________________
vol. XXVII, 2004 હેમચંદ્રઃ કાવ્યો,ચિંતન-જૈનદાર્શનિક્તા અને અલંકારશાસ્ત્રીય પરંપરા
169 વ્યહેતુ માટે વ્યા, વ્યારા જેવી સંજ્ઞા પણ યોજાઈ છે. ભરત, ભામણમાં જૂદી જૂદી કળા, શાસ્ત્રાદિ કાવ્યનું અંગ બને છે, એવા નિર્દેશ પરથી વામને વ્યિા શબ્દ યોજ્યો છે. વામન કાવ્યની સામગ્રી અને કાવ્યના કરણરૂપે વ્યહેતુને ઘટાવીને કાવ્યનું જ અંગ માને છે. આ બાબતે હેમચંદ્ર રુદ્રટ, રાજશેખર, મમ્મટને અનુસરી વ્યિહેતુ સંજ્ઞા જ પસંદ કરે છે. વ્યિો અને વ્યહેતુ સંજ્ઞાઓ વચ્ચે થોડો ભેદ છે. કાવ્યપદાર્થનું અને કાવ્યપ્રક્રિયાનું અવિનાભાવી અંગ ફાવ્યા કહેવાય તો કાવ્યસર્જનની પ્રક્રિયાનું ઉદ્ગમબિંદુ કાવ્યહેતુ કહેવાય.
1:2:
હેમચંદ્ર કાવ્ય હેતુની વિભાવના જૈનદર્શનના પાયા પર રચી છે. કાવ્યના એકમાત્ર હેતુરૂપે તેમણે પ્રતિભાનો પુરસ્કાર કર્યો છે. શેષ બે કાવ્યહેતુ મનાયેલા વ્યુત્પત્તિ અને અભ્યાસને હેમચંદ્ર સંસ્કારક માને છે: વ્યુત્વચગાસી તુ પતિમા પર્વ સંસ્કારવિતિ વણ્યતે I (ા.શી. ૪.૨/૫ વૃત્તિ. પૃ.૬) હેમચંદ્ર ભરતથી મમ્મટ સુધીની પરંપરામાં થયેલા કાવ્યહેતુ વિષયક ચિંતનમાંથી રાજશેખરને આધાર બનાવી સ્વકીય ચિંતન વિકસાવે છે.
હેમચંદ્ર કાવ્યનું કારણ વર્ણવે છે: પ્રતિમા હેતુI (.શા. ૧/૪ પૃ.૫) આમ હેમચંદ્ર શક્તિ, નિપુણતા અને અભ્યાસરૂપ ત્રિકારણવાદના પુરસ્કર્તા ભામહ-રુદ્રટાદિ આચાર્યોને કે સમન્વિત/એકીભૂત ત્રિકારણવાદના પુરસ્કર્તા દંડી-મમ્મટી જૂદા પડે છે. તેઓ વામનના અરૂઢ કાવ્યહેતુ-ચિંતનને પણ અનુસરતા નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કાવ્યહેતુના ચિંતન પરત્વે બે દષ્ટિકોણ દેખાય છે: (૧) કવિલક્ષી અને (૨) કાવ્યકેન્દ્રી. વામનના અપવાદને બાદ કરતાં લગભ બધા જ કાવ્યાચાર્યોએ કવિલક્ષી દૃષ્ટિકોણ અપનાવ્યો છે. પરિણામે પ્રતિભાને અગ્રક્રમે મૂકવાનો અથવા પ્રતિભાને અગ્રક્રમે મૂકી ત્રણે કાવ્યહેતુનો સમન્વય સાધવાનું વલણ જોવા મળે છે. ભામહ, દંડી, રુદ્રટ, રાજશેખર, મમ્મટાદિ આચાર્યોની વિચારણા એનું દૃષ્ટાંત છે. વામનના સમગ્ર ચિંતનમાં કાવ્યકૃતિ કેન્દ્રમાં છે. એટલે વામનનું કાવ્યાંગચિંતન પણ કૃતિના છેડેથી થયેલું પ્રતીત થાય છે. આથી જ વામને કાવ્યાંગોના જે ત્રણ સમૂહો નિર્ધારિત કર્યા છે તેમાં લોક અને વિદ્યા – એ બે સમૂહો વ્યુત્પત્તિને નિરૂપે છે. પ્રતિભા અને અભ્યાસ એ બે કાવ્યહેતુઓને વામન પ્રકીર્ણ નામક ત્રીજા કાવ્યાંગસમૂહમાં ભેગા મૂકી દે છે. કવિની સાથે અંતરંગપણે જોડાયેલા પ્રતિભા અને વિધાનને વામન પ્રકીર્ણ કાવ્યાંગોમાં પણ છેક છેવાડે સ્થાન આપે છે. સ્પષ્ટ છે કે વામનનો કૃતિલક્ષી અભિગમ જ વ્યુત્પત્તિરૂપ કાવ્યાંગની અગ્રપ્રસ્તુતિ અને પ્રાંચિત પ્રસ્તુતિ પાછળનું નિયામક તત્ત્વ છે. કાવ્યહેતુના સંદર્ભે કવિ અને કાવ્યકૃતિ સિવાયનો ભાવકલક્ષી અભિગમ દેખીતી રીતે જ ખાસ પ્રસ્તુત નથી. છતાં રાજશેખરે ભાવયિત્રી પ્રતિભાનો પ્રદેશ જોડી આપીને કાવ્યકૃતિના ઉત્તર છેડે રહેલા ભાવકને પણ સ્થાન આપ્યું છે. વામનના કાવ્યહેતુચિંતન પાછળ રહેલો દૃષ્ટિકોણ સ્વાભાવિક રીતે જ અનુગામી કાવ્યાચાર્યોને સ્વીકાર્ય બન્યો નથી. હેમચંદ્રાચાર્યે તો કેવળ પ્રતિભાને કાવ્યનું કારણ માની વામનનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો. તેમણે મમ્મટના સમન્વિત કારણવાદનો પણ અસ્વીકાર કરી પ્રતિભાસંસ્કારવાદની પ્રતિષ્ઠા કરી. રાજશેખરે શક્તિને એકમેવ કાવ્યહેતુ માન્યો હતો. પરંતુ રાજશેખર અને હેમચંદ્ર વચ્ચે કેટલાક પાયાના મતભેદો છે. રાજશેખરની જૂ અને હેમચંદ્રની પ્રતિમા વચ્ચે મોટો