________________
Vol-1, XXIX
સ્થાનાંગસૂત્રમાં વર્ણિત સંગીત કલાનાં તત્ત્વ
159
જંબૂઢીપાનુવતીમાં બતાવવામાં આવ્યું છે કે કરોડો વર્ષ પૂર્વ ભારતમાં દસ પ્રકારનાં કલ્પવૃક્ષ હતા. તેમાંથી એકનું નામ તુદિયંગ અથવા તુરિયંગ હતું. તેણે માનવને ચાર પ્રકારનાં સંગીત વાદ્ય આપ્યાં.
રાજપ્રશ્નીય એક મહત્વપૂર્ણ આગમ ગ્રંથ છે. જેમાં સ્થાન સ્થાન પર અનેક વાઘોનો ઉલ્લેખ મળે છે. સૂર્યાભદેવ દ્વારા જમ્બુદ્વીપ દર્શનના સમયે નિપુણ પુરુષો દ્વારા વાદિલ વગાડવાનો ઉલ્લેખ છે. જેમાં તત્રી, વીણા, હસ્તકલા, કાંસ્યતાલ, મેઘની સમાન ગર્જના કરનાર મૃદંગ આદિ વાદ્યોનો ઉલ્લેખ મળે છે.
નીય-વાય-તંતી-ત-તા-તુડિય-પUT-મુકું
पडुप्प वादियरवेणं दिव्वाइ भोग भोगाइ मुञ्जमाणे विहरति ।।२८ રાજપ્રશ્નીય સૂત્ર ૬૪માં તુરીય અર્થાત્ તેની અંતર્ગત શંખ, સિંગ, ખરમુખી, આદિ વિવિધ ૬૦ પ્રકારનાં વાઘોનો ઉલ્લેખ મળે છે.
આચારાંગમાં લિક્રિયા અને કિરિકિરિયા - આ બે વાદ્યોનો ઉલ્લેખ છે. સૂત્રકૃતાંગમાં મુક્યવીણા અને વેણુપલાસીય આ બે વાઘોનો ઉલ્લેખ મળે છે. સ્થાનાંગમાં ચાર પ્રકારનાં નાટ્યોનો નામોલ્લેખ પણ પ્રાપ્ત થાય છે.
૧. અંચિત, ૨. રિભિત, ૩. આરભટ, ૪. ભખોલ. જેમાં અંગ-પ્રત્યંગની ક્રિયાઓ એક સાથે કરવાની હોય છે. ૨૯
આમ સંગીત એક કલા છે જેમાં આનંદ પ્રદાન કરવાની અતૂટ શક્તિ છે. સંગીતનો શરીર, મન અને આત્મા સાથે અતૂટ સંબંધ છે.
- સંગીતના સૌન્દર્યનો ઉપયોગ માનવ પોતાના મસ્તિષ્કની સંવેદનાઓથી મુક્ત થવા તથા મનોભાવોને સંતુષ્ટ કરવાને માટે કરે છે. અતીત કાલથી સમ્રાટ, રાજા-મહારાજા, રાજકુમાર તથા અન્ય શાહી વ્યક્તિ ગાયન, વાદન તથા નૃત્યાદિ દ્વારા પોતાની ભૌતિક ચિન્તાઓ અને વ્યાકુળતાઓ દૂર કરતા આવ્યા છે. સંગીત દ્વારા મસ્તિષ્કને વિશ્રામ અને શાન્તિ મળે છે.
સંગીત માનવના રોગો અને દુર્બળતાઓથી મુક્ત કરનારું મનોવૈજ્ઞાનિક સાધન છે. ભારતીય ઋષિ મુનિઓ એ પણ રોગ નિવારણમાં સંગીતના મહત્ત્વનો સ્વીકાર કર્યો છે. આજ-કાલ બીમારીઓને ઓછી કરવા માટે શાસ્ત્રીય-સંગીતનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય જનતા સદા ધાર્મિક વૃત્તિવાળી રહી છે, અને આ ધાર્મિક પ્રવૃતિઓમાં સંગીત કલાનો જ ઉપયોગ કરવામાં આવે છે.
આ પ્રકારે સંગીત પ્રાચીન કાળથી જ વિવિધ ધર્મોના અને જાતિઓના મનુષ્યો દ્વારા સ્વીકૃત કલા છે, જેનું મહત્ત્વ સર્વકાલે સર્વદેશમાં અધિક રહ્યું છે.