________________
અમરકોશ પરની ટીકાસર્વસ્વ' અને પદચંદ્રિકા' તેમજ “ઉણાદિસૂત્રવૃત્તિમાં મળતા વર્ણદેશનાના મત
નીલાંજના શાહ
પ્રાસ્તાવિક
બંગાળના પ્રસિદ્ધ વૈયાકરણ પુરુષોત્તમદેવે (ઈ.સ. ૧૦૫૦ થી ૧૨00), લઘુપરિભાષાવૃત્તિ, અષ્ટાધ્યાયી પરની ભાષાવૃત્તિ, હારાવલી, ત્રિકાંડશેષ, જ્ઞાપકસમુચ્ચય, વગેરે સંસ્કૃત ગ્રંથો ઉપરાંત અમરકોશ' પર “વર્ણદેશના નામે એક સંસ્કૃત ટીકા પણ લખી હતી. તે ટીકા પ્રકાશિત થઈ નથી, પણ ઇન્ડિયા ઓફીસ લાયબ્રેરીમાં તેની બે હસ્તપ્રતો છે તેમ એમ.એમ. પાટકરે તેમના “A History of Sanskrit Lexicography' નામના પુસ્તકમાં જણાવ્યું છે. તેમણે તેનો જે ટૂંકો પરિચય તેમાં આપ્યો છે, તેમાં દર્શાવ્યું છે કે આ “વર્ણદેશના’ ટીકા અમરકોશ પરની બીજી ટીકાઓ જેવી કે સર્વાનંદની ‘ટીકાસર્વસ્વ', રાયમુકુટની પદચંદ્રિકા કે ક્ષીરસ્વામીની “અમર કોશોદ્ધાટન' વગેરે કરતાં સાવ જુદા પ્રકારની ગદ્યમાં લખાયેલી ટીકા છે. ખરેખર તેને, અમરકોશના શબ્દોની યોગ્ય જોડણી બાબત પુરુષોત્તમના મંતવ્યો દર્શાવતો પ્રબન્ધ કહેવો વધારે ઉચિત છે. “It is more a treatise on the proper spelling of words than a lexicon and is in prose. It deals with orthographical variations.' તેમના ઉપર્યુક્ત શબ્દો પરથી તે બીજી ટીકાઓ કરતાં કઈ રીતે અલગ છે, તેનો અણસાર આવે છે.
પુરુષોત્તમદેવે આ ટીકા લખવા પાછળનો પોતાનો ઉદ્દેશ વર્ણદેશનાની પ્રસ્તાવનામાં જણાવ્યો છે; તેનો સંસ્કૃત પાઠ કેશવરચિત “કલ્પદ્ધકોશ' (વો.૧) ની પ્રસ્તાવનામાંથી મળી આવ્યો છે
- अत्र हि प्रयोगेऽबहुद्दश्वनां श्रुतिसाधारण्यमात्रेण गृह्यतां खुरक्षुरप्रादौ खकारक्षकारयोः शिंहाशिवानकादौ हकारधकारयोः । तथा गौडादिलिपिसाधारण्याद हिण्डीरगुडाकेशादौ हकारडकारयोः भ्रान्तय उपजायन्ते । अतस्तद् विवेचनाय क्वचिद् धातुपारायणे धातुवृत्तिपूजादिषु प्रव्यक्तलिखनेन प्रसिद्धोपदेशेन धातुप्रत्ययोणादिव्याख्यालिखनेन क्वचिदाप्तवचनेनं श्लेषादिदर्शनेन वर्णदेशनेयमारभ्यते ।
તેમની આ પ્રસ્તાવના પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે શબ્દોની જોડણી અંગે થતો ગોટાળો નિવારવા, ધાતુપારાયણ, ધાતુવૃત્તિઓ, ઉણાદિસૂત્રો પરની વ્યાખ્યાઓનો અભ્યાસ કરીને, તેમના પર લખીને, આપ્તવચનો, શ્લેષનાપ્રયોગો વગેરેનો અભ્યાસ કરીને આ ટીકા રચી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org