________________
Vol. XXX, 2006
મૈત્રક રાજા ધ્રુવસેન ૨ જનું જેસર દાનશાસન,...
215
આ તામ્રપત્રોમાં વ.સં. ૩૧૦ થી ૩૧૩ સુધીનાં દાનપત્રો દિવિરપતિ વત્રભષ્ટિએ લખેલાં છે, જ્યારે વ.સં. ૩૨૦ થી વ.સં. ૩૨૩ સુધીનાં દાનપત્રોનો લેખક વત્રભટ્ટિનો પુત્ર અંદભટ છે. વિ.સં. ૩૧૦ થી વ.સં. ૩૧૯નાં દાનપત્રોનો દૂતક સામન્ત શીલાદિત્ય છે જેમાં વ.સં. ૩૧૩, જયે. સુ. ૧૦ નાં તામ્રપત્રોના દૂતક શીલાદિત્યને રાજપુત્ર કહ્યો છે. આ પહેલાં ધરસેન ૩ જાના (વલભી) સં. ૩૦૪ અને ૩૦૫ નાં દાનશાસનોમાં દૂતક શીલાદિત્યને “રાજપુત્ર સામન્ત' કહ્યો છે, આથી એ (વલભી) સં. ૩૦૫ અને ૩૧૦ ની વચ્ચે “રાજપુત્ર' મટી ગયો હોવો જોઈએ. આમ ધ્રુવસેન રજાનાં વ.સં. ૩૧૦ થી સં. ૩૧૯ સુધીનાં બીજાં બધાં દાનશાસનોમાં એને માત્ર “સામન્ત' કહ્યો
છે, જયારે વચ્ચેના આ એક દાનશાસનમાં એને “સામન્ત’ને બદલે “રાજપુત્ર' કહ્યો છે, જે સ્પષ્ટતઃ - લેખકની સરતચૂક લાગે છે. વ.સં. ૩૨૦ અને ૩૨૧ના દાનપત્રોના દૂતક “રાજપુત્ર ખરગ્રહ અને વ.સં. ૩૨૩ના દાનશાસનના દૂતક “રાજપુત્ર ધરસેન' છે.
દાનશાસનમાં નિર્દિષ્ટ સ્થળો પૈકી દેવભૂમિનું સ્થળ પેખાવટ એ હાલના ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું પિયાવા ગામ હોવાનું જણાય છે. પિયાવા એ દાનશાસનના પ્રાપ્તિસ્થળ જેસરથી પશ્ચિમે લગભગ ૧૩૦ કિ.મી. દૂર છે. આ પેખાવટ ગ્રામ જે સ્થલીમાં આવેલું છે તે ઓસાતિવોટસ્થલી હાલના સાવરકુંડલા તાલુકાના વાંશિયાળી સાથે બંધ બેસે છે, જે પિયાવાથી ઉત્તર-પશ્ચિમે લગભગ ૩૨ કિ.મી. દૂર છે. ઉત્તર દિશામાં જે વિવીત ગામનો રસ્તો પસાર થતો દર્શાવ્યો છે તે હાલનું વા ગામ સંભવતઃ માની શકાય. ભાષાકીય વ્યુત્પત્તિની દષ્ટિએ બંધબેસતું નથી છતાં પિયાવાથી ઉત્તરમાં લગભગ ૨૦ કિ.મી.ના રસ્તે છે અને આ ગામની નજીક હાલ હઠીલાના ટીંબા' તરીકે ઓળખાતો પ્રાચીન ટીંબો, ત્યાં પ્રાચીન નગરીના અવશેષો, પ્રાચીન વાવ અને વારાહી દેવીનું સ્થાનક આજે પણ છે. ગામની દક્ષિણે મન્દસાતી નદીનો ઉલ્લેખ છે, જેનું હાલનું અભિજ્ઞાન થઈ શકતું નથી. એની ઉત્તરે આવેલ રામસ્થલી આ જ તાલુકાનું રામગઢ હોવાનું જણાય છે. દાનનો પ્રતિગ્રહીતા બ્રાહ્મણ જયાં નિવાસ કરતો હતો તે મટસર ગામ હાલનું સાવરકુંડલા તાલુકાનું મઢડા હોય, જે પિયાવાથી દક્ષિણે ૮૦-૮૫ કિ.મી. દૂર જણાય છે. પશ્ચિમ દિશામાં યમલ વાપી આવેલી હોવાનો નિર્દેશ છે.
આ પૂર્વે ૧૯૧૫માં જેસરમાંથી મૈત્રક રાજા શીલાદિત્ય ૩જાનાં (વલભી) સં. ૩૫૭, દ્વિતીય પૌષ, વદિ ૪ (ઈ.સ. ૬૭૬)નાં તામ્રપત્ર પ્રાપ્ત થયાં હતાં. જેની ૧૯૧૬માં ડૉ. ડી. આર. ભાંડારકરે નોંધ લીધી હતી (EI, Vol. XXI, p.210) અને આર.ડી. બેનરજીએ પ્રસિદ્ધ કર્યા છે. (EI, Vol. XXII, p.114 ff). એમાં સામ્બદત્તના પુત્ર બ્રાહ્મણ દીક્ષિતને સુરાષ્ટ્રમાં મડસરસ્થલીમાં આવેલા મસર ગામમાં ૨૫ પાદાવર્ત વિસ્તારવાળી વાવ દાનમાં આપી હોવાનું નોંધ્યું છે. શીલાદિત્ય ૧લાના વલભી) સં. ૨૯૦ (ઈ.સ. ૬૦૯)ના ઢાંકના તામ્રપત્રોમાં યમલ વાપીનો નિર્દેશ છે.૧૧
દાનશાસનમાં આપેલી ભૂમિનું માપ પાદરવર્તમાં જણાવ્યું છે. એક પાદાવર્ત ભૂમિ એટલે એક પાદ (ફૂટ) લાંબો ને એક પાદ પહોળો ભૂમિનો ટુકડો. આ અનુસાર ૧૦૦ પાદાવર્તનું ક્ષેત્ર