SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ 230 જિતેન્દ્ર બી. શાહ SAMBODHI જેકોબીએ પોતાનો મત બદલ્યો હતો. ભારતીય વિદ્વાનનો લેખ વાંચી યુરોપના વિદ્વાને પોતાનો મત બદલ્યો હોવાની ઘટના બહુ જૂજ બની છે. આ લેખની જર્મનના વિદ્વાનોમાં બહુ જ પ્રશંસા થઈ. જીવન પરિવર્તન : આ અરસામાં જ પૂનામાં સર્વન્ટસ ઑફ ઇન્ડિયા સોસાયટીના કાર્યાલયમાં ગાંધીજી સાથે મુલકાત થઈ. તેમણે તેમની સાથે વિચાર વિનિમય કર્યો. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. આ અંગે તેઓ સ્વયં લખે છે કે पूने में रहते समय, हमें स्वर्गीय लोकमान्य तिलक और महात्मा गांधी आदि महापुरुषों का भी साक्षात् परिचय हुआ। और हमारे जीवनमार्ग में विशिष्ट परिवर्तन घटित हुआ। जिस वेष की चर्या का आचरण हमने मुग्धभाव से बाल्यकाल ही में स्वीकृत किया था उसके साथ हमारे मन का तादात्म्य न होने से, हमारे मनमें, अपनी जीवनप्रवृत्ति के विषय में एक प्रकार का बड़ा भारी आन्तरिक असंतोष बढ़ता जाता था । अन्तर में वास्तविक वीरागता न होने पर भी केवल बाह्य वेश की विरागता के कारण लोकों द्वारा वंदन-पूजनादि का सन्मान प्राप्त करने में हमें एक प्रकार की वंचना प्रतीत होती थी। इस लिए गुरुपद के भार से मुक्त होकर किसी सेवक पद का अनुसरण करने का हम मनोरथ कर रहे थे और अपनी मनोवृत्ति के अनुकूल सेवा का उपयुक्त क्षेत्र खोज रहे थे । सन् १९२० में, देश की मुक्ति के लिए महात्माजी ने असहयोग आन्दोलन का मंगलाचरण किया और उसी के अनुसंधान में राष्ट्रीय शिक्षण के प्रचार निमित्त, अहमदाबाद में गूजरात विद्यापीठ की स्थापना का आयोजन हुआ । मित्रों की प्रेरणा एवं महात्माजी की आज्ञा से प्रेरित होकर पूना से अहमदाबाद पहुंचे और वहां, अपनी मनोवृत्ति के अनुरूप कार्यक्षेत्र पाकर एक सेवक के रूप में, गूजरात विद्यापीठ की सेवा में सम्मिलित हुए । (किञ्चित् वक्तव्य, प्रबन्ध चिन्तामणि पृ० २) તેમણે જૈન સાધુજીવનની મર્યાદાઓ છોડી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડવાની જાહેરાત કરી. તેઓ પૂનાથી ગાંધીજીની સાથે જ અમદાવાદ આવ્યા. સને ૧૯૨૦માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ તેમાં મુનિજી સેવક તરીકે જોડાયા. રાષ્ટ્રીય પુનરુત્થાન માટે પ્રાચીન સંસ્કૃતિના વિવિધ અંગોનું અધ્યયન અને સંશોધનની આવશ્યકતા હતી તેથી ગાંધીજીએ ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના કરી અને તેના આચાર્યપદે મુનિજીને નિયુક્ત કરવામાં આવ્યા. આ મંદિરમાં તે સમયના અનેક વિદ્વાનો જોડાયા અને તેમણે ભારતીય સંસ્કૃતિના મહત્ત્વપૂર્ણ ગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું અને કરાવ્યું. મુનિજીએ મોગ્યલાન થેરકૃત પાલિશબ્દકોશ, અભિધાનપ્પદીપિકા, પ્રાકૃતકથા સંગ્રહ, પાલીપાઠાવલી, પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ આદિ સંશોધનાત્મક તથા છાત્રોપયોગી ગ્રંથોનું પ્રકાશન કાર્ય કર્યું. પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ : ગૂજરાત વિદ્યાપીઠમાં તેમણે પુરાતત્ત્વ ગ્રંથાવલીનો પ્રારંભ કર્યો હતો. તેમાં તેમણે જ સંપાદિત
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy