SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ 174 નિરંજના વોરા SAMBODHI આપણે પ્રત્યેક ક્ષણે અનુભવ કરીએ છીએ. આ કલેષાદિ ભાવરૂપ વૃત્તિઓ અને વિચારધારાઓ વ્યક્તિના અંગત અને સામાજિક જીવનમાં વિષમતા ઉત્પન્ન કરે છે. કારણ વ્યક્તિ પર જ સમાજ નિર્ભર છે. સમગ્ર સામાજિક જીવનમાં વિસંવાદિતા ઉત્પન્ન કરનારી ચાર મૂળભૂત અસદ્ વૃત્તિઓ છે – (૧) સંગ્રહ (લોભ), (૨) આવેશ (ક્રોધ), (૩) ગર્વ (અભિમાન) અને (૪) માયા (છુપાવવું). આ ચારે અલગ અલગ રૂપમાં સામાજિક જીવનમાં વિષમતા, સંઘર્ષ અને અશાન્તિનું કારણ બને છે. (૧) સંગ્રહની મનોવૃત્તિને કારણે શોષણ, અપ્રામાણિકતા, સ્વાર્થપૂર્ણ વ્યવહાર, ક્રૂર વ્યવહાર, વિશ્વાસઘાત વગેરે વધે છે. (૨) આવેશની મનોવૃત્તિને કારણે સંઘર્ષ અને યુદ્ધનો જન્મ થાય છે. (૩) ગર્વઅભિમાનથી માલિકીની ભાવના જાગૃત થાય છે અને દમન વધે છે. તે ઉપરાંત રાગ-આસક્તિ, આગ્રહ અને અધિકારની ભાવનાને કારણે હિંસા, યુદ્ધ અને વર્ગવિગ્રહ ઉદ્દભવે છે. આ વિષમતાઓને કારણે (૧) વ્યક્તિનો આંતરિક સંઘર્ષ, (૨) વ્યક્તિ અને વાતાવરણનો સંઘર્ષ, (૩) વ્યક્તિ અને સમાજનો સંઘર્ષ તથા (૪) સમાજ અને સમાજનો સંઘર્ષ– એમ ચાર પ્રકારના સંઘર્ષો સર્જાય છે. તેનું કારણ આર્થિક અને વૈચારિક એમ બંને પ્રકારે હોઈ શકે છે. વ્યક્તિનો અહંકાર એ શાસન અને આધિપત્યની ભાવનાનું કેન્દ્રિય તત્ત્વ છે. શાસક અને શાસિત અથવા જાતિભેદ અને રંગભેદ વગેરેની શ્રેષ્ઠતા કે નિમ્નતાના મૂળમાં આ જ કારણ છે. વ્યક્તિના મનમાં શાસનની ભાવના ઉત્પન્ન થાય છે ત્યારે તે બીજાના અધિકારોનું હનન કરે છે, તેને પોતાના પ્રભાવમાં રાખવાનો પ્રયાસ કરે છે. જૈન અને બૌદ્ધ બંને દર્શનો અહંકાર, માન, મમત્વનો નાશ કરવાનો ઉપદેશ આપે છે, જેમાં સામાજિક પરતંત્રતાનો લોપ નિહિત છે. અને અહિંસાનો સિદ્ધાંત અતિ વ્યાપક છે. તે સર્વ પ્રાણીઓના સમાન અધિકારનો સ્વીકાર કરે છે. અધિકારોનું હનન એ પણ એક પ્રકારની હિંસા જ છે. અતઃ અહિંસાનો સિદ્ધાંત સ્વતંત્રતાના સિદ્ધાંત સાથે જોડાયેલા છે. જૈન અને બૌદ્ધદર્શન એક બાજુ અહિંસાના સિદ્ધાંતના આધારે વ્યક્તિગત સ્વતંત્રતાનું પૂર્ણ સમર્થન કરે છે અને તેની સાથે જ સમાનતાના આધારે વર્ગભેદ, જાતિભેદ અને ઉચ્ચ-નીચની ભાવનાનો પ્રતિહાર કરે છે. શાંતિમય સમાજની સ્થાપના માટે વ્યક્તિનો નીતિધર્મથી પ્રેરિત અહિંસાપૂર્ણ આચાર જ મહત્ત્વનું પરિબળ છે. મૂલ્યનિષ્ઠાને કારણે વ્યક્તિ અને સમષ્ટિનું પર્યાવરણ પણ સુરક્ષિત રહે છે. મૈત્રીભાવના અને અપરિગ્રહ તથા આંતરિક-બાહ્ય પર્યાવરણ વિશુદ્ધિ : અપરિગ્રહ અને પરિગ્રહ પરિમાણ એ જૈનધર્મની સાધનાનો વિશિષ્ટ સિદ્ધાંત છે. સાધક વૈયક્તિકરૂપથી પોતાની જીવનની દૈનિક ક્રિયાઓ-જેમ કે આહાર-વિહાર અને ભોગપભોગનું પરિમાણ નિશ્ચિત કરે છે. સ્નાન કરવા માટે તે કેટલા જળનો ઉપયોગ કરશે, તેનું પરિમાણ તે નિશ્ચિત કરે છે. ઘરગૃહસ્થીનાં સાધનો, વસ્ત્રાદિ, ક્ષેત્ર(ભૂમિ), વાસ્તુ મકાન), હિરણ્ય, સુવર્ણ, દાસદાસી, ધાન્ય વગેરે નવ પ્રકારના પરિગ્રહની મર્યાદા નક્કી કરવામાં આવે છે. દૈનિક જીવનના વ્યવહારની ઉપભોગપરિભોગની દરેક પ્રકારની ચીજોની માત્રા અને પ્રકાર નિશ્ચિત કરવામાં આવે છે.
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy