SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Vol-1, XXIX “પુરાવસ્તુ અને શિલ્પ' અભ્યાસક્રમ અહેવાલ 175 કરતા. એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટના વહીવટી અને તકનીકી મહેકમે કાર્યક્રમને સફળ બનાવવા છેવટ સુધી જહેમત ઉઠાવી હતી. કમ્યુટરકાર્ય કેયૂર ભટ્ટે કર્યું હતું. તો છાત્ર મહેમાનોની હા-નાસ્તાની સરભરાનું કામ સંસ્થાના વર્ગ-૪ ના કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક ઉપાડી લીધું હતું. સંસ્થાના કર્મચારી કેશાજીએ વ્યાખ્યાન દરમ્યાન પ્રોજેક્ટર સહાયકની ભૂમિકા સરસ રીતે નિભાવી હતી. તા. ૧૪-૩-૨૦૦૫ ના ઉદ્દઘાટનમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના કુલનાયક અને ઉદ્ઘાટક શ્રી અરુણ દવેએ આ પ્રકારના અભ્યાસકર્મો વધુને વધુ યોજવા પર ભાર મૂક્યો હતો. ગુજરાત રાજય પુરાતત્ત્વ ખાતાના નિયામક શ્રી યદૂબીરસિંહ રાવતે આ કાર્યક્રમ, અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજાશે તો તમામ સહયોગની ખાતરી આપી હતી. અતિથિવિશેષ રસેશ જમીનદારે કાર્યસફલતાની કામના રાખી, વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાનો પ્રકાશિત કરવા ખાસ અનુરોધ કર્યો. સંસ્થા નિયામક જિતેન્દ્ર શાહે આ કાર્યક્રમની સફળતા માટે રવિ હજરીસના પ્રયત્નોને બિરદાવી, ભવિષ્યમાં પણ તેઓ આવા અભ્યાસક્રમ ઘડી આપશે એવી આશા વ્યક્ત કરી. અલ્પાહાર સાથેની ઉદ્ઘાટન સમારોહની પૂર્ણાહુતિ બાદ સાંજે વિદ્યાર્થીઓ સમક્ષ જિતેન્દ્ર શાહે ““જૈનમૂર્તિ વિધાન” (Jain Iconography) પર વિષયે વ્યક્તવ્ય આપી વ્યાખ્યાન શ્રેણીનો શુભારંભ કર્યો. વક્તાં “જૈનવિદ્યા' (Jainology) વિષયના યુવા પંડિત ગણાતા હોઈ, એમની તજ્જ્ઞતાનો લાભ શ્રોતાગણને મળ્યો. તા. ૧૫-૭ ના રોજ “ઇતિહાસ નિરુપણમાં શિલ્પ - વિજ્ઞાન'ના વક્તા હતા રસેશ જમીનદાર. વ્યાખ્યાન વિદ્વતાસભર રહ્યું. આ દિવસનું બીજું દષ્યશ્રાવ્ય વ્યાખ્યાન પૂરા - કલાવિદ્ રવિ હજરનીસે “પ્રાગઔતિહાસિક સુશોભન રેખાંકન અને શૈલચિત્રો' વિશે આપેલ. વક્તા ગુજરાતમાં શૈલચિત્રો (Rock Art of Gujarat)ના શોધક ગણાતા હોઈ, વિદ્યાર્થીઓને તેથી મહત્ત્વની શોધખોળની માહિતી મળી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય માહિતી ખાતા, અમદાવાદ દ્વારા શૈલચિત્રોની શોધની ગાથા રજૂ કરતી દસ્તાવેજી ફિલ્મ “સાબરકાંઠાનાં શૈલાશ્રય ચિત્રો” બતાવવામાં આવી. તા. ૧૬-૩ના દિવસે ગુજરાત રાજય પુરાતત્ત્વ ખાતાના ઉત્તર - વર્તુળના અધિક્ષક પુરાતત્ત્વવિદ્ (Superintending Archaeologist, Northern circle) અમદાવાદના શ્રી મુનીન્દ્ર જોષીએ ગુજરાતના બૌદ્ધશિલ્પો વિષયે વ્યાખ્યાન આપ્યું. જેથી બૌદ્ધકલા અને બૌદ્ધશિલ્પોનો છાત્રોને તેના પ્રાપ્તિસ્થાન સમેત પરિચય મળી રહ્યો. બીજું વ્યાખ્યાન ભો. જે. અધ્યાપન અને સંશોધન સંસ્થાના અધ્યક્ષા ડૉ. ભારતીબેન શેલતનું હતું. વિષય હતો “પુરાતત્ત્વના સાધન તરીકે અભિલેખો અને તેનાં પ્રતીકો.'' | આપણા પ્રાચીન ધરોહરની જાળવણી જેટલી જરૂરી છે એટલું જ પુરાવસ્તુના કાયદા કાનૂનનું સ્થાન મહત્ત્વનું છે. વિષયની જાણકારી હોય તો પણ કાયદાથી અજાણ હોઈએ તો એ અક્ષમ્ય ગણાય. લોકોમાં આ કાયદાકીય સભાનતા લાવવા આનુષંગિક પુરાતત્ત્વ અધિનિયમ' વિષય પર વ્યાખ્યાનના વક્તા હતા ગુજરાત રાજય પુરાતત્ત્વ ખાતાના સહાયક પુરાતત્ત્વ નિયામકશ્રી ભગવાનદાસ મકવાણા. જ્યારે આજ દિવસે એટલે ૧૭-૩-૨૦૦૫ના બીજું વ્યાખ્યાન ક્ષત્રપ અને ગુપ્તકાલના ગુજરાતનાં શિલ્પો' (Khatrapa and Gupta sculptures of Gujarat) વિષયે હતું, જેના વક્તા હતા રવિ
SR No.520779
Book TitleSambodhi 2005 Vol 29
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages242
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy