SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ 228 જિતેન્દ્ર બી. શાહ SAMBODHI પહોંચ્યા ત્યાં તેમને મુનિ સુંદરવિજયજી મળ્યા તેમનો પરિચય થયો તેઓએ કિશનસિંહના અભ્યાસની વ્યવસ્થા કરી. તેમણે વિ. સં. ૧૯૬૬માં પાલી પાસે ભાખરી ગામમાં જૈન મૂર્તિપૂજક દીક્ષા અંગીકાર કરી અને તેઓનું નામ જિનવિજયજી રાખવામાં આવ્યું. પછી તો આ નામે જ જીવનભર ઓળખાયા. દીક્ષા પછી તેમને આચાર્ય વિજયવલ્લભસૂરિનો પરિચય થયો. તેમની સાથે ર-૩ પંડિતો પણ હતા. મુનિજીને તો જ્ઞાનની અદમ્ય પિપાસા હતી, તેથી તેઓ વલ્લભસૂરિ સાથે જોડાયા અને તેઓ પુનઃ ગુજરાત તરફ વિચરણ કરવા લાગ્યા. માર્ગમાં તેઓએ પાટણમાં હસ્તલિખિત ગ્રંથભંડારોનું અવલોકન કર્યું. હવે તેમનું જ્ઞાન પરિપક્વ થવા લાગ્યું હતું. નવા નવા ગ્રંથો વાંચવા મળતા તેમની જ્ઞાનભૂખ સંતોષાવા લાગી હતી. ટોડ રાજસ્થાન નામનો ગ્રંથ વાંચતા તેમને ઈતિહાસ અને પુરાતત્ત્વના વિષયમાં રસ પડ્યો. ત્યાર બાદ વિહાર કરીને તેઓ પાટણથી મહેસાણા આવ્યા. અહીં તેમને મુનિશ્રી કાંતિવિજય, મુનિશ્રી ચતુરવિજય અને મુનિશ્રી પુણ્યવિજયજીનો પરિચય થયો. પૂ. કાંતિવિજયજી માટે તેઓ લખે છે કે – विद्यमान जैन साधु समूह में जिस ज्ञान निमग्न स्थितप्रज्ञ मुनिमूर्ति का दर्शन एवं चरण स्पर्श करने से हमारी इस ऐतिहासिक जिज्ञासा का विकास हुआ उस यथार्थ साधु-पुरुष पूज्यपाद प्रवर्तक श्रीमत्कान्ति विजयजी महाराज की वात्सल्यपूर्ण प्रेरणा पाकर हमने यथाबुद्धि इस विषय में अपना अध्ययन-अन्वेषण-संशोधन-संपादना वि. कार्य करना शरू किया । (चिन्तामणि प्रास्ताविक-किञ्चित् પ્રવન્ય) તેમની પાસેથી મુનિશ્રીને અનેક અલભ્ય-દુર્લભ ગ્રંથોની માહિતી પ્રાપ્ત થઈ. પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદનની તાલિમ મળી. આ ત્રણેય મુનિઓ મુનિશ્રીના જીવનની પ્રેરણા અને સક્રિય સહયોગના સ્ત્રોત બન્યા. મુનિશ્રીએ મુનિશ્રી કાંતિવિજયજીના સ્મારકરૂપે શ્રી કાંતિવિજય જૈન ઇતિહાસમાળાનો પ્રારંભ કર્યો હતો. જેમાં અનેક મહત્ત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન થયું અને વિદ્વાનોએ તેનું અભિવાદન કર્યું. | મુનિજી હવે સાંપ્રદાયિક સંકુચિતતા છોડી વિદ્યાજગતના વિશાળ ગગનમાં વિહરવા લાગ્યા હતા. ભિન્ન ભિન્ન પ્રાંતના સામયિકો અને સંશોધન પત્રિકાઓ વાંચતા અને લેખો પણ લખતા હતા. તેઓએ ગુજરાતી ભાષામાં લેખો લખવાનો પ્રારંભ કર્યો. તેમના લેખો ગુજરાતી સામયિક ગુજરાતી, જૈન હિતેષી, પ્રસિદ્ધ દૈનિકપત્ર મુંબઈ સમાચાર આદિમાં છપાતા હતા. તેમણે પાટણ ભંડારમાં પ્રાપ્ત શાકટાયનના જૈન વ્યાકરણ તથા અન્ય દુર્લભ ગ્રંથો વિશે એક લેખ તૈયાર કર્યો અને તે સમયની સુપ્રસિદ્ધ પત્રિકા સરસ્વતીમાં છાપવા મોકલ્યો. આ લેખ વાંચી હિંદી સાહિત્યના સુપ્રસિદ્ધ વિદ્વાનું મહાવીરપ્રસાદ દ્વિવેદી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે જિનવિજયજીને પાટણના ગ્રંથભંડારો વિશે વિસ્તૃત લેખ લખવા આમંત્રણ આપ્યું અને તે લેખ સરસ્વતીમાં છાપ્યો. આમ તેઓ
SR No.520780
Book TitleSambodhi 2006 Vol 30
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages256
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy