SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Vol.XXXIV, 2011 રામાયણ, રઘુવિલાસ તથા ત્રિષષ્ટિશલાકપુરુષચરિત મુજબ “સીતાહરણ' 123 સુંદ નામે બે પુત્રો યૌવનવયને પ્રાપ્ત થયા ત્યારે શબૂક સૂર્યહાસ ખગને સાધવા વનમાં આવ્યો. બાર વર્ષને સાત દિવસ તેને સાધવાની અવધિ મુજબ તે વાગોળની જેમ ઊંધો લટકી રહ્યો ત્યારે બાર વર્ષ અને ચાર દિવસ થતાં તે વનમાં આવેલ લક્ષ્મણે તે સૂર્યહાસ જોઈ આશ્ચર્યવશ સમીપ રહેલ વંશજાળને છેદતાં તેમાં રહેલ શબૂકનું માથું કપાઈને લક્ષ્મણ આગળ પડતાં તે આ કૃત્યને ધિક્કારી રામ પાસે આવી તેમને વાકેફ કર્યા. ત્યાં જ પોતાના પુત્રની સાધક અવધિ પૂર્ણ થવા આવતાં ચન્દ્રણખા તે વંશગણ્વર આગળ જતાં પોતાના પુત્રનું મસ્તક કપાયેલું જોઈ આક્રંદ કરવા લાગી. વનમાં ફરતાં રામ-સીતા-લક્ષ્મણને જોઈ તે કામવિવશ થઈ પોતાનું કોઈ ખેચર દ્વારા હરણ થવાનું જણાવી તે રામ-લક્ષ્મણને તેને પામવાનું કહેતાં તેનો તિરસ્કાર થવાથી તેના પુત્રવધથી ક્રોધિત તે ચન્દ્રણખાએ પોતાના સ્વામી ખરવિદ્યાધરને કહેતાં તેઓ ચૌદ હજાર વિદ્યાધરોનાં લશ્કર સાથે જતાં લક્ષ્મણ તેમનો સામનો કરવા જાય છે, ત્યારે તે રાવણ પાસે જઈ સીતાના અનન્ય સૌંદર્યનાં વખાણ કરી પામવાનું કહેતા રાવણ ત્યાં જવા ઉપડે છે. જ્યારે ભવભૂતિએ ઉત્તરરામચરિતમાં શૂદ્રમુનિ એવા શબૂકના તપથી રામરાજયમાં બ્રાહ્મણપુત્ર મૃત્યુ પામ્યો હોવાથી રામે તેનો વધ કર્યો હોવાનું જણાવે છે. આમ “ઉત્તરરામચરિત'માં રામરાજ્ય પછી આ પ્રસંગ વર્ણવાયો છે. આમ જોતાં રઘુવિલાસ તથા ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં આ કથા લગભગ સામાન્ય જણાય છે તથા આ બે કૃતિમાં વર્ણવાયેલ ચન્દ્રણખા એ જ વાલ્મીકિ રામાયણની શૂર્પણખા હોવાનું પણ ગણી શકાય. વાલ્મીકિ રામાયણ મુજબ શૂર્પણખાના રામ-લક્ષ્મણે કરેલ અપમાનને લીધે તેણે રાવણને તેમના વિરુદ્ધ ઉશ્કેર્યો તથા સીતાના અપ્રતિમ સૌંદર્યનું પણ વર્ણન કર્યું. રાવણે ધમકી આપીને મારીચને સુવર્ણ મૃગ બનવા કહ્યું તે મુજબ આકર્ષક એવા મૃગને જોઈ સીતાએ રામને તે મૃગ જીવતા કે મરેલા સ્વરૂપે લાવી આપવા વિનંતી કરી, જેથી રામ પણ સીતાના કહ્યા મુજબ લોભાયા અને સીતાને લક્ષ્મણને સોંપી રામ મૃગ પાછળ ગયા, આ બનાવટી મૃગ રામને દૂર ખેંચી ગયું. જ્યારે રામે તેને બાણથી વિંધ્યું ત્યારે મરતાં પહેલાં તેણે રામના અવાજમાં હા સીતે! હા લક્ષ્મણ ! એવી ચીસો પાડી, તે સાંભળી રામની શક્તિ પર શ્રદ્ધા ધરાવનાર લક્ષ્મણ સીતાના કહેવા છતાં સીતાને એકલી મૂકી જવા તૈયાર ન થતાં સીતાએ "રામના મૃત્યુ પછી લક્ષ્મણ પોતાને મેળવવા ઈચ્છે છે એવા આકરા આક્ષેપો કર્યા જેથી નછૂટકે લક્ષ્મણ લક્ષ્મણરેખા દોરી રામની પાછળ જાય છે અને બરાબર તે જ સમયે પોતાની યોજનાને સાકાર કરવા રાવણે પરિવ્રાજક વેશ ધારણ કરીને સીતાનું હરણ કર્યું. રઘુવિલાસ'માં રામ-લક્ષ્મણ પાસે વિરોધરૂપી બનાવટી વેશધારણ કરી રાવણ પ્રવેશી તેઓની પાસે આત્મવંચના કરી તેઓને ગભરાવવાનો પ્રયાસ કરે છે પણ તે અસફળ થતાં તાપસ દ્વારા જ રાવણ, ખર, દૂષણ વગેરે આવવાના સમાચાર મળતાં લક્ષ્મણ પોતે જ તેમનો સામનો કરશે એવું કહેતાં લક્ષ્મણને પરાભવ થાય તો સિંહનાદ કરવાનું સૂચન રામ કરે છે ત્યારે વિરાધ વેશધારી રાવણ પણ તેની સહધર્મચારિણી પત્રલેખા(પ્રહસ્ત)ને રામને સોંપી યુદ્ધ જોવા જવાનું કહે છે, ત્યાર બાદ સીતા પાસેથી રામને દૂર કરવા તે અવલોકિની વિદ્યાને યાદ કરે છે. ત્યાં જ પ્રહસ્ત વેશરૂપી રાવણની પત્ની તેના પતિ માટે ચિંતા વ્યક્ત કરે છે ત્યારે રામ તથા સીતા તેને આશ્વાસન આપે છે. ત્યાં જ અવલોકિની વિનય સાથે પોતાની પ્રશંસા તથા પરાક્રમોની ગાથા વર્ણવતી પ્રવેશ કરે છે. ત્યાં જ રાવણના આદેશ મુજબ તે સિંહનાદ કરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520784
Book TitleSambodhi 2011 Vol 34
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2011
Total Pages152
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy