SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. XXXI, 2007 વૈદિક ‘અશ્વિનૌ' (અગ્નિના) કરી શકતો. તે સૂર્યની પરિક્રમા પણ કરતો. તે ઘુલોક અને પૃથ્વીલોકથી આવી પહોંચીને લોકોને સહાય કરે છે : આ નો યાર્ત વિવો અચ્છા પૃથિવ્યા હિન્થયન સુવૃતા રથન । (અથર્વ. ૨૦-૧૪૩-૫) 101 અશ્વિનો સર્વગામી છે. તેમની ઉપસ્થિતિ સ્વર્ગ, વાયુ, ઓષધિ, ગૃહ, પર્વત, ઉપર નીચે સર્વત્ર બતાવી છે (ઋ. ૧-૪૪.૫; ૭-૭૦૩; ૮-૮-૪) તેમનો આવિર્ભાવ-કાળ ઉષાના આગમન અને સૂર્યોદયની વચ્ચેનો છે. તુષો યામિ માનુના સં સૂર્યન રોવસે । (અથર્વ. ૨૦-૧૪૨-૩). તે રથ ૫૨ બેસી ઉષાનું અનુસરણ કરે છે. તેમનું સવન પણ ઉષઃકાળનું છે. પ્રકાશ સાથે સંબંધ હોવાથી તે અંધકાર અને દુરાત્માને ભગાડે છે. અશ્વિનોનો સંબંધ ‘મધુ' સાથે છે, તેથી તેઓ મધુળિ, માધ્વી, મધુપા વગેરે કહેવાયા છે. તેમનો રથ તેમજ ૨થ ખેંચનાર પશુ-પંખીઓ પણ મધુથી સીંચાયેલાં છે. તેઓ ઉપાસકો અને મધમાખીઓને પણ મધુ પ્રદાન કરે છે. ‘મધુ’નો અર્થ આમ તો મધ (Sweethoney) થાય, પણ તેનો અર્થ સોમરસ પણ કરી શકાય. આમ છતાં અશ્વિનોનાં સૂક્તોમાં અનેક સ્થળે મધુ અને સોમને અલગ અલગ પણ બતાવ્યાં છે. અશ્વિનો મધુપાન કરે છે અને યજ્ઞ-પ્રસંગે તેમને સોમરસનું પાન કરવા પણ નિમંત્રણ અપાય છે. અથર્વવેદનાં સૂક્તોમાં તો મોટેભાગે અશ્વિનોનો સંબંધ સોમ સાથે બતાવ્યો છે, જેમકે અથર્વ. ૨૦-૧૩૯-૪, ૨૦-૧૪૦-૪ વગેરે. સૌ દેવો પણ તેમને સોમરસના પાન માટે નિમંત્રે છે : आ नूनं यातमश्विने॒मा ह॒व्यानि वां हिता । ક્રમે સોસાસો બંધિ તુવંશે યવિમ જ્વેષુ વામથ ॥ (અથર્વ ૨૦-૧૪૧-૪) ‘અશ્વિનૌ’ ઃ દેવોના વૈદ્યરાજ (Physicians) : સૈવ્યા મિષના વેદ, બ્રાહ્મણગ્રંથો તેમજ પુરાણોમાં ‘અશ્વિનૌ’ (અશ્વિનીકુમારો)ને દેવોના વૈદરાજ બતાવ્યા છે (કૌ. બ્રા. ૧૮/૧, ઋ. ૮-૧૮-૮ વગેરે) ઋગ્વેદ-અથર્વવેદનાં અનેક અશ્વિનસૂક્તોમાં તેમને વૈદરાજ તરીકે નવાજયા છે, જેમકે : યન્નાસા મુખ્યથો યા ટેવ મિષખ્યથઃ । (અથર્વ. ૨૦-૧૪૦-૧), અર્થાત્ હૈ નાસત્ય દેવો ! તમે અમારાં ભરણ-પોષણ કરો છો, કારણ કે તમે અમારાં ભિષક્ ચિકિત્સા-કર્મ કરો છો.' દેવો, મનુષ્યો અને ઉપાસકોનાં દુઃખ-દર્દ દૂર કરવા તે સ્વર્ગ, પૃથ્વી અને જળ-ત્રણેય સ્થાનોની ઔષધિઓ લઈને આવે છે, અને ત્રિધાતુ એટલે કે વાત, પિત્ત અને કફને સમ કરી આરોગ્ય બક્ષે છે - त्रिनो॑ अश्विना दि॒व्यानि मषे॒जा त्रिः पार्थि॑वानि त्रिरुं दत्तम॒द्भ्यः । ઓમાન શ યોર્મમાય મુનને ત્રિધાતુ શર્મ વતં શુભસ્પતી ॥ (ઋ. ૧-૩૪-૬) અશ્વિનો અહીંની અને દૂરની ઔષધિ લાવી સૌનું રક્ષણ કરે છે, એવા ભાવાર્થના ઋગ્વેદઅથર્વવેદના મંત્રો સમાન છે, જેમકે સરખાવો ઋ. ૮-૯-૧૫, અથર્વ. ૨૦-૧૪૧-૫. આમ, અશ્વિના પોતાના ઉપચારથી આંખો આપવાનું (ઋ. ૧-૧૧૬-૧૬), માંદાને સાજા કરવાનું અને અપંગને સ્વસ્થ
SR No.520781
Book TitleSambodhi 2007 Vol 31
Original Sutra AuthorN/A
AuthorJ B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages168
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy