________________
Vol. XXXII, 2009
સંસ્કૃત સાહિત્યમાં ગીત
129
જેના પર રસની મુદ્રા અંકિત થાય છે.૧૮
અભિનવગુપ્તાચાર્ય પણ “પ્રાસાદિકી ધુવા' વિશે નિરીક્ષણ કરતાં કહે છે “સૂક્ષ્મ અને લયયુક્ત સ્વર સાથેની ધૃવાની કાવ્યાત્મક અસર પ્રેક્ષકના મનને ગ્રહણશીલ બનાવે છે અને નાટ્યભાવ સાથે સંવાદિતા સ્થાપે છે.”૧૯ આટલું સંસ્કૃત નાટકના સંદર્ભમાં ગીત વિશે સ્વરૂપચિંતન.
આ થઈ ગીત વિશેની સૈદ્ધાંતિક ભૂમિકા અને હવે તેના પ્રયોગ વિશે. ધૃવાનાં નાટકસાહિત્યમાંથી કેટલાંક ઉદાહરણો જોઈશું. ઉપર એક ઉદાહરણ તો અભિજ્ઞાનશાકુન્તલમાંથી આપ્યું છે. એ સિવાયનું એક અતિ પ્રખ્યાત હંસાદિકાનું ગીત.
अभिनवमधुलोलुपस्त्वं तथा परिचुम्ब्य चूतमज्जरीम् । વમન્નવસતિમાત્રનવૃતો મથુર વિસ્કૃતોચ્ચેનાં થમ્ ! (શાકુન્તલ પ-૧)૨૦
હે નિત્ય નવા નવા મધના લોભી ભ્રમર, આશ્રમંજરીને વિધવિધ રીતે ચૂમીને (હવે) કમળમાં વાસો કરવા માત્રથી સંતુષ્ટ થએલો તું આશ્રમંજરીને કેમ ભૂલી ગયો?
આ પણ આર્યાછંદના એક પ્રકાર ગતિમાં છે. આ તો સુપ્રસિદ્ધ ગીત છે અને એની વ્યંજનાસંભૂત કલામયતાથી આપણે સૌ પરિચિત છીએ. એટલે એના વિશે વધુ ચર્ચા કરવાની જરૂર નથી. પણ દુષ્યન્તના પાત્રના અર્થઘટનમાં હંસાદિકાનું ગીત મહત્ત્વનું છે. Character is destiny જો માન્ય રાખીએ તો, હંસાદિકાનું ગીત દુષ્યન્તના પાત્ર પર મહત્ત્વનો પ્રકાશ ફેંકે છે. કવિની સંસ્કૃત નાટ્યસાહિત્યની કેટલીક કલાત્મક સંસિદ્ધિઓમાં નિઃશંક હંસાદિકા સ્થાન પામે.
અહીં પણ આરંભમાં વિદૂષકના શબ્દો નાવિશુદ્ધીવાદ જી: સ્વરસંયો: શ્રયતે I અને પછી રાજાના શબ્દો કહો રાપરિવાહિની નીતિઃ | આ શબ્દો હંસાદિકાના ગીતને દુવા ઠરાવે છે.
પણ આના કરતાં વિશેષ ધ્રુવાની પ્રચુર સામગ્રી કાલિદાસે વિક્રમોર્વશીયમમાં આપી છે. વિક્રમોર્વશીયમુનો ચોથો અંક સમગ્ર સંસ્કૃત નાટ્યસાહિત્યમાં વિરલ છે. ચોથા અંકમાં ફેલાયેલી કવિતાને કારણે તો આ અંક નોંધપાત્ર બને જ છે પણ “ધ્રુવાઓ અથવા ગીતોને કારણે પણ આ અંક ધ્યાનપાત્ર છે.
એચ. ડી. વલેણકર સાહેબે આની ખૂબ ઝિણવટભરી તપાસ કરી છે. ચોથા અંકમાં કુલ ૩૨ આવાં પડ્યો છે. આમાંથી એક સંસ્કૃતમાં છે અને તે પણ આ જ પ્રકારનું છે અને બાકીનાં પ્રાકૃતઅપભ્રંશમાં છે. પ્રાકૃત-અપભ્રંશમાંથી ૧૧ પદ્યો એવાં છે કે પુરુરવનું પાત્ર પ્રકૃતિનાં ભિન્ન ભિન્ન પદાર્થોને સંબોધે છે. વેલણકર સાહેબ આ ૧૧ પદ્યોને પ્રયુક્તિપદ્યો તરીકે ઓળખાવે છે. બાકીનાં ૨૦ રાજાના મુખમાં નથી પણ વેલણકર સાહેબ કહે છે તેમ અન્યોક્તિ પ્રકારનાં છે. પ્રો. એસ. પી. પંડિત અને બીજા વિદ્વાનો આ પદ્યોને પ્રક્ષિત માને છે, જ્યારે બોલેન્સન, પિશેલ અને વેલણકર સાહેબ પોતે આ પદ્યોને કાલિદાસ રચિત માને છે. ૨૧
આપણે ઉપર જે કુવાઓની મીમાંસા કરી તેનું કેટલુંક સમર્થન આ વિક્રમોર્વશીયમુના ચોથા અંકમાંનાં પોમાંથી મળી શકે તેમ છે. ચોથા અંકમાં ઊર્વશીથી વિરહિત રાજાની વિલાપરૂપ દીર્ઘ