SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સોકોત્રા ટાપુ પરથી પ્રાપ્ત ગુજરાતી શિલાલેખો વિ.સં. ૧૭૨૯ (ઈ.સ. ૧૬૬૨) અને વિ.સં.૧૭૭૫ (ઈ.સ.૧૭૧૮) ભારતી શેલત સોકોત્રા (socotra-suqutra)નો ટાપુ આફ્રિકાના કિનારેથી ૩૨૦ કિ.મી. અને દક્ષિણ અરેબિયન સમુદ્રથી ૪૦૦ કિ.મી. દૂર આવેલો છે. આ ટાપુનું ભૌગોલિક સ્થાન અને સુંદર હવામાનને કારણે પૂર્વકાલમાં વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ ઘણો મહત્ત્વનો હતો. સન ૨૦૦૧ના આરંભમાં બેલ્જિયન Speleological મિશનના અધ્યક્ષ પીટર-દ-ગીસ્ટ (Peter-de-Geest)ના માર્ગદર્શન હેઠળ Socotra Karst પ્રોજેક્ટ અંતર્ગત સોકોત્રા ટાપુની ઉત્તરે આવેલ હૉક (Hoq) ગુફાઓની સ્થળતપાસ કરી અને કેટલાક પુરાતત્ત્વીય અને આભિલેખિક અવશેષો શોધી કાઢવામાં આવ્યા. ૨૦૦૨માં સબટરેનિયન શૂટીંગમાં વિશેષજ્ઞ એવી બેલ્જિયન Axell કોમ્યુનિકેશન સોસાયટીએ પેરિસના Institute des Etudes Semetiques College de France ના પ્રોફેસર ક્રિશ્ચિયન રોબીનને સોકોત્રા ટાપુ પર ડૉક્યુમેન્ટરી ફિલ્મના શૂટીંગ માટે આમંત્રણ આપ્યું. ૨૦૦૨ની ૧૪ થી ૧૮ જાન્યુઆરી દરમિયાન હૉક ગુફાની સ્થળતપાસ શરૂ કરી. પ્રો. રોબીન અને એમની ટીમે માટી, ચૉક અને કોલસાથી બ્રાહ્મી લિપિમાં લખેલાં અને સ્ટાઇલસથી કોતરેલાં લગભગ ૧૦૦ જેટલાં નામો ગુફાની દીવાલો અને નાની ટેકરીઓ ઉપર શોધી કાઢ્યાં. આ નામો આ સ્થળની મુલાકાત લેનાર વ્યક્તિઓએ પોતે ત્યાં આવ્યા હોવાની નિશાની તરીકે લખેલાં હોવાનું જણાય છે.' સને ૨૦૦૪માં સોકોત્રા ટાપુની ઉત્તરે Hadibou ગામથી લગભગ ૧૦ કિ.મી. દૂર પૂર્વમાં આવેલ કાંઠા પરના Howlef ગામમાં ઉત્પનન કરતાં પાંચ ગુજરાતી શિલાલેખ પ્રાપ્ત થયા હતા. આ સ્થળ પોર્ટુગીઝોના મુખ્ય બંદર સુક (Suq)ની નજીકમાં આવેલું હતું. આથી આ શિલાલેખો મોકોત્રાના પ્રાચીન બંદરના અવશેષો હોવાનું જણાય છે. આ શિલાલેખોની સંખ્યા પાંચ છે. બર્લિન (જર્મની)ની Freie યુનિવર્સિટીના Institute fur die Sprachen and Kulturen Sudasiens-il si. Ingo Strauch &121 341 4iZ POLuau Izolly ફોટોગ્રાફીક નકલો મને એમાંના પાઠને ઉકેલવા માટે મોકલી આપી હતી. તેઓશ્રીની હું અત્રે આભારી છું.
SR No.520785
Book TitleSambodhi 2012 Vol 35
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages224
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy