SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ 226 અલ્કશા ' પણિક SAMBODHI રથ, ચાક, નૌકા, લાકડાના પાત્રાદિ બનાવતો કૃષિનાઓના બનાવતો ચામડા પકાવવાનો, નાઈ, વૈદ્ય, સોની વગેરે મુખ્ય હતા. યજુર્વેદ-૩૦.૬, ૭, ૧૧, ૧૭, ૨૦માં રથકાર, કર્મકાર, કલાલ, મણિકાર, ધનુષ્કાર, અશ્વપાળ, મુખ્ય શિલ્પીઓનો નિર્દેશ છે. આ બાબતથી લાગે છે કે સમયની સંસ્કૃતિ સુવકિસિત હતી. જે તે સમયે વ્યાપાર વાણિજય માટે અનુકૂળ વાતાવરણ વિદ્યમાન હતું. એક સ્થળેથી બીજા સ્થળે માલની હેર-ફેર માટે બળદ, ઊંટ, ઘોડા, ગધેડા વગેરે પ્રાણીઓનો ઉપયોગ થતો હતો. અથર્વવેદમાં મોટાં બજારોને “પ્રપણ' કહેવામાં આવેલ છે. અથર્વવેદ ૩.૧૫.૫ વેચાણ યોગ્ય વસ્તુના મૂલ્યનો તેમજ માપતોલનો નિર્દેશ ઋગ્વદ-૪.૨૪.૯ भूयंसा वस्त्रमचरत्कनीयोऽविक्रीतो अकानिषं पुनर्यन् । સ મૂસા નીયો નારિરીદીના રક્ષા વિ ટુતિ પ્ર વાછમ્ 'માં છે. શાસન-પ્રણાલી : વેદકાલીન શાસન-વ્યવસ્થા પર આલોચનાત્મક દૃષ્ટિક્ષેપ કરતા સ્પષ્ટ વિદિત થાય છે કે જે તે સમયમાં પ્રજાતંત્રમૂલક શાસન પ્રણાલી-લોકશાહી રાજતંત્ર વિદ્યમાન હતું. આપણી આજની આ લોકશાહીના મૂળ વસ્તુતઃ વૈદિક સાહિત્યમાં જ છે. ઐતરેય બ્રાહ્મણ ૧.૧૪માં સદર બાબતનો નિર્દેશ સ્વયં સ્પષ્ટ છે. ઉપનિષદોનું અધ્યયન એ બાબત સ્પષ્ટ કરે છે કે સમાજમાં અપરાધીઓનો એટલો અભાવ હતો કે રાજસત્તાની કોઈ આવશ્યક્તા જ ન હતી. સમાજમાં ધર્મ જ બધાનો નિયંત્રક હતો. રાજય કાર્યમાં સહાય કરવા માટે વિભિન્ન અધિકારીઓનો ઉલ્લેખ થયેલ છે જેનો નિર્દેશ યજુર્વેદ, શતપથ બ્રાહ્મણ અને તાડયમહાબ્રાહ્મણમાં છે. ઉપસંહાર : વૈદિક વાભયમાં તત્કાલીન ભારતીય સમાજનું જે ચિત્રણ થયેલ છે તેના વિશ્લેષણ અવલોકનથી ખ્યાલ આવે છે કે તે અત્યંત સુખી સમાનજત્યપૂર્ણ સમતા અને સમરસતામૂલક તથા સ્વથ્ય વિકાસની નીંવ પર પૂર્ણ પ્રતિષ્ઠિત સમાજનું વર્ગીકરણ વિભિન્ન વ્યવસાયોના આર્થિક આધાર પર કરવામાં આવેલ છે. સંયુક્ત પરિવારમાં તમામના વિકાસની ભાવના નિહિત છે વ્યક્તિ અને સમાજના સંબંધોમાં ક્યાંય કટુતા કે ખેંચતાણની ભાવના જોવા મળતી નથી પરંતુ પરસ્પર દાયિત્વની, ગ્રહણશીલતા અને સહયોગની દૃષ્ટિ જ દષ્ટ છે. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન અત્યંત સન્માનપૂર્ણ છે. બાળકો અને કિશોરો પ્રતિ વાત્સલ્ય અને સદ્ભાવ જ વિદ્યમાન છે. સમાજના દરેક વર્ગોમાં પરસ્પર પ્રેમની ભાવના વિદ્યમાન હતી. વાડ્મયસૂચિ १. वैदिकसूक्तसंग्रह/देवेन्द्रनाथ पाण्डेय, जगदीश संस्कृत पुस्तककालय, जयपुर, २००६, पृ. ५१० Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520786
Book TitleSambodhi 2013 Vol 36
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2013
Total Pages328
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy