SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ 277 Vol. XXXVI, 2013 ગુજરાતી લોકરામાયણ ભાઈ ઓ મનોવરી ! રામની સંગાથે રાય્ કરવી રે ! ચંદરમા ને સૂરજ મને મશાલ ધરે, અગની માતા કરે રસોઈ, ઓ મનોવરી ! રામને નહીં નમવાનું મારે નીમ રે !” રામના પૂછવાથી હનુમાને જણાવ્યું કે રાવણનાં જીવ સૂરજ નારાયણના રથના પૈડામાં ભમરારૂપે છે. આ ભમરાને એ જ મારી શકે જેણે એક આખું તપ બાર વરસ ઊંઘ ન કરી હોય, ભૂખ વેઠી હોય, સ્ત્રીસંગ તજજ્યો હોય. લક્ષ્મણ બાર વરસ આવું તપ કર્યું હતું, વનમાં બે જ ફળ મળતા ઉપવાસ કર્યા હતા. એથી રાવણવધ કરવાનું બીડું ઝડપ્યું. ખરા બપોરે તેલનું કરાયું ચડાવ્યું, લક્ષ્મણે સૂર્યનારાયણના રથના પૈડામાં છુપાયેલા ભમરાને પાડવા નિશાન લીધું પરંતુ તાકીને બાણ મારવા જાય તો સૂરજ ઢાલ ધરે ! આથી હનુમાને લક્ષ્મણને ખમ્ભા પર બેસાડ્યા અને સૂરજ ન જુએ એમ ઊંચે બીજી મેર ગયા, ભમરાને નીચે પાડ્યો, પરંતુ લક્ષ્મણ બાણે કડાઈમાં પડે તેમ ન હતો એથી રામે બીજું બાણ મારીને ભમરા સાથેના લક્ષ્મણના બાણને તેલના કડાયામાં પાડ્યો. પરંતુ એટલી ઝાળ લાગી કે રામ અને લક્ષ્મણ બેભાન થયા. હનુમાન અમરસંજીવની લેવા ગયા. સૂર્પણખાએ પાંદડે પાંદડે દીવા કર્યાથી અમરસંજીવનીનો છોડ જાણવાનું મુશ્કેલ બન્યું. હનુમાને આખો પર્વત ઊંચકી સાગરમાં ડૂબાડ્યો. માયાવી દીધા હોલવાયા. હનુમાન સંજીવની લઈ ઉડ્યા પરંતુ રામની પાછળ નીકલા અને વનમાં રહેતા ભરતે ભાલુડી મારી. હનુમાન લંગડા બની નીચે પડ્યા ને રામ-રામ બોલ્યા. ભરતને જાણ થઈ કે તે રામભક્ત છે, સહાય માટે - જાય છે, લંગડા બનવાથી સમયસર પહોંચશે નહીં એટલે લંગડા હનુમાનને ભાલુડી પર બેસાડી બળથી ઘા કર્યો. હનુમાન લંકા પહોંચ્યા. અમર દીવાથી મૂચ્છ ઊતરી. રામે વિભિષણને લંકાનું રાજય આપ્યું અને મનોવરી સાથે નાતરું કરાવ્યું ને બધા અયોધ્યા પહોંચ્યા. રામે પરાક્રમ બદલ બધાને ઇનામ આપ્યાં. હનુમાન મોડા પહોંચ્યા ત્યારે રામ તેલ, સિંદૂર અને થોકલા લઈ નાવા બેઠેલા. રામે હનુમાનને કહ્યું: “મારી પાહે તો આ છે ને એ તારું ઇનામ !' – ત્યારથી હનુમાનને તેલ, સિંદૂર અને થોકલાં ચડે છે. લોકગીતો ગદ્યમાં રામાયણની આટલે સુધીની કથા જ મળે છે. એમાં ઉત્તરરામાયણ નથી. પરંતુ લોકગીતમાં “રામ લખમણ બે બંધવા રામૈયા રામ સીતાજન્મનું ગીત તથા સીતાને વનવાસ મળ્યો તે પ્રસંગને આલેખતું કેગે કરોધમાંથી બોલિયા, રામ લખમણ વન્ન જાય' તથા રામરાવણના સલોકા તેમ જ લવકુશના સલોકા* જેવી કેટલીક પદ્ય રચનાઓ છે. સલોકા ઉપરાંત પણ મણકાની સામગ્રીને આધારે મેં સીતાત્યાગના ૯ ગીતો સંકલિત કર્યા છે, તેમાં પણ ગ્રામસ્રોતની લોકરામાયણ છે. ધોબીની ઘટના અને એના વચનને કારણે રામે લોકાપવાદે સીતાનો ત્યાગ કર્યો અને લક્ષ્મણને સગર્ભાસીતાને વનમાં મૂકી આવવાનું કહ્યું, એવું નિરૂપાયું છે તેમ “અવળીગંગાના અવળાનીર’નાં ત્રણેક લોકગીતોમાં સાસુ વહુના ઘરે બેસવા ગયા સાસુએ રઢ કરી સીતા પાસે પાણિયારામાં લંકાનું ચિત્રામણ કરાવ્યું અને રામ તરસ્યા થતાં પામી માગવા લાગ્યા ત્યારે સાસુએ ઇરાદાપૂર્વક રામને જાતે જ પાણી લેવા મોકલ્યા ને રામને લાગ્યું કે સીતાનું મન રાવણમાં છે અને ધૂંવાફૂવા થઈ વનમાં મોકલ્યાં, આવું નિરૂપણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy