________________
અભ્યાસ અને અનુસંધાન ક્ષેત્રે આગવું અર્પણ
મુનિ ભુવનચંદ્ર
સંબોધિ'-૨૦૦૨ એલ.ડી.ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી, અમદાવાદની શોધ પત્રિકા છે. આ વર્ષનો અંક સળંગ ક્રમે તેનો પચીસમો અંક છે. ભારતીય શોધ-સંશોધનની ઉચ્ચસ્તરીય સામગ્રી આ અંકમાં અપાઈ છે. સંસ્કૃત, શિલ્પ, દર્શનશાસ્ત્ર, ઇતિહાસ, ભાષા, કાવ્ય ઈત્યાદિ વિષયો પર અભ્યાસપૂર્ણ અને અભ્યાસયોગ્ય લેખો દ્વારા “સંબોધિ' ભારતીય વિદ્યાના ક્ષેત્રે આગવું અર્પણ કરી જાય છે. કુલ પંદર લેખોમાં ત્રણ ગુજરાતી અને બે હિંદી લેખો છે, બાકીના અંગ્રેજી છે. ગ્રંથમાં કેટલીક છાપભૂલો રહી ગઈ છે, અન્યથા સ્વચ્છ અને સૌમ્ય મુદ્રણથી અંક પઠનસૌકર્ય ધરાવે છે.
“રસસિદ્ધાંત પર દાર્શનિક પ્રભાવ' એ વિષય પર પી.આર.વોરાનો લેખ સંસ્કૃત નાટ્યસાહિત્યના રસો અંગે નવા જ દષ્ટિકોણથી વિચારણા રજૂ કરે છે. શ્રી તપસ્વી નાંદીનો લેખ સંસ્કૃત નાટ્યના એક પ્રકાર ‘ઉપરૂપક' અંગે પ્રૌઢ શૈલીની છણાવટ કરે છે. પારુલ કે.માંકડે “અલંકારમારિકા અંતર્ગત અલંકારોનું તુલનાત્મક અધ્યયન તેમના લેખમાં આપ્યું છે. વિપર્યાસ અને અન્યથાખ્યાતિનું દાર્શનિક દૃષ્ટિએ તુલનાત્મક, સૂક્ષ્મગ્રાહી અને વૈદૂષ્યપૂર્ણ અધ્યયન કરતો ડો. યજ્ઞેશ્વર શાસ્ત્રીનો લેખ ખરે જ પ્રભાવક છે. માધ્યમિકોનું “શૂન્ય' એ “અસ” નથી, શૂન્યવાદ એ ઉચ્છેદવાદ નથી, માધ્યમિકોના અસખ્યાતિવાદનું ખંડન કરવામાં અન્ય દાર્શનિકોએ થાપ ખાધી છે – વગેરે નિષ્કર્ષો ધ્યાનાર્હ છે. પૌરાણિક વેનની કથાનો સંબંધ આકાશીય પિંડોના સર્જન-વિસર્જન સાથે હોવાની ધારણા પ્રો.ડી.જી.વેદિયાએ રજૂ કરી છે તે રસપ્રદ છે. બાબાનગર (કર્ણાટક)માંના શિલાલેખોની ચર્ચા કરતો ડો.હંપા નાગરાજૈયાહનો લેખ કર્ણાટકના જૈન રાજાઓ વિષે તથા તત્કાલીન જિન અભિષેકવિધિ વિષે ઘણી બધી ઐતિહાસિક વિગતો આપે છે.
સ્વભાવવાદ સંબંધિત ઉલ્લેખો અને શ્લોકો ઘણા બધા શાસ્ત્રોમાં ઉદ્ધત થયેલા જોવા મળે છે. શ્રી રામકૃષ્ણ ભટ્ટાચાર્યે આ વિષય પર સંશોધન હાથ ધર્યું છે, જેના વિષે એક લેખ આ અંકમાં છે. સ્વભાવવાદના પ્રવર્તક પુરુષનું નામ ક્યાંય મળતું નથી, વિવિધ દર્શનોના પ્રમુખ શાસ્ત્રકારો દ્વારા તેનું ખંડન જ મળે છે. એ દર્શાવે છે કે આ વાદ ઘણો પુરાણો છે. એ કદાચ એક માન્યતાના રૂપે લોકોમાં પ્રચલિત હશે. ઉપલબ્ધ શ્લોકોમાંથી તો તેનું આવું પ્રાથમિક સ્વરૂપ જ ફલિત થાય છે. વર્ષો અગાઉ શ્રી વી.એમ.કુલકર્ણીનો આ વિષય પરનો “Swabhavvada-Naturalism-A study નામક એક લેખ મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણમહોત્સવ ગ્રંથમાં પ્રકાશીત થયો હતો. આ શોધ શ્રી ભટ્ટાચાર્ય આગળ