________________
Vol. XXXII, 2010
વસુદેવહિંડી : બૃહત્કથાનું જૈન રૂપાંતર
141
રુકમણિના પુત્ર સાંબનું લગ્ન સત્યભામાના પુત્ર સુભાન માટે એકત્ર કરવામાં આવેલી ૧૦૮ કન્યાઓ સાથે થયું હતું. આથી પ્રદ્યુમ્ન વસુદેવને કહ્યું, “આર્ય, તમે ૧૦૦ વર્ષ સુધી ભમ્યા ત્યારે અમારી દાદીઓને મેળવી. પણ સાંબના અંતઃપુરમાં જુઓ, સુભાન માટે એકત્ર કરેલી કન્યાઓ એકી સાથે સાંબને પરણી ગઈ.” વસુદેવે પ્રદ્યુમ્નને કહ્યું, “સાંબ કૂવાના દેડકાની જેમ સહેલાઈથી પ્રાપ્ત થયેલા ભોગથી સંતુષ્ટ થયેલો છે. હું માનું છું કે મેં પરિભ્રમણ કરતાં કરતાં જે સુખ અને દુઃખ અનુભવ્યાં છે તે બીજા કોઈ પુરુષે ભાગ્યે જ અનુભવ્યાં હશે.” આથી પ્રદ્યુમ્નની વિનંતિ ઉપરથી વસુદેવે પોતાના પરિભ્રમણનો વૃત્તાન્ત કહી સંભળાવ્યો. એ વૃત્તાન્ત તે વસુદેવહિંડી.
વસુદેવહિંડી બે ખંડોમાં વહેંચાયેલો છે. પ્રથમ ખંડની રચના સંઘદાસગણિ વાચકે કરેલી છે. જ્યારે બીજા ખંડની રચના આચાર્ય ધર્મસેનગણિ મહત્તરે કરેલી છે. પ્રથમ ખંડનું સંપાદન મુનિશ્રી ચતુરવિજયજી અને આગમ પ્રભાકર મુનિ પુણ્યવિજયજી એ કર્યું છે અને ઈ.સ. ૧૯૩૦માં તેનું ભાવનગરથી પ્રકાશન થયું છે. તેનો ગુજરાતી અનુવાદ ડૉ. ભોગીલાલ સાંડેસરાએ કર્યો છે અને વિ.સં. ૨૦૦૩માં શ્રી જૈન આત્માનં સભા, ભાવનગરથી તેનું પ્રકાશન થયું છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરથી ૧૯૮૮માં તેની બીજી આવૃત્તિ બહાર પડી છે. મધ્યમ ખંડના એક ભાગનું સંપાદન સ્વ.ડૉ.હરિવલ્લભ ભાયાણી અને ડૉ. રમણિકભાઈ શાહે કરેલું છે. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરે તે પ્રકાશિત કર્યો છે. બાકીના અર્ધા ભાગનું સંપાદન ડૉ.રમણિકભાઈ શાહ કરી રહ્યા છે અને થોડાક સમયમાં પ્રાકૃત ટેક્ષ સોસાયટી તરફથી તેનું પ્રકાશન થાય તેવો સંભવ છે.
આ ગ્રંથની રચના પદ્ધતિ ભારતીય સાહિત્યમાં એક રીતે વિશિષ્ટ છે. વસુદેવની આત્મકથારૂપ મુખ્ય કથાના વિભાગોને ‘લંબક-સંભક' (પ્રા.લખ્ખો) નામ આપવામાં આવ્યું છે, જેમ કે શ્યામા-વિજયા લંકિ, શ્યામલી લંભક, નીલયશા લંભક ઇત્યાદિ. લંભક શબ્દ સંસ્કૃત ‘નમ' ધાતુ ઉપરથી આવેલો છે. એટલે આ કથાવિભાગો વસુદેવને થયેલી તે તે કન્યાની પ્રાપ્તિની સૂચક છે.
વસુદેવહિડીના બીજા ખંડને મધ્યમ ખંડ કહ્યો છે. તેનું કારણ એ છે કે તેનો પ્રારંભ પ્રથમ ખંડના છેલ્લા તંભકના અનુસંધાનમાં નહીં, પણ ૧૮મા લંભક પ્રિયંગસુંદરી સંભકના અનુસંધાનમાં થાય છે. એ રીતે કર્તાએ કથાનો સંદર્ભ પ્રથમ ખંડના અંતભાગ સાથે નહીં પણ મધ્યભાગ સાથે જોડ્યો છે. આ મધ્યમ ખંડમાં ધર્મસેનગણિએ ૭૧ લંભક આપ્યા છે. તેની સાથે સંપદાસગણિના ૨૯ લંભક ઉમેરતાં વસુદેવહિંડીના ૧૦૦ લંભક થાય છે. વસુદેવે ૧૦૦ વર્ષ પરિભ્રમણ કરીને ૧૦૦ પત્નીઓ મેળવી હતી એમ તેમાં કહ્યું છે. વસુદેવ ૧૦૦ વર્ષ સુધી ફર્યા હતા એમ તો પ્રથમ ખંડમાં પણ કહ્યું છે. પણ તેમને ૧૦૦ પત્નીઓ મળી હતી એમ ઉપલબ્ધ ગ્રંથમાં ક્યાંય કહ્યું નથી. વળી, સંધદાસગણિ વાચકનો ઉદેશ ૧૦) લંભક લખવાનો હતો એવું સૂચન કયાંય મળ્યું નથી. વધુમાં ગ્રંથને અંતે આવનાર ઉપસંહારનો નિર્દેશ કર્યો હોવાથી ૨૯ લંભકનો સ્વયંસંપૂર્ણ ગ્રંથ તેમણે રચ્યો હોવાનું અનુમાન થાય છે. પ્રથમ ખંડને અંતે ઉપસંહાર આવેલો હોઈ તેમાં કોઈ સંભક ઉમેરવાનું ધર્મસેનગણિ માટે શક્ય ન હતું. આથી ૧૮મા લંભકના સંદર્ભ સાથે તેમણે મધ્યમ ખંડની કથા સંબંધ જોડ્યો હોય એવું અનુમાન થાય છે.