SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVII, 2014 દીપક બુઝાયો 113 તપાસ કરી અને જાણવા મળ્યું કે અદ્યાવધિથી આ ગ્રંથ અપ્રકાશિત જ છે ત્યાર પછી જ તેમણે પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન કરવાની વિચારણા કરી. મેં તેમને કહ્યું કે આ ગ્રંથ જો લા.દ.ભારતીય વિદ્યામંદિરમાંથી પ્રકાશિત થાય તો ભવિષ્યમાં અનેક વિદ્વાનો સુધી પહોંચશે. તેમણે તરત જ મારી વાતને સ્વીકારી ને ગ્રંથ લા.દ. ભારતીય વિદ્યામંદિર દ્વારા પ્રકાશિત કરવાનું નક્કી થયું. બધું જ કામ યથાસમય ચાલી રહ્યું હતું. તે સમયે મેં તેમને કહ્યું હતું કે આપની પાસે બીજો કોઈ ગ્રંથ તૈયાર હોય તો તે પણ પ્રકાશિત કરીએ. તેમણે પં.સુખલાલજીએ હિન્દીમાં લખેલા લેખોમાંથી પસંદ કરેલા કેટલાક લેખોનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. તે બાબતે ચર્ચા થઈ. આ ગ્રંથ પણ યથાશીધ્ર પ્રકાશિત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે આ ગ્રંથનાં પ્રૂફ તમે વાંચી જશો. હવે મને વૃદ્ધાવસ્થાનો થાક જણાય છે. માટે હું બધું નહીં કરી શકું. તેમણે ગ્રંથના નામ અંગે વિચારણા કરી હતી. મેં તેમની સાથે ચર્ચા કરી તેમને નામ બદલવા અંગે જણાવ્યું. તેમણે મારી વાત સ્વીકારી અને નામમાં પરિવર્તન કર્યું. તેમને જયારે જ્યારે વાતમાં તથ્ય અને સત્ય જણાય ત્યારે તેને સ્વીકારવામાં તેમને જરાય આનાકાની કરતા જોયા નથી અને જો ક્યાંય અન્યાય થતો હોય તો તેનો યથાશક્ય સામનો કરતા પણ ખચકાયા નથી. પુસ્તક તૈયાર થયું. મુખપૃષ્ઠની ડિઝાઇન પણ તૈયાર થઈ ગઈ. પ્રકાશન થવાની વાર હતી અને અચાનક તેમની તબીયત બગડી. તેમનાથી બોલાતું ન હતું. હું તેમને મળવા ગયો ત્યારે તેમણે પ્રકાશન જલદી થશે તેનો સંતોષ અનુભવ્યો હતો. મારો હાથ પકડી ખૂબ જ પ્રેમાળ રીતે પકડી રાખ્યો. અમને ખબર ન હતી કે આ છેલ્લી મુલાકાત હશે. તે દિવસે જ દેહાવસાન થયું. તેમની વિદ્યાસાધના જીવનભર ચાલતી રહી. કોઈ માનસન્માનની અપેક્ષા વગર સંશોધન-સંપાદન-અનુવાદનું કાર્ય સતત કરતા રહ્યા. તેમના અવસાનથી એક જ્ઞાનદીપ બુઝાઈ ગયો અને દાર્શનિક ક્ષેત્રે અંધકાર છવાઈ ગયો. Na Na Na
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy