________________
Vol. XXXVI, 2013
છૂંદણા
287 આકૃતિ, મયુર, હંસ, મેનાપોપટની જોડી, ફીલ્મ કલાકારોના ને પોતાને ગમતીલા નર-નારીના ફોટા લગાડવાનો ચાલ પણ તેમાં જોવાય છે. ખૂબ ખર્ચાળ, શરીરને થોડા સમય માટે કૃત્રિમ શૃંગાર આપતી આ સોંદર્યસામગ્રી ભારતમાં તો આધુનિક પશ્ચિમી સંસ્કૃતિની ભેટ છે. સાંસ્કૃતિક લોકકલા છૂંદણાં અને આધુનિક ટેઝ વચ્ચે ઘણો તફાવત હોવા છતાં બદલાતા યુગ સાથે ચાલવું એ પણ આપણી પરંપરા છે. ટેટુઝની મર્યાદા એ છે કે ચહેરો કે આંખ કે ગાલની શોભા કયારેય બની શકે નહીં. ટેટુઝમાં કોઈ શ્રદ્ધા, વિશ્વાસ કે અનુરાગનો ભાવ નથી. કૃત્રિમ સંવેદન કયારેય પ્રેમનો વિકલ્પ ના બની શકે, એમ ટેટુઝ ક્યારેય આદિમ જાતિઓ લોકસંસ્કાર કે કલાવારસાનો પર્યાય બની શકે નહી.
આ સંદર્ભે કહી શકાય કે છૂંદણાં એ ભારતીય સંસ્કૃતિની અમૂલખ પાદટીપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org