SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXIII, 2010 હાજાપટેલની પોળમાં આવેલ બલાજના પાડામાંના એક જ ઘરના બે દસ્તાવેજો 187 કે ચાલવાનો માર્ગ, પાણી જવાનો માર્ગ બધું પહેલાં હતું તેમ જ રહેશે. આમ લખ્યા પ્રમાણે પાળવું. અંતે કાહાનબાઈ તથા વકીલ શિવગણની સહી છે. સાક્ષીઓની યાદી પ્રમાણમાં ઘણી વધારે છે. આ પહેલાંનો “સંબોધિ'ના અંક XxXI-2009 માં છપાયેલા હાજા પટેલની પોળના જ દસ્તાવેજમાં, આ જ રીતે, સાક્ષીઓની લાંબી યાદી છે. હાજા પટેલની પોળમાં હાલના સમયે “બલાજનો પાડો' નામ નથી, જેમ સં.૧૭૪૯ના દસ્તાવેજમાં જેમ હાજા પટેલની પોળમાં ‘કોડીઆનો પાડો’ નો ઉલ્લેખ છે અને આજે તે નામ અસ્તિત્વમાં નથી તેમ. રસિકલાલ પરીખ સંપાદિત ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ-૬ના પૃ.૬૫-૬૬ પરની માહિતીમાંથી જાણવા મળે છે કે શાહજહાંના અમલ દરમ્યાન શાઈસ્તખાન બીજીવાર ઇ.સ. ૧૬૫૨-૫૪ માં ગુજરાતમાં વહીવટ માટે મુકાયેલ. આ દસ્તાવેજ પણ તેના અમલ બાબતે ગવાહી દે છે. આમ, આ દસ્તાવેજ અમદાવાદની પોળોના નામોની જાણકારી આપે છે અને તે સમયના શાસન અધિકારીઓના ખાતાં અને તેમનાં નામોની માહિતી આપે છે. આ રીતે તેનું મૂલ્ય છે. (ઇ.સ. ૧૬૫૩) સં.૧૭૧૦ નો અમદાવાદની હાજાપટેલની પોળનો ઘરના વેચાણનો દસ્તાવેજ મૂળપાઠ १. [स्वस्ति श्री श्रीमन्नृप] विक्रमार्क। समयातीत । स(सं)वत्(त) आषाढादौ ૨. [૨૭૨૦] [4]ર્ષે | શાકે ૧૭% પ્રવર્તમાને પૌષ મા | Mા પક્ષે – ३. यां तिथौ । रवि दिने । अधेह श्री अहिम्मदावाद मध्ये वा४. स्तव्यं । स्वकीयं स्वहदं । गृहं विक्रीत पत्रमभिलिख्यते । अप. दोह श्री गूर्जराधीश । अगंजगंजन । रिपुरायां मानमर्दन । स६. कलरायां श(शि)रोमणि । अभिनव मार्तंडाऽवतार । वाचाऽविच७. ल संग्रामांगणधीर । दानैकवीर । यवनकुलतिलक । माहा८. राजाधिराज । प्रौढप्रताप । पातशाह श्री श्री श्री श्री श्री श्री श्री ९. अबूअल मुजफर शाहाबदीन महिम्मदसाहिब किरांनसां१०. नी शाहिस्यांहां पातशाहा गाजी श्री धिलीना स्याहानावादमध्ये ११. विजय राज्यं क्रीयते । तत्र विजारित्यां नबाब श्री ५ सादुल्लाषां(खां)१२. न । तत्र श्री अहिम्मदावाद नगरे हाक्यिमनबाब श्री ५ शा१३. स्तषां(खां)न धर्मन्यायां प्रवर्तते । तत्र तस्याग्रे सर्वाधिकारे मीयां श्री१४. ५ शेष (रव) सुलतान । तथा अमीन मीयां श्री ५ शेष (रव) मनसूर । तथा अ
SR No.520783
Book TitleSambodhi 2010 Vol 33
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages212
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy