________________
Vol. XXXIII, 2010
ત્રીજી સહસ્ત્રાબ્દીમાં ભારતીય સભ્યતાનો પુરુષાર્થ : રક્ષણ, ...
177
શરૂ કરીને એક સંપૂર્ણ પરંપરા વેદાંતી આચાર્યોની દક્ષિણમાં પ્રકટ થઈ જેમણે શંકરાચાર્ય રચિત ઉપનિષદો અને બ્રહ્મસૂત્રો પરના ભાષ્યો સાથે અસહમતિ દર્શાવી. આ સમયથી દાર્શનિક ગતિવિધિઓનું કેન્દ્ર વિધ્યાચલની અને નર્મદાની દક્ષિણ તરફ કેન્દ્રિત થયું. યમુનાચાર્યએ વેદની સમકક્ષ આગમ-ગ્રંથોની પ્રામાણિકતા સ્થાપિત કરતાં આગમ-પ્રામાણ્ય લખ્યું. અદ્વૈત વેદાંતીઓને આનાથી પણ ગંભીર ગુનૌતી વીર શૈવ સંપ્રદાયો તરફથી આવી જેમણે જાહેરમાં સ્પષ્ટ રીતે વેદના પ્રામાણ્યનો અસ્વીકાર કર્યો અને પોતાના ગ્રંથો તમિલ ભાષામાં લખ્યા. દક્ષિણમાં જ શૈવ સિદ્ધાંતનું આંદોલન શરૂ થયું. આ ઉપરાંત તર્કશાસ્ત્ર અને જ્ઞાનમીમાંસાના ક્ષેત્રોમાં પણ અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ જેનું કેન્દ્ર પૂર્વભારતમાં- ખાસ કરીને બિહાર તથા બંગાળમાં હતું, જયાં ગંગેશથી ગદાધર સુધી એકથી એક ચઢિયાતા બૌદ્ધિક આવિષ્કારોની બોલબાલા રહી. આ સહસ્ત્રાબ્દીના પૂર્વાર્ધમાં દક્ષિણ અને પૂર્વ આ રીતે મહાન બૌદ્ધિક ગતિવિધિઓના કેન્દ્ર બની રહ્યાં. બરાબર એજ સમયમાં કે જયારે ઉત્તર ભારત એક પછી એક મુસ્લિમ શાસકોના રાજવંશોના આધિપત્યમાં ગયું અને જેનું વાસ્તવિક નિયંત્રણ દિલ્હી અને આગરાની આસપાસ કેન્દ્રિત રહ્યું.
આ યુગના ઈતિહાસકારોએ પોતાનું સંપૂર્ણ ધ્યાન ઉત્તર ભારતની રાજનૈતિક ઘટનાઓ ઉપર કેન્દ્રિત કર્યું છે, અને તેથી તેઓ તે સમયનું ખૂબ જ એકાંગી અને વિકૃત ચિત્ર જ પ્રસ્તુત કરી શક્યા છે. સમજાતું નથી કે આ કેવા પ્રકાનું ઇતિહાસ લેખન છે. જે દિલ્હી અને આગરામાં હકૂમત ચલાવી રહેલા ગણ્યા ગાંઠ્યા રાજવંશો પૂરતું જ સિમીત રહ્યું છે અને દક્ષિણમાં ચારસો વર્ષો સુધી અત્યંત સફળતાપૂર્વક સક્રિય ચોલ શાસનની અદ્ભુત ઉપલબ્ધિઓને બિલકુલ નજરઅંદાજ કરી દે છે. ચૌલોએ ન કેવળ સીલોન જીત્યું, પણ ઈન્ડોનેશિયા સુધી પહોંચ્યા હતા. આપણે યાદ રાખવું જોઈએ કે દક્ષિણમાં ન કેવળ હિંદુ રાજયોની એક ગૌરવશાળી પરંપરા અગીયારમી સદીથી લઈને પાંચસો – સાડાપાંચસો વર્ષ સુધી ફૂલી-ફાલી રહી વિજયનગર સામ્રાજ્યના અંત (૧પ૬૭ એ.ડી.) સુધી, પરંતુ જ્ઞાન અને સર્જનના તમામ ક્ષેત્રોમાં ભારતીય સભ્યતાના પ્રગતિશીલ અભિયાનનો સિલસિલો પોતાના સમગ્ર આયામોમાં ચાલતો રહ્યો. પોતાના સમગ્ર આયામોમાં પોતાની નિરંતરતા અને વિકાસશીલતાના અસંદિગ્ધ પ્રમાણો પ્રસ્તુત કરતો રહ્યો. ચૌલ કાંસ્ય મૂર્તિઓ વિશ્વપ્રસિદ્ધ છે અને એવી જ રીતે વિજયનગર સામ્રાજયની અંદર સાયણાચાર્ય દ્વારા કરવામાં આવેલું વેદભાષ્ય પણ. આ સમયમાં કેરળ પણ સર્જનની દૃષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ રહ્યું છે. કહેવાય છે કે ન કેવળ સાહિત્ય અને કલાઓમાં, પરંતુ ગણિત અને વ્યાકરણ જેવા જ્ઞાનના ક્ષેત્રોમાં પણ ત્યાં જબરજસ્ત પ્રગતિ થઈ. પરંતુ આ તરફ પણ અપેક્ષિત ધ્યાન આપવામાં આવ્યું નથી. ઈતિહાસ જે કથા કહે છે તે ગોરીવંશ, ગુલામ વંશ, ખિલજીવંશ, તુગલકવંશ, સૈયદવંશ, લોદી સલ્તનત અને મુગલ સલ્તનતની કથા છે. આવી પંડિત અને વિકલાંગ છબી ઈતિહાસકારોએ બનાવી છે. જ્યાં સુધી ઉત્તર ભારતનો સંબંધ છે, કદાચ માત્ર એક તુગલકોને બાદ કરતાં વાસ્તવિક સર્જનાત્મક ગતિવિધિઓ મુગલોના આગમન પછી જ શક્ય બની શકી, જેમનો અસરકારક શાસનકાળ ૧૫ર૭ માં થયેલી પાણીપતની લડાઈથી નહીં, પણ ૧૫૪૦ થી ૧૫૬૦ એ.ડી.ની આસપાસ શરૂ થયેલો માનવો જોઈએ જયારે અકબરે ગુજરાત વિજયની સાથે