SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 102 કાન્તિભાઈ બી. શાહ SAMBODHI પાર્ટનર પણ ખરા. એ રીતે કૉલેજ-અભ્યાસ દરમિયાન પણ અમારી મૈત્રી જળવાઈ, વધારે દઢ થઈ. આમ તો સ્નાતક થતાં સુધી જ સંસ્થામાં રહી શકાતું, પણ નગીનભાઈના અનુસ્નાતક કક્ષાએ સંસ્કૃત વિષય-અંતર્ગત નિઝમના અભ્યાસને લીધે એમ.એ. થયા ત્યાં સુધીનાં છ વર્ષ આ સંસ્થામાં રહ્યા. બી.એ. થઈને તેઓ યુનિ.ફેલો બન્યા અને એમ.એ.માં પણ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થવા સાથે ગુજરાત યુનિ.નું એમ.એલ.પારિતોષિક પ્રાપ્ત કર્યું. જામનગરની સરકારી કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક થયા પણ સ્વાધ્યાયઝંખના અને જ્ઞાનપિપાસા એટલી તીવ્ર કે સરકારી કૉલેજની નોકરી છોડીને લા.દ.ભા.સં. વિદ્યામંદિરમાં “રિસર્ચના ધ્યેય સાથે જોડાયા અને પીએચ.ડી.ના નિમિત્તે દર્શનશાસ્ત્રના અભ્યાસમાં ખૂંપી ગયા. માર્ગદર્શન અર્થે એમને આશ્રમરોડ પર આવેલા સરિફંજના બંગલે રહેતા વિદ્વદ્દવર્ય પંડિત સુખલાલજી પાસે નિયમિત જવાનું થતું. આ સત્સંગ નગીનભાઈની જ્ઞાનોપાસનાનાં પરિબળો પૈકીનું એક મહત્ત્વનું પરિબળ બની ગયું. મારે નગીનભાઈને મળવાનું થાય ત્યારે એમના પંડિતજી સાથેના સત્સંગની કેટલીક વાતો સાંભળવા મળતી. ૧૯૬૫માં એમણે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. નગીનભાઈનાં લગ્ન ૧૯૬૦માં મુંબઈ ખાતે થયેલાં. જાન અમદાવાદથી ટ્રેનમાં મુંબઈ ગયેલી. કુટુંબીજનો સાથે જાનમાં એમણે મિત્ર તરીકે મારો પણ સમાવેશ કરેલો એનું સુખદ સ્મરણ તાજું થાય છે. તેઓ જ્યાં કામ કરતા હતા એ જ સંસ્થામાં ૧૯૭૬માં નિયામકપદે નિયુક્ત થયા. ત્યારે હું અહીંની બી.ડી.આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીનો અધ્યાપક હતો. ગુજરાતી વિભાગને લઈને કૉલેજની ઇતર પ્રવૃત્તિઓની જવાબદારી સંભાળવાની થતી. એવામાં એક દિવસ નગીનભાઈએ એમની સંસ્થામાં મળવા આવવાનો સંદેશો મોકલ્યો. સમય કાઢીને એમને મળ્યો. એમણે મારા હાથમાં “ગુણરત્નાકર છંદ'ની હસ્તપ્રત મૂકીને કહ્યું, “આ એક જૂની ગુજરાતીની સુંદર કાવ્યકૃતિ છે, કૃતિ હજી અપ્રકાશિત છે. આના પર કામ કરવા જેવું છે.' હાથમાં રાખીને કોઈ હસ્તપ્રતને નિહાળી હોય એવો આ મારી જિંદગીનો પહેલો અનુભવ હતો. લિપિનો અલગ મરોડ, ભેગા લખાયેલા અક્ષરો, આ બધું ફાવે? હું મુંઝાયો. મિત્ર જયંત કોઠારીને વાત કરી. એ તો વળી ‘ના’ કહે જ શાના! રગડદગડ કામ શરૂ કર્યું. મારા જીવનમાં આ એક અતિ મહત્ત્વનું ‘ટર્નિંગ પૉઇન્ટ’ હતું. જો નગીનભાઈએ તે દિવસે મિત્રતાને નાતે મને બોલાવીને મારા હાથમાં આ હસ્તપ્રત ન મૂકી હોત તો મારે હાથે, ખાસ કરીને મારા નિવૃત્તિકાળમાં હસ્તપ્રત-સંપાદનસંશોધનનાં કેટલાંક કામો થયાં તે કદાચ થયો જ ન હોત. આ કામમાં પછીથી જયંતભાઈ જેવાનું માર્ગદર્શન અને જૈનાચાર્યોનાં પ્રેરણા-પ્રોત્સાહન મળ્યાં, પરંતુ અપ્રકાશિત હસ્તપ્રત-સંપાદન ક્ષેત્રની સૌ પ્રથમ દિશા ચીંધનાર તો નગીનભાઈ જ. એમણે સોપેલું કામ હું પૂર્ણ કરી શક્યો એનો મને પણ આનંદ છે, કેમકે એમણે મારા પર રાખેલો ભરોસો હું જાળવી શક્યો. “ગુણરત્નાકર છંદ' પ્રકાશિત પણ થઈ ને એના પર પીએચ.ડી.ની પદવી પણ મળી. વિરલ વિદ્વ—તિભા ધરાવતા મોહનલાલ દલીચંદ દેસાઈએ ઈ.૧૯૧૪માં ફાર્બસ ગુજરાતી સભા તરફથી યોજાયેલી નિબંધસ્પર્ધામાં “જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતોવિષય પર નિબંધ રજૂ કરેલો; જે પારિતોષિકપાત્ર ઠરેલો. એની હસ્તપ્રત એમના સુપુત્ર જયસુખભાઈ પાસે જળવાઈ રહેલી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈએ એને પ્રકાશિત કરવાનું સ્વીકાર્યું. એનું સંપાદનકાર્ય
SR No.520787
Book TitleSambodhi 2014 Vol 37
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2014
Total Pages230
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy