SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Vol.XXXIV, 2011 રામાયણ, રઘુવિલાસ તથા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત મુજબ “સીતાહરણ' 125 આમ, “રામાયણમાં વર્ણિત સીતાહરણ રૂપી પ્રસંગને “રઘુવિલાસ” તથા “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિતમાં ભિન્ન રીતે નિરૂપ્યો છે, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં સીતાહરણ પ્રસંગમાં કોઈ જ બનાવટી પાત્રનો સહારો લેવામાં આવ્યો નથી. જ્યારે “રઘુવિલાસમાં સીતાના સતીત્વને અનુરૂપ આ પ્રસંગમાં બનાવટી પાત્રોની ભરમાળ સર્જી અનેક પ્રયાસો રાવણને આદરવા પડે છે. જો કે “રામાયણ'ના સુવર્ણમૃગને તો રઘુવિલાસ” તથા “ત્રિષષ્ટિશલાકાપુરષચરિતમાં સ્થાન ન આપી લેખકે પોતાની મૌલિક કથન શૈલી અખત્યાર કરી છે. આ બન્ને કૃતિઓમાં રામાયણથી ભિન્ન લક્ષ્મણના પાત્રનું ઊર્ધીકરણ કરી લક્ષ્મણને પ્રથમથી જ દૂર કરી રામને જ સીતા પાસે રાખવામાં આવ્યા છે અને અવલોકિની વિદ્યા દ્વારા કરાયેલ સિંહનાદથી સીતાએ કરેલા આગ્રહથી રામ-લક્ષ્મણ પાસે દોડી જતા બતાવાયા છે. આમ આ બે કૃતિઓમાં લક્ષ્મણના પાત્રને વિશેષ ઓપ અપાયો છે. “રઘુવિલાસમાં તો સીતાહરણ પ્રસંગમાં રામ-લક્ષ્મણ તથા સીતાની સાથે પહેલેથી જ વિરાધ વેશધારી રાવણનું મિલન સધાયું છે. અહીં પ્રસ્તને રાવણની બનાવટી પત્ની બનાવીને અનેરું હાસ્ય પણ નિષ્પન્ન કરાયું છે. આ ઉપરાંત “રઘુવિલાસ સીતાના વિશેષ સતીત્વને પ્રગટ કરવા મોટા સ્વરેથી ત્રાડ પાડી ગભરાયેલી મૂછિત બનેલ સીતાનું રાવણ અપહરણ કરે છે. તથા સીતાને પોતાની કરવા રાવણે સીતા સમક્ષ કરેલ કાકલૂદી – આજીજી – વિનંતીઓને પણ હૂકરાવતા સીતાના પાત્રને વિશેષતા અર્પે છે. ઉપરાંત વિરાધ, પ્રહસ્ત, અવલોકિની જેવાં કાલ્પનિક પાત્રોની સજાવટમાં પણ કવિની મૌલિક દૃષ્ટિ જણાય છે. જ્યારે “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'માં દૈવીતત્ત્વવાળાં પાત્રોનું નિર્માણ ન કરતાં રાવણે રામને દૂર કરી આક્રંદ કરતી સીતાનું અપહરણ કર્યું, તેવા કરાયેલ ઉલ્લેખમાં સ્ત્રીસહજ સીતાની ભીરતાને છતી કરવાનો પ્રયાસ કરાયો છે. આમ “રામાયણ'ના સીતાહરણ પ્રસંગને “રઘુવિલાસ' તથા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'માં નાવીન્યપૂર્ણ રીતે મૌલિક દૃષ્ટિકોણથી આગવી રીતે નિરૂપ્યો છે. ટીપ १. “लछिमन अति लाघवं सो नाक कान बिनु कीन्हि । તાવે વર રાવન વહાં મની પુનૌતન્વોન્ટિ | તુલસીકૃત રામાયણ, અરણ્યકાંડ, ૧૭, પૃ. ૬૫૫, પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ ૨. તુલસીકૃત રામાયણ, અરણ્યકાંડ, પૃ. ૬૫૫ થી ૬૬૦ સુધી એજન. ૩. રામવાવાર્થસુરિ, વિસ્તારનાટક્સ, મંત્ર - ૨, સંપા. વિનયગિનવરિ, અનુવાદક, ડૉ. મહેન્દ્ર દવે, પ્રથમ આવૃત્તિ, વિ. સં. ૨૦૬૫, ભાભર, પૃ. ૮ – ૯ ४. तापस:- (सरोषम्) अलीकोऽयं प्रवादः । स्वयं पुनश्चन्द्रवीरवा वृषस्यन्ती रामलक्ष्णौ प्रार्थितवती । - રામનામણાગામવાળતા ૨ સારોપમોશન્સી નમસ્તસ્તમુત્પતિતા / એજન રઘુવતા, પૃ. ૯ ५. इतः पाताललङ्कायां ख - चन्द्रणखात्मजौ। शम्बूक - सुन्दनामानावभूतां नवयौवनौ । पितृभ्यां वार्यमाळोऽपि दण्डकारण्यमन्यदा । शम्बूकः सूर्यहासासिसाधनार्थमुपेयिवान् ।। हेमचन्द्राचार्य, त्रिषष्टिशलाकापुरुषचरित महाकाव्यम्, ७-५- ३७८ / ३७९ સંપા. રમણવિનયગી જળ, વિનયશીતવન્દ્રસૂરિ, અમદ્દાવાદ . ૨૦૦૨, વિ. સં. ૨૦૧૭, પૃ. ૧૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520784
Book TitleSambodhi 2011 Vol 34
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2011
Total Pages152
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy