SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 132. જિતેન્દ્ર બી. શાહ, રવિ હજરનીસ SAMBODHI-PURĀTATTVA હથિયાર ઘસીને સુરેખ બનાવવામાં આવતું હતું, જેમાં અશ્મકુહાડી, પાનું, છીણી, રંદાનું પાનું અને હથોડી પ્રકારનાં હતાં. તેનો ઉપયોગ ઝાડ કાપવા, ચીરવા કે ઘસવા માટે થતો. હવે નવાગ્યયુગનો માનવ માટીનાં વાસણો બનાવવાનો હુન્નર શીખી ગયો હતો. પશુ-પાલન અને પ્રાથમિક કૃષિને કારણે એ ઠરીઠામ થયો હતો. અને ગ્રામ્યવસવાટ એટલે પુરાનિવેશના તબક્કામાં સુથારીકામ અને પર્ણકુટી વગેરે બનાવવા લાગ્યો; જો કે આગળ જોઈ ગયા તેમ કાશ્મીરના બુર્ઝહોમના ઉત્પનનથી ત્યાંના લોકોની ભોયરામાં રહેતા હોવાનું અને ચુલ્હા દ્વારા ગરમી મેળવતા હોવાનું સમજાય છે. અન્યત્ર ઝુંપડી બાંધીને રહેતા હોવાનું લાગે છે. ગુજરાતમાંથી જોખા સમીપથી આ કાલનું એક ઓજાર પ્રાપ્ત થયું હતું. પરન્તુ કુહાડીનાં પાના, રંદાનાં પાનાં કે છીણી વગેરે ઓજાર મળ્યાં નથી. આથી આ અંગેની વધુ ચર્ચા અસ્થાને છે. અંતમાં કહી શકાય કે તાજેતરની પ્રાગઔતિહાસિક શોધખોળથી હવે અશ્મઓજારો ઉપરાન્ત પુરાવશેષો અને કલાના નમૂનાઓ મળતા જાય છે. ચંદ્રાવતીના ગાલ પરની ભૌમિતિક કોતરણી, શૈલચિત્રો અને અશ્મિભૂત શાહમૃગ ઈંડા-કોચલા પરની ભાત વગેરે સૌંદર્યપૂર્ણ, સુશોભનાત્મક, પ્રતીકાત્મક, ગહન સામાજિક, ધાર્મિક અને કંઈક અંશે આર્થિક બાબતોની સૂચક છે. જે પરથી લાગે છે કે ઉક્ત વસ્તુઓ હવે અભ્યાસાર્થે પુરાતત્ત્વનો ઉમરો ઓળંગીને કલાના ઇતિહાસના ક્ષેત્રમાં પ્રવેશ પામી ચૂક્યા છે. પાદટીપ ૧. (સં.) પરીખ અને શાસ્ત્રી, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ-૧, અંતર્ગત હસમુખ સાંકળિયાનું પ્રકરણ-૪, પૃ. ૫૭ - ૨. ઉપર્યુક્ત પૃ. ૫૭ ૩. રવિ હજરનીસ, ગુજરાતની શિલ્પ-સમૃદ્ધિ એક વિહંગાવલોકન, અમદાવાદ, ૧૯૯૯, પૃ.૩ ૪. ઉપર્યુક્ત, પૃ. ૩ ૫. ઉપર્યુક્ત, નિવેદન, પૃ. ૧૧ - ૬. ઉપર્યુક્ત, નિવેદન, પૃ. ૧૧ ૭. ઉપર્યુક્ત, નિવેદન, પૃ. ૧૧ ૮. ઉપર્યુક્ત, પૃ. ૩ ૯. સાંકળિયા, ઉપર્યુક્ત, પૃ. ૫૮ ૧૦. ૨.ના.મહેતા, ભારતીય પ્રાણિતિહાસ, અમદાવાદ, ૧૯૮૨, પૃ.૫ ૧૧. સાબરકાંઠામાં સાપાવાડા, લાલોડા, ગંભીરપુરા અને ઈડર શૈલચિત્રોના કેન્દ્ર હતા. જુઓ (A) રવિ હજરનીસ અને એમ.ડી. વર્મા “સાબરકાંઠામાં મળી આવેલ પ્રાચીન ગુફાચિત્રો”, “કુમાર', ફેબ્રુ. ૧૯૭૯, પૃ. ૪૩ થી ૪૫ (B) ઉપર્યુક્ત લેખકો, “સાબરકાંઠાના પ્રાચીન શૈલાશ્રમ ચિત્રોનું સમયાંકન”, “વિદ્યાપીઠ” જાન્યુ-ફેબ્રુ. ( ૧૯૮૧, પૃ. ૪૭ થી ૪૯
SR No.520779
Book TitleSambodhi 2005 Vol 29
Original Sutra AuthorN/A
AuthorJ B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2005
Total Pages242
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy