________________
Vol-1, XXIX
ધર્મ અને કલા
137
પ્રાચીનકાળથી કલાસર્જનમાં ધર્મની પ્રેરણા :
ધર્મ એ પ્રત્યેક રાષ્ટ્રની અસ્મિતાને - સંસ્કૃતિને ઘડનારું મહાન પ્રેરક બળ છે. પ્રાગૈતિહાસિક યુગમાં માનવે ગુફાઓ અને શૈલાશ્રયોમાં પશુ, આખેટનાં દશ્યો અને ચિહ્નો-પ્રતીકો ખૂબ વાસ્તવિકતાથી દોરેલા, તે આપણને વિશ્વના, ભારતના અને ગુજરાતના ભાગોમાંથી મળી આવ્યા છે.' આદિમ જગતનું આવું જુસ્સાપૂર્ણ જીવંત આલેખન અદ્ભુત છે. ! તે ધાર્મિક, સામાજિક અને આર્થિક માન્યતાઓ અને પરિસ્થિતિ બતાવતી નિરક્ષર માનવના રોજિંદા જીવનની કિતાબ છે. પ્રાગૈતિહાસિક સમયે ધાર્મિક માન્યતાસ્વરૂપે, ધર્મની શરૂઆતના, માનવ સંસ્કૃતિના ઉષઃકાલે વિશ્વની અનેક વસાહતોમાંથી પકવેલી માટીની વિપુલ માતૃકાઓની આકૃતિઓ-પૂતળીઓ મળી આવી છે. આમ આ કાળે માનવ કલા સાથે સંલગ્ન હતો અને એ પાછળ ધાર્મિક માન્યતાઓ હતી, જેના સંદર્ભ હવે આપણને પ્રાપ્ત થયા છે.
સિંધુ-સંસ્કૃતિમાં પ્રચલિત માન્યતાઓ - ધર્મ ને કલાનો ખ્યાલ અવશેષરૂપ મળેલી વિવિધ મુદ્રાઓ અને મુદ્રાંકનો-જેમાં પશુપતિ, નંદી, લિંગ, યોની, માતૃકાઓ, સ્વસ્તિક અને યોગિક આસનો બતાવતી આકૃતિઓ વગેરે કોઈ શૈવધર્મના પૂર્વકાલીન પ્રકારનો અને માતૃકા-શક્તિસંપ્રદાયનો નિર્દેશ કરી જાય છે. જે પ્રકારો વિશેષ મહત્ત્વ ધરાવતા હોય અને પછીના કાળે ધાર્મિક સ્વરૂપે પરંપરામાં સાકાર થયા હોય તો એ શક્યતા નકારી ન શકાય. યોગિક આસનોવાળી આકૃતિઓ આગળ જતાં યોગ-સાધના સ્વરૂપે મૂર્ત થઈ હોય. ગુજરાતના સિંધુસંસ્કૃતિની નગવાડા વસાહતના ઉખનનમાંથી માટીની માતૃકાદેવીની એક પ્રતિમા મળી છે. જે ગુજરાતમાંથી પ્રાપ્ત સૌથી પ્રાચીન માતૃકા-પ્રતિમા કહી શકાશે. વૈદિકકાલે માતૃકાદેવી ‘પૃથ્વી' તરીકે અને સમય જતા એ અદિતિ, પ્રકૃતિ, દુર્ગા, ગૌરી, કાલી, ભવાની, ચામુંડા, મહેશ્વરી, કાલરાત્રી, કાત્યાયનીના વિવિધ સ્વરૂપે ઓળખાઈ. સિંધુ સંસ્કૃતિમાં અગ્નિપૂજા અને વૃક્ષપૂજાનાં પ્રમાણો મળ્યાં છે, જે વેદકાળમાં અને આજસુધી પરંપરામાં સચવાયેલાં જોવા મળે છે, જે પાછળ ધર્મની વિભાવના સ્પષ્ટ છે.
વેદકાલીન સંસ્કૃતિમાં “શિલ્પ' શબ્દ આવે છે. જેના અર્થ વિવિધ છે. સમય જતાં પ્રાચીન ભારતમાં આ અર્થમાં “રૂપ' શબ્દ વપરાતો; આપણી ભાષામાં આજે ‘રૂપગઢ' શબ્દ પ્રચારમાં છે. ઐતરેય બ્રાહ્મણમાં ‘શિલ્પ' શબ્દ મૂર્તિ, દર્પણ, વસ્તુ, ઘરેણાં, રથ વગેરે-ઘાટ આપવાની કલા અર્થે પ્રયોજાયો છે. કૌશીતકી બ્રાહ્મણમાં વર્ણિત “શબ્દ' ત્રણ પ્રકારે નૃત્ય, ગીત અને વાદન માટે સૂચવાયો છે." તૈત્તિરીય, બ્રાહ્મણમાં કલાત્મક રચનાઓ ઉપરાંત હસ્તકલા ઉદ્યોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય અગ્નિપુરાણ, સ્કંધપુરાણ-માહેશ્વર ખણ્ડ,“ વિષ્ણુધર્મોત્તર ખણ્ડ, ૯ ગરુડપુરાણ, ૧૦ ભવિષ્યપુરાણ,૧૧ મત્સ્યપુરાણ,૧૨ બૃહદસંહિતા, ૧૩ વગેરેમાં કલા અંગે જણાવેલ છે. શુક્રનીતિ ધર્મશાસ્ત્રનો પ્રાચીન ગ્રંથ હોઈ, એમાં ધર્મ-નીતિ સાથે મૂર્તિવિધાનને પણ સ્થાન અપાયું છે.*
અમરકોશ કલા-ધર્મ અર્થ શિલ્પ માટે આપે છે. અભિધાન ચિંતામણિમાં હેમચન્દ્ર, શિલ્પમાં