________________
કુંદકુંદાચાર્યમૃત સમયસારમાં આત્મતત્ત્વની વિચારણા
કોકિલા હેમચંદ શાહ
'नमः समयसाराय स्वानुभूत्या चकासते ।' – અમૃતચંદ્રાચાર્ય-આત્મખ્યાતિ
આચાર્ય કુંદકુંદ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ત્રયા છે. દિગંબર જૈનપરંપરામાં આચાર્ય કુંદકુંદનું સ્થાન નિયમસાર, પંચાસ્તિકાય સંગ્રહ અષ્ટપાહુડ આદિ પ્રખ્યાત છે. તેમના દરેક ગ્રંથનું પ્રયોજન એકમાત્ર અવિનાશી આત્મિક સુખની પ્રાપ્તિમાં જ રહેલું છે તેમણે પોતાના ગ્રંથોમાં તીર્થંગરોએ પ્રરૂપેલા ઉત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે.
જૈનદર્શનમાં જ્ઞાનની પ્રતિષ્ઠા છે. દરેક માનવી સુખને ચાહે છે, દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે, સુખ પ્રાપ્તિ અને દુ:ખના નાશ માટે વિશેષ જ્ઞાન હોવું જરૂરી છે. એ માટે પ્રથમ તત્ત્વની વિચારણા કરવાની જરૂર છે. શ્રીમદ્રાજચંદ્રના શબ્દોમાં ‘‘હું કોણ છું, ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું ?” નિગંથ પ્રવચનમાં જ્ઞાનનું માહાત્મ્ય દર્શાવતાં કહ્યું છે. ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું' અને ‘જબ જાન્યો નિજ રૂપકો તબ જાન્યો સબ લોક” આત્મા સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે મોક્ષલક્ષી આત્મસાધનામાં બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ છે આ ભાવનાનો સંબંધ આત્મતત્ત્વ સાથે છે. બોધિ એટલે આત્માનું જ્ઞાન અર્થાત્ સમ્યક્ત્વ, સમ્યક્ત્વ વિના મોક્ષપ્રાપ્તિ નથી. તેથી જ બોધિ ૫૨ જૈનધર્મમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. બોધિ પ્રાપ્ત થતાં દેહ અને આત્માની ભિન્નતા સ્પષ્ટ થાય છે. તેથી જ જિનેશ્વરની સ્તુતિ વખતે પણ બોધિ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરાય છે. લોગસ્સસૂત્રમાં બોધિલાભ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ઉવસગહર સૂત્રમાં પણ બોધિની માગણી કરાઈ છે. સમ્યક્દર્શન એટલે દેહથી, ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મતત્ત્વની ઓળખાણ અર્થાત્ ‘દર્શનમોહ વ્યતીત થઈ ઉપજયો બોધ જે, દેહ ભિન્ન કેવલચૈતન્યનું જ્ઞાન' જીવાદિ તત્ત્વોનું સાચું સ્વરૂપ શું છે તે ન જાણવાથી સંસારની ચાર ગતિમાં જીવ દુ:ખી થઈ રહ્યો છે આમ, દુઃખનું કારણ છે સ્વ-રૂપનું અજ્ઞાન સમયસાર આત્મવિષયક ગ્રંથ છે.
સમયસારનું પ્રયોજન સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તે સ્વ-પરના કલ્યાણ અર્થે છે અનાદિકાલીન મોહના નાશ માટે જ છે, અજ્ઞાન દૂર કરવા માટે જ છે આત્માનો સ્વભાવ અનંત, આનંદ સુખરૂપ છે. તે સુખ બોધિલાભથી પ્રાપ્ત થાય છે.
સમયસાર મૂળ પ્રાકૃત ભાષામાં રચાયેલ ગ્રંથ છે જેની ૪૧૫ ગાથાઓ છે. પ્રથમ ૩૮ ગાથાઓમાં