SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 150 રસિલા કડીઆ SAMBODHI હશે અને એમાંની એક પોળ તે કોઠની શેરી. આજેય આ વિસ્તારમાં કોઠની શેરી છે જ. દરિયાપુરમાં નથી ત્યાં છીપવાડી નથી, છીપાપોળ છે. મગનલાલ વખતચંદે નોંધ્યું છે કે કોઠની શેરીની દક્ષિણે કોટ, પશ્ચિમે ઢાળની પોળ, ઉત્તરે નાઈવાડો તથા ભાઉની પોળ છે. આજે કોઠની શેરીની બહાર નીકળતાં છીપાઓની વસ્તી છે જ. તેથી, પ્રસ્તુત મકાન રાયપુર વિસ્તારનું, નહિ કે દરિયાપુર-વાડીગામના વિસ્તારનું હોવાનો મારો મત બને છે. લીટી ૧૯ થી ૨૭ સુધી ઘરનું વર્ણન છે. ઘર જેમાં એક મેડાજડિત છે તે સાથે ૩ ખંડનું, પૂર્વાભિમુખી છે. આગળ ચોરસાબંધ ચોક છે. પડસાળને ભડે લોખંડ જેવી જણાતી પણ લાકડાની જાળી છે. એક પડશાળમાં અને બીજું ચોકમાં એમ બે બારણાં છે. પડસાળમાં ડાબડિઆળી નિસરણી છે. ચોકમાં વાટીવા છે, પાણિયારું છે. તેમાં ૨, ઓરડીમાં ૨ અને પડસાળને ભડે ૧ એમ કુલ પાણી ભરવાના પાંચ ઘડા છે."ઓરડીને ધારે કમાડ છે. બીજું ઓટલે છે. તે દિશામાં પાણીનો ખાળ છે. ચોકમાં બીજો નાનો ખાળ છે. ખડકી પર મેડો, પાણિયારા પર અગાશી અને ખડકી પર છજાની બારી છે. બધાં છાપરાં નળિયાં સાથે છે. લીટી ર૭ થી ૩૧માં ગિરે લેનાર બે ભાઈઓ જે સૂરજી જાદવજીના દીકરા છે (સાહા અને હરખા) દેનાર એમની જ જ્ઞાતિ લેઉઆ પટેલ નંદલાલ પૂજાની બેન માણેકબાઈ છે. તેણે મેડા સહિત આખું ઘર ગિરે આપ્યું છે. લીટી ૩૧ થી ૩૬ માં એની કિંમત, મૂલ્યની ચુકવણી તથા હસ્તાક્ષર આપ્યાની વાત છે. લીટી ૩૭ થી ૪૧ માં ગિરો મૂકવા સાથેની શરતોની વિગતો છે. પ્રસ્તુત મકાનની વિગતો આપી છે તે પ્રમાણે પટેલ નંદલાલ જે માણેકબાઈના ભાઈ થાય તેઓ મરણ પામ્યા. ત્યારબાદ નંદલાલની પત્ની કસલબાઈએ ઘરનો નીચેનો ખંડ ૬૧/- રૂા. લઈ ભાઈ સા(સાહા)ને ગિરે આપેલું. સંવત ૧૮૫૪ના ચૈત્ર વદી ૧૦ના રોજ ગિરે અપાયેલું. ત્યારબાદ કસલબાઈએ બીજાં લગ્ન કર્યા એટલે હવે માણેકબાઈએ ૮૦/- રૂા. લઈને આખું ઘર ૮૦ + ૬૧ = ૧૪૧/- રૂ.માં ગિરે આપ્યું છે અને ભાઈ સા(હા)એ (સાહા તથા હરખા સાથે રહેતા જણાય છે.) ૧૪૧ - રૂા.આપીને આખું ઘર ગિરે લીધું છે. હવે તેમાં ભાઈ સાહા કે ભાઈ હરખજી રહે, ભાડે આપે કે આડગ્રહણે આપે તો કોઈનો દાવો નહીં, ઘરનું ભાડું નહીં કે આપેલા દ્રવ્યનું વ્યાજ ગણવાનું નહીં. આ બાબતે કોઈ લડવા કે વળગવા આવે તો માણેકબાઈ અટકાવે. નળિયાની સંચરામણી વસે તે આપે. નળિયાની ખોટ ઘરધણીને માથે રહે. ઘર પડી જાય તો ઘરના ધણીને પૂછીને માંડી આપે (વસૂલ કરે.) વલત દોકડા શા મુજબ, ૧૧ વર્ષ માટે આપેલ છે. લીટી ૪૨ થી ૪૪માં ઘરના ખૂટ વર્ણવ્યા છે. ઘરની પૂર્વે ચાલવાનો રસ્તો, નેવ, નીછાર, બારણું છે, પશ્ચિમે નેવ પડે છે તે છીંડી મધ્યે પડે છે. ઉત્તરે જોઈતા વાલજી પટેલનું ઘર છે અને કરો સહિયારો છે. દક્ષિણે ભાવસાર પરાગજીનું ઘર છે. જ્યારે બાઈ માણેકબાઈ પટેલ ભાઈ સાહા-હરખજીને ૧૪૧/ - રૂા. (૧૧ વર્ષની અવધિ) આપે ત્યારે ઘર ગિરોમુક્ત થાય અને તે સમયે ઘડીના ય વિલંબ કે બહાના વિના તે દ્રવ્ય પામે કે ભાઈ સા(હા) ઘર ખાલી કરી આપે. આવી પરસ્પર સમજ કે શરતો સાથે આ દસ્તાવેજ પૂર્ણ થાય છે.
SR No.520782
Book TitleSambodhi 2009 Vol 32
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, K M patel
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages190
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy