________________
151
Vol. XXXV, 2012
સોકોત્રા ટાપુ પરથી પ્રાપ્ત ગુજરાતી શિલાલેખો ચાહમાન રાજા ભવઢ રજાના હાંસોટ (જિ. ભરૂચ) તામ્રપત્રોમાં મળે છે. સોકોત્રાના લેખ નં.૧માં વર્ષની સાથે માસ, પક્ષ, તિથિ અને વાર આપેલો છે. લેખ નં. ૩, ૪, અને પની મિતિ વિ.સં. ૧૭૨૯, જયેષ્ઠ શુદિ ૨ (ઈ.સ.૧૬૬૨, ૯મે, શુક્રવાર - ચૈત્રાદિ વર્ષગણના પ્રમાણે) આપેલી છે.' લેખ નં.૧ ની મિતિ વિ.સં. ૧૭૭૫, જયેષ્ઠ વદિ ૧, રવિવારની છે. એ દિવસે ઈ.સ. ૧૭૧૮, ૪ મે, રવિવાર આવે.(ચૈત્રાદિ પૂર્ણિમાની પદ્ધતિ પ્રમાણે). નં.૨ માં મિતિ જળવાઈ નથી.
શિલાલેખ નં.૧
પાઠ. ૧. શ્રી શા (૨)
રેલ (રવી) ૨ અપો
તર મારલેશા ૨. સંવત ૧૭૭૫ના વરખે (વર્ષે) જેઠ વ - ૩. દે ૧ રેવેઉ (રવી) વહાણ ૧ ફતે રોહમા - ૪. ની મીરજા બાફરનુતનું) ઘોઘાનુ(ને) પારા ૫. અવરજા ૨૦૧ના હકરા (હંકારતા) દન ૪૯ શ્રી શાક્ત ૬. ૨(સિકોતર) અવાને (આવીને) તવાઈ (ત્યાં) માશ (સ)
પ રહા [.*] નાકુ(ખુ)દા મ - ૭. હામદ હશન ચાદ (ચાંદ)ભારી માલમ નાથા કસિ] - ૮. નદાનજી તડલ (ટંડેલ) લીબડી કીકા ઈસ[૨] ૯. ચંદ માધવજી વ.(વણિક) ગોવદ (ગોવિંદ) ગણેશ વ.(વણિક) કિશરણદાદા-) ૧૦. [સ*]- - સોદાગર જા (ના) ૫ લશ(શ્ક)જા (ના) ૨૬ ત.(તથા) ૧૧. જી - શાવઈ જા (ના) ૧૮ ફકીર જા (ના) ૨૨ ભદરી જા(ના) ૪૦ ૧૨. - - - - - - - ૧૩ ઘાચી (ઘાંચી)
પંક્તિ ૧ : તર મારલેશા (?) પંક્તિ ૫ : ૨૦૧ના પ્રાયઃ ૨૦૧ ટન વજનનું વહાણ. પંક્તિ ૬ : શાકતર - શિકોતર = સોકોત્રા પંક્તિ ૭ : માલમ - કચ્છમાં પ્રચલિત એક અટક કે સામાન્ય નામ. પંક્તિ ૮ : તડલ-ટંડેલ - વહાણના કમાન્ડર પંક્તિ ૧૧ : ભદરી : ભડલી ૧. મુસ્લિમ કોમ ૨. બંદર પરના મજૂરો.