________________
Vol-1, XXIX
ધર્મ અને કલા
139
પત્ની પાર્વતી સમક્ષ તાંડવ તથા લાસ્યનૃત્ય કરતા હતા. વેદોના વખતમાં લોકો ખુલ્લા મેદાનોમાં નૃત્ય-સમૂહનૃત્ય કરતા હતા. અગ્નિપુરાણ, વિષ્ણુપુરાણ, માર્કંડેય પુરાણ વગેરેમાં નૃત્ય વિશે સંખ્યાબંધ ઉલ્લેખો મળે છે. કાલિએ મહિષાસુર રાક્ષસને મારતી વેળાએ રૌદ્રનૃત્ય કર્યું હતું. ઇન્દ્ર પાસે ગાયન-વાદન અને નૃત્ય માટે ચોસઠ ગાંધર્વો તથા અપ્સરાઓ હતાં. તેની ચિત્રસેના નામની પ્રખ્યાત નર્તકીએ અર્જુનને નૃત્યકળા શીખવી. અર્જુને પોતે પણ વિરાટ રાજાની પુત્રી ઉત્તરાને ગુણવેશે નૃત્યકળા શીખવી હતી. નરસિંહ, મીરાં વગેરે પોતાના ઇષ્ટદેવની મૂર્તિ સન્મુખ ભાવાવેશમાં નૃત્ય કરતા તેવા ઉલ્લેખ જોવા મળે છે. ચીન, જાપાન, મિસર, સિયામ, જાવા, બાલિ વગેરે પ્રજાઓમાં મંદિરમાં દેવ-દેવી સમક્ષ નૃત્ય કરવાની પ્રથા પ્રચલિત હતી. યુરોપ-અમેરિકામાં કલાસિકલ-ડાન્સનાં મૂળ પ્રાચીન ગ્રીસ યુનાનની ધાર્મિક નૃત્યકળાઓમાં છે. બાઈબલમાં પણ નૃત્ય વડે પ્રભુનું સ્તવન કરવાના ઉલ્લેખો મળે છે. આ જ હકીકત ઈસ્લામ અને સૂફીવાદમાં જોવા મળે છે. માશૂકના મિલનના આવેશમાં નૃત્યો થતાં.
નૃત્ય-સંગીતની જેમ ચિત્ર-સ્થાપત્ય વગેરે કલાઓએ પણ ધર્મના આનુષંગે જે અદ્ભુત વિકાસ સાધ્યો છે તે નોંધપાત્ર છે. હિંદુ દેવમૂર્તિઓનું વિશિષ્ટ કલાવિધાન, ભીત્તિચિત્રો, ગોપુરમુ, શિખરો વગેરેની કલાકારીગરી મુગ્ધકારી છે. અજંતા-ઈલોરાનું કલાવિધાન બૌદ્ધ ધર્મપ્રેરિત છે, તો જૈન મંદિરોમાં આરસમાં કંડારાયેલા સાંપ્રદાયિક કથાપ્રસંગો કલાકારની સૂક્ષ્મ કલાસૂઝ, કલાપ્રિયતા અને વિસ્મયકારી કલાનૈપુણ્યનું દર્શન કરાવે છે. મસ્જિદોના શિલ્પ-સ્થાપત્યમાં પણ ઉચ્ચ કોટિની કલાસૂઝ જોવા મળે છે.
ધર્મભાવનાએ કલાકારોને પ્રેરણા આપી છે અને મબલખ વિષયવસ્તુ પૂરું પાડ્યું છે. કલાકૃતિની નિર્મિતિ માટે રાજકીય કે સામાજિક જીવન કરતાં ધાર્મિક પ્રસંગોએ કલાકારોને વિશેષ આકર્ષ્યા છે, એનું કારણ ધર્મની સનાતનતા છે. આથી જ યુગે યુગે ધર્મ કલાકારની ચેતનાને સ્પંદિત કરી છે. પોતાની કૃતિ દ્વારા કોઈ ગૂઢ રહસ્યને, ગોપિત સત્યના સૌંદર્યને આકાર આપવા ઇચ્છતા કલાકારને ધાર્મિક ભાવનાઓ જ પ્રેરિત કરી શકે. ધર્મે કલાના વિકાસની યોગ્ય સુદૃઢ ભૂમિકા સર્જી આપી છે.
કલાકારની પાત્રતા માટે શિલ્પશાસ્ત્રમાં આપેલું ધોરણ ધ્યાનમાં રાખવા જેવું છે. “કલાકાર વેદોનો જાણકાર હોવો જોઈએ. પ્રભુભક્તિમાં તે આનંદ માણતો હોય, સ્વપત્ની પ્રત્યે તેને ભારે અનુરાગ હોવો જોઈએ. પરસ્ત્રીનો તો કલાકારથી સહવાસ પણ ન થાય. વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ એ કલાકારનું આવશ્યક લક્ષણ...૧૫
કલાકારની આવી યોગ્યતા પ્રત્યેક યુગને શોભા અપાવે તેવી છે. અતિવિલાસી, સ્ત્રીસમૂહોનો શોખીન, વ્યસની અને ધર્મને સગવડ પ્રમાણે પ્રયોજનાર ઉદ્દામ પુરુષ કલાકાર હોય એવી માન્યતા આપણા કલાવિધાનને માન્ય નથી.
અહીં કલા અને નીતિનો પ્રશ્ન ઉદ્ભવે છે. પરંતુ એકાગ્ર, એકનિષ્ઠ અને સ્થિર સંયત