેમની અનુક્રમે સાત અને દશ અવસ્થાઓ સાથે વર્ણવ્યા પછી આશાધર કહે છે : शृङ्गारो द्विविधो योऽसौ स स्मृतो विष्णुदैवतः ।। વિષ્ણોદેવ જ સંપૂસ્તરચેલાં તું તતા | ૨૦૧૬ | (આ જે બે પ્રકારનો શૃંગાર, તેના દેવતા વિષ્ણુ કહેવાયા છે. એ શૃંગાર વિષ્ણુનો જ સંપૂર્ણ છે, તે સિવાયની વ્યક્તિઓમાં તો એ શૃંગાર કલામાત્ર - વૃંગારનો અંશમાત્ર જ હોય છે.) '. શૃંગારને વિષ્ણુદૈવત કહેવામાં તો એ ભરતના જ વિધાન વૃજે વિકેવલ્યઃ (NS.Gos. Vol 1, 4" Edn.1992, 1.6.44)નું અનુકથન કરે છે. પણ શ્લોકના ઉત્તરાર્ધમાં એ જ્યારે એમ કહે છે કે વિષ્ણુનો જ શૃંગાર સંપૂર્ણ છે અને તે સિવાયનાં તમામ પાત્રો-વ્યક્તિઓમાં વ્યક્ત થતો-આલેખાતો (કે અનુભવાતો?) શૃંગાર એ પેલા સંપૂર્ણ શૃંગારની કલા માત્ર છે, એનો અંશ છે ત્યારે એ ભારતીય પારંપારિક જીવનદષ્ટિના અનેક સહસ્ત્રાબ્દિઓમાં પથરાયેલા વિશાળ પટનો અને એના સ્થિત્યંતરોનો નિર્દેશ કરી રહ્યો છે! પછીના જ શ્લોકોમાં એ કહે છે : वैकुण्ठे रमणं लक्ष्म्या गोलोके राधया सह । वैकुण्ठादपि गोलोके रसोऽधिकतमो मतः ॥ २.६० अखण्डं वर्तते तत्र गोपीभिः सह राधया । क्रीडनं वासुदेवस्य यथा वृन्दावनेऽभवत् ॥ २.६१ गोलोकप्रतिमा केचित् प्राहुर्वृन्दावनं भुवि । वैकुण्ठप्रतिमां तद्वद् द्वारकां कृष्णपालिताम् ॥ २.६२ सान्निध्यं वासुदेवस्य स्थानयोरनयोर्द्वयोः । कृष्णावतारे ह्यभवद् वृन्दारण्ये तु सर्वदा ॥ २.६३ ॥ (વૈકુંઠમાં વિષ્ણુનું રમણ લક્ષ્મી સાથે અને ગોલોકમાં રાધા સાથે હોય છે. જો કે વૈકુંઠ કરતાં પણ ગોલોકમાં રસ સર્વાધિક મનાયો છે. ત્યાં ગોલોકમાં ગોપીઓ સમેત રાધા સાથે વાસુદેવ કૃષ્ણની ક્રિીડા, જેવી વૃન્દાવનમાં થયેલી તેવી જ, અખંડ પ્રવર્તી રહી છે. કેટલાક વિદ્વાન ધર્માચાર્યો તો) ગોલોકનું
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy