SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 160 ભારતી શેલત SAMBODHI જ્ઞાતિઓનો ઉલ્લેખ કર્યો છે. (૨ જો પરિચ્છેદ, પં. ૬૩-૭૨) આ વાણિયાઓ અને કચ્છના ભાટિયાઓનું ગુજરાતમાં ૧૭મી સદીમાં આકાર લેતું નવું સામાજિક-આર્થિક જૂથ હતું. એમણે શરાફો, શાહુકારો, મુનિમ, શેરદલાલો અને વેપારીઓ તરીકે કામ ચાલુ કર્યું હતું. એમની પાસે મોટી મૂડી નહોતી પણ તેઓ કુશળ હિસાબનીસ અને શરાફો હતા તેમજ ધંધાકીય ગતિ વિધિઓમાં કરોડરજ્જુ સમાન હતા. આરંભમાં તેઓ રજપૂત ખેડૂતો હતા. તેમનાં નામો “સિંહ” (જેમ કે, લાલસિંહ) “રાજ (જેમકે, હંસરાજ) અને “મલ” (જેમકે, જેઠમલ) અંતવાળા અને તેઓ ક્ષત્રિયકુળના હતા. સિંધમાંથી તેઓ મધ્યકાલમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવ્યા અને વેપાર તરફ વળ્યા. બીજા વણિકોની જેમ તેઓ પણ પશિયન ગલ્ફ, રાતા સમુદ્રનાં બંદરો અને પૂર્વ આફ્રિકાના ટાપુઓ પર ઘણા સમય સુધી રહ્યા. ઈ.સ. ૧૬૬પમાં જૈવેનોએ પર્શિયન ગલ્ફમાંના ઈસ્લાનની મુલાકાત લીધી ત્યારે ત્યાં શરાફ અને ધીરધારનો ધંધો કરનાર ઘણા વણિકોને જોયા હતા. તુલસીદાસ પારેખ, હરજી સુરજી, એના પુત્રો ભીમજી, કલ્યાણદાસ, કેશવદાસ (Kisso) અને વિઠ્ઠલદાસ આ અખાતના દેશોમાં મહત્ત્વના વેપારીઓ હતા. આ વેપારીઓનનૌરિત્તિકોની દરિયાઈ પ્રવૃત્તિઓમાં સોકોત્રા ટાપુએ વેપારના મથક તરીકે જ નહીં, પણ દરિયાઈ માર્ગની આર્થિક પ્રવૃત્તિઓની દૃષ્ટિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સોકોત્રા ટાપુ પર આધારિત કચ્છી અઝીમુઘલ ટેલર હાફ કંપાસને દિશાસૂચક કંપાસ તરીકે પ્રગટ કરવામાં આવ્યો એ આ બાબતનું સમર્થન કરે છે. ૨૨ . ELSH મારી મieોમ 1 MAતો એ વાત ૧૬-૧ } Suડી નમ : મજ તમારામામને 092 448 44 44 แy પામતો ઉગને બી. હતી ર નાગાએ તો આપણે તો sinaund and und હJબોરીબાવો એ પણ php. દAY *** ગુજરાતીઓના આર્થિક જીવનમાં મહાજનોએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. શેઠ શાંતિદાસ ઝવેરી (ઈ.સ. ૧૫૮૫-૧૬૫૯) અમદાવાદના એક મહાન જૈન ઝવેરી અને શરાફ હતા. તેમનો દરિયાપાર ઘણો વેપાર ચાલતો. મુઘલ દરબાર સાથે સંબંધ ધરાવતા હોવાથી અને એન્ટવર્પ, ફ્લૉરેન્સ, પેરિસ અને આરબ દેશો સાથેના સંબંધને લીધે એમણે હીરાનો વેપાર પણ ચાલુ કર્યો હતો.
SR No.520785
Book TitleSambodhi 2012 Vol 35
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages224
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy