SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ 158 ભારતી શેલત SAMBODHI કચ્છથી લાટ (દક્ષિણ ગુજરાત) સુધીનો આખો દરિયાકાંઠો અને એનાં પરનાં નાનાં મોટાં બંદર ઈરાન, અરબસ્તાન અને યુરોપ સાથેના વેપાર માટે પ્રવેશદ્વારો હતાં. કક્કસૂરિએ એમના ગ્રંથ વામિનન્દનનોદ્ધાર નામના સંસ્કૃત પ્રબંધ (ઈ.સ. ૧૩૩૬)માં જણાવ્યું છે. यन्निवासी जनः सर्व वेलाकुलेषु भूरिषु । व्यवसाये कृतेऽल्पेऽपि निःसीमश्रियमश्नुते ॥२.४८॥ જ્યાંના નિવાસી બધા લોકો અનેક વેલાકુલો-બંદરોમાં અલ્પ વ્યવસાય કરીને પણ ખૂબ ધન મેળવે છે.” ગુજરાતનાં બંદરોએથી સુતરાઉ અને રેશમી કાપડ, ચામડું, મરી, સૂંઠ, ગળી, ખાંડ, રંગો, રૂ, ગુંદર (સુગંધિત), મીણ વગેરેની ઇરાન, અરબસ્તાન અને આફ્રિકા તથા ચીનમાં નિકાસ થતી અને સોનું, ચાંદી અને ઘોડાની ત્યાંથી આયાત થતી. ઈ.સ.ની ૧૩મી સદીમાં ભારત આવેલ ઇટાલિયન મુસાફર માર્કો પોલોએ પોતાની પ્રવાસનોંધમાં જણાવ્યા અનુસાર ખંભાત અને ભરૂચમાં અનેક પ્રકારનું કાપડ તૈયાર થતું અને બંને બંદરોએથી દેશ-વિદેશ એની નિકાસ થતી. મિસરના ભૂગોળવેત્તા અબુલ અબ્બાસ અલ-નુવાદીએ (ઈ.સ.૧૪મી સદી) જણાવ્યા અનુસાર ભરૂચનું કાપડ બરોજી' અને ખંભાતનું કંબાયતી' તરીકે જાણીતું હતું. પ્રાકૃત “સુદંસણાચરિત' (વિ.સં.૧૨૪૪-ઈ.સ.૧૧૮૮) માં ગુજરાત સુતરાઉ અને રેશમી કાપડ, પાન, નાળિયેર, હાથીદાંતની ચીજો અને અત્તર પ્લેચ્છ (મુસ્લિમ) દેશોમાં નિકાસ કરતું હોવાનો ઉલ્લેખ છે.11 હેમચંદ્રાચાર્ય (ઈ.સ.૧૦૮૯-૧૧૭૩)ના ચાશ્રય કાવ્યમાં સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૩) અને કુમારપાળ (ઈ.સ. ૧૧૪૪૧૧૭૩) એ બે સોલંકી રાજાઓએ પટોળાં વણનાર સાળવીઓને મારવાડમાંથી ગુજરાતમાં વસવાટ કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને સ્થિર થવામાં રાજયે સહાય કરી હતી. પાટણના પટોળાં આરબ દેશોમાં ખૂબ પ્રખ્યાત હતાં. સોલંકી રાજાઓના સમયમાં નૌકાસૈન્યનું મુખ્ય મથક ઘોઘા અને વેપારનું મુખ્ય મથક ખંભાત હતું. એ સમયે ભૃગુપુર (ભરૂચ), સૂર્યપુર (સુરત), દ્વારકા, દેવપત્તન, દીવ, મહુવા અને ગોપનાથનાં બંદરોએથી વિદેશોમાં વેપાર ચાલતો. ઈ.સ.ની ૧૨મી સદીની મધ્યમાં (ઈ.સ.૧૧૫૩) ભરૂચ ચીન અને સિંધથી આવતાં વહાણોનું મથક હતું." | વિવિધ ધંધાદારીઓની શ્રેણી કે મહાજનનું અસ્તિત્વ ગુજરાતમાં પ્રાચીન કાળથી હતું. કુમારગુપ્ત ૧ લાના સમયના મંદસોર શિલાલેખમાં લાટપ્રદેશ(દ.ગુજરાત)માંથી સ્થળાંતર કરી ત્યાં જઈ વસેલા પટ્ટવાયો (પટોળાં વણનાર કારીગરો)ની શ્રેણીએ માલવ દેશના દશપુર નગર (હાલનું મંદસોર-મધ્ય પ્રદેશ)માં વિ.સં. ૪૯૩(ઈ.સ. ૪૩૭)માં દીસરશ્કિનું સૂર્યમંદિર બંધાવ્યું હોવાનો નિર્દેશ છે. (Fleet, J.F., Corpus Inscriptionum Indicarum, Vol. II, Calcutta, 1888, pp. 81ff. Q.zi. ૧૩૪૩(ઈ.સ. ૧૨૮૭)ની ત્રિપુરાંતક-પ્રશસ્તિમાં માળીઓની શ્રેણીએ સોમનાથના મંદિરમાં પ્રતિદિન ૨૦૦ કમળ અને કરેણના ૨,૦૦૦ પુષ્પ આપવાનું વિધાન છે."
SR No.520785
Book TitleSambodhi 2012 Vol 35
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages224
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy