SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXVI, 2013 ગુજરાતી લોકરામાયણ રામાયણની જ કથાનું માળખું જળવાયું છે. ૧. રામ-સીતા જન્મ, દશરથ અને જનક સાથેનો એમનો સંબંધ. ૨. રામ સીતાનાં લગ્ન ૩. વનવાસ ૪. રાવણે કરેલું સીતાનું હરણ ૫. રામલક્ષ્મણની સીતા માટેની શોધ અને વનવાસી જાતિઓની સહાય. ૬. યુદ્ધમાં રાવણવધ અને સીતાની મુક્તિ ઃ કથાના આ તબક્કા બધી જ પરંપરામાં જોવા મળે છે. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. સીતાનો જન્મ અયોનિજ હોવાનું મોટાભાગની પરંપરા સ્વીકારે છે. રામને ભગવાન વિષ્ણુના અવતાર માનવા છતાં તેમને દશરથ અને કૌશલ્યાના દેહજન્ય સંબંધ સાથે સાંકળ્યા છે. 279 મોટાભાગની ગીત અને કથાની પરંપરા સીતાસ્વયંવર પડી તરત જ સીતાહરણની ઘટના બન્યાનું જણાવે છે. કૈકેયીના કારણે રામને વનવાસ મળ્યાનું લોકપ્રવાહમાં વિશેષ સ્થાન-મહત્ત્વ નથી. સીતાની રામે કરેલી અગ્નિપરીક્ષા અને સગર્ભા સીતાનો ત્યાગ લોકપ્રવાહમાં નવું, જૂદું જ પરિમાણ રજુ કરે છે. અગ્નિપરીક્ષાને મહત્ત્વ નથી, ઘટનારૂપે વજન નથી. સીતાત્યાગમાં ધોબીવચનને બદલે વિશેષ સ્થાનમહત્ત્વ સાસુએ રચેલું પડ્યુંત્ર છે અને રામનું ત્યાગનું કાર્ય લોકોને મન પાપમય અને નિંદ્ય છે. કથાનું ગદ્ય વા ગેયરૂપમાં વિવિધ નિમિત્તે કથન-ગાન થાય છે. લગ્નથી અંત્યેષ્ટી સુધીના સંસ્કારવિધિઓમાં ગીતોનું પ્રવર્તન છે. Why its so કે આવું કેમ છે, ક્યારથી બન્યું–વગેરે પ્રાકૃતિક ઘટનાઓને રામવનવાસ સાથે સાંકળી છે. ખિલકોલીના શરીરે કાળા ત્રણ પટ્ટા કેમ છે, આવળને બારેમાસ ફૂલ આવવા છતાં એનો ઉપયોગ ચામડાં પકવવા-રંગ ચડાવવા કેમ થાય છે, ગીધ શા માટે સવારે કાંકરા પણ ખાય છે, હાડિયાનો રંગ ઘેરો કાળો પરંતુ પૂંઠ ગુલાબી કેમ છે, હનુમાનનું મોઢું કાળું કેમ છે, એમનાં પૂજનમાં તેલ-સિંદૂર-થોકલાં શા માટે વપરાય છે ઃ આવી આવી કથાઓ રામવનવાસ સાથે સંકળાય છે. દરેક પ્રદેશ અને બોલી પોતાના જ ભૌગોલિક સ્થળ સાથેનો રામકથાનો સંબંધ જોડે છે, સ્થાનિક નદીમાં પાણી ન હોય કે એવી કોઈ પ્રાકૃતિક પરિસ્થિતિ હોય તેની સાથે રામકથાને જોડે છે. ઘરના વિડલો, સ્ત્રીઓ, વૃદ્ધો, વાતડાહ્યાઓ, ટેડ, ભવૈયા-તરગાળ વગેરે દ્વારા રામકથાનાં કથન-ગાન વગેરે થાય છે. પુરાણીઓ, કથાકારો, માણભટ્ટ વગેરે ધાર્મિક કથકો પણ રામકથાનાં લોકપ્રવાહનાં રોચક કથાનકોનો વ્યાવસાયિક કથન-ગાનમાં પ્રયોગ કરે છે. કથા તરીકે રામકથાનો લોકરચના પર કૃષ્ણકથાને મુકાબલે પ્રભાવ/પ્રવર્તન ઓછાં છે. રામકથાના ઉત્પત્તિ વિકાસના અભ્યાસમાં લિખિતસ્રોત જેટલો મહત્ત્વનો કંઠપ્રવાહના લોકરામાયણનો છે. એમાં નવી, જૂદી કે વિશેષ ચમત્કારપૂર્ણ અંશ છે, એ જ મહત્ત્વનું નથી. લોકમાનસનું સૂક્ષ્મ અને વિશદ એવું સ્વરૂપ આ પ્રવાહની રચનાઓ પ્રગટ કરે છે. લોક પોતાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy