SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ 184 રસીલા કડીઆ SAMBODHI આ દસ્તાવેજમાં શાહ શવગણે જ હસ્તાક્ષરો કર્યા હોય તેમ અનુમાને માની શકાય તેમ છે. ગિરવે લેનાર, કાહાનબાઈના ઘરની પેઠે અહીં પણ, પરીક્ષ કેશવ વાસીઆ સૂરા છે. બન્ને દસ્તાવેજોમાં સ્થળનામ બલાજનો પાડો છે પણ ગિરોખતમાં “અનુઆ’ બલાજનો પાડો” નામ આપેલ છે. ટૂંકમાં એ માત્ર બલાજના પાડાથી ઓળખાતો હોઈ શકે. બન્ને દસ્તાવેજો એક જ ઘરના બે ભાગ વિશે, અને તેના હસ્તાક્ષર એક જ વ્યક્તિએ કર્યા હોવા છતાં, તે એક જ દિવસે થયા નથી. ગિરોખત ગુરુવારના રોજ થયું છે. વેચાણખત રવિવારના રોજ બન્યું છે. બન્ને દસ્તાવેજમાં શાસક અને શાસન અધિકારીઓનાં નામો સમાન છે તેથી આ બન્ને દસ્તાવેજો એક જ વર્ષમાં થયા હોવા જોઈએ. અહીં જે શાસ્તખાન (શાઈસ્તખાન)નું નામ છે તેનો અમલ ઇ.સ. ૧૬૫૨-૫૪માં ગુજરાત–અમદાવાદમાં હતો. વેચાણખત ઇ.સ. ૧૬૫૨-૫૪માં જ હોવો જોઈએ એમ જણાય છે. ઘરના વર્ણન પરથી જણાય છે કે કાહાનબાઈના ભાગના મકાનના ઓરડા ઉપર પીટણી છે. જયારે જીવીબાઈના ભાગે આવેલા મકાનના ઓરડામાં જે પીટણી છે તે ડાગલાજડિત છે. કાહાનબાઈની પડસાળમાં પાણિયારે બે ઘડા કે ઘડા મૂકવાના કાંઠલા છે. જીવીબાઈની પડસાળમાં પ્રવેશતાં જમણી બાજુ પાણિયારું છે જ્યાં બે ઘડા કે ઘડા મૂકવાના કાંઠલા છે. વળી, તેમની પડસાળ આગળ ઓટલો છે જ્યારે કાહાનબાઈની પડસાળની ઉપર નળિયાવાળું છાપરું છે. જીવીબાઈના ઓરડાની પટણીએ વળીના ડાગલાની નીસરણી છે તે સહિત ઘર ગિરે અપાયું છે. બંને ઘરના ખૂટ સરખા છે તેથી આ બન્નેના મળેલ ઓરડા બાજુ-બાજુમાં હોવા જોઈએ. કાહાંનબાઈ ઘર વેચી દે છે અને તેના તેને ૩૫૧ રૂા મળે છે. ગિરવે મૂકનારને ૪૨૫ રૂા મળે છે. શક્ય છે કે ઓરડો કે ઓરડાની પરસાળ વધારે મોટાં હશે. બંને દસ્તાવેજોના અક્ષરો મોટા તથા એક જ વ્યક્તિએ લખ્યા હોય તેવા છે. કાહાનબાઈએ મામા વકીલ શાહ શવગણને નીમ્યા છે તેનો ઉલ્લેખ તો છે ઉપરાંત આ કદાચ મકાનના કોઈ પણ રેકોર્ડમાં હોય અથવા તે પોતે agree party હોઈને તેનો લીટી ૩૨માં (કાહાનબાઈના દસ્તાવેજમાં) ખાસ ઉલ્લેખ કરી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વેચાણ બાદ જેમ કાહાનબાઈને આ ઘર સાથે સંબંધ નથી તેવી રીતે શવગણને અને તેના પરિવારને પણ આ ઘર સાથે કશો સંબંધ નથી. જીવીબાઈના દસ્તાવેજમાં ગિરે આપ્યા પછી વ્યાજ નથી લેવાનું પણ અન્યથા, વળતર રૂપે પ્રતિ વર્ષ ૧૫ ત્રાંબાના દોકડા આપવાના ઠેરવ્યા છે, જેમાંથી એ સમયના ગિરવે મકાનના આર્થિક વ્યવહારો કેવી રીતે થતા તેની જાણકારી મળે છે. તે સમયની ભાષા અને લિપિ બાબતે પણ આ દસ્તાવેજોમાંથી સારી માહિતી સાંપડે છે. કાહાંનબાઈના દસ્તાવેજમાં ૫૦ મી લીટીમાંના ‘મળ્યું છે’ શબ્દને ૩ ની સાથે બ્રાહ્મીનો ય(^) જોડયો
SR No.520783
Book TitleSambodhi 2010 Vol 33
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages212
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy