________________
119
Vol. XXVII, 2004
ગીતામાં નિરાકાર–સાકાર તત્ત્વ વિચાર (b) આ સમૂહના શ્લોકોમાં કુલ ચાર મુદાનું વર્ણન આવે છે; જેમ કે ૧. ક્ષર પુરુષ
સર્વ ભૂતો છે. તે ૨. અક્ષર પુરુષ
કૂટસ્થ છે. ઈ (૧૫.૧૬) ૩. અન્ય ઉત્તમ પુરુષ
ત્રણે લોકમાં વ્યાપ્ત, ત્રણે લોકને પાળનાર,
અવ્યય, ઈશ્વર “પરમાત્મા” છે. J (૧૫.૧૭) - ૪.
ક્ષરથી અતીત, અક્ષરથી ઉત્તમ
“હું” (કૃષ્ણ) “પુરુષોત્તમ” J (૧૫.૧૮) ઉપરના મુદ્દા (૧)માં “ભૂતો” (પૂતાનિ ૧૫:૧૬) શબ્દથી “ભૌતિક તત્ત્વો,” કે જીવંત પ્રાણી સમૂહ”, કે પછી તે બન્ને : “જીવંત પ્રાણી સમૂહ સાથે સાથે ભૌતિક તત્ત્વો”; એવા ત્રણ અર્થમાંથી અહીં કયા અર્થ માટે “ભૂતાનિ' શબ્દ યોજાયો છે, તે પણ જણાવવું આવશ્યક છે. આ ક્ષર તત્ત્વને ગીતા ૮:૪માં અધિભૂત કહ્યું છે (જુઓ આગળ એકમ ૨); અધિભૂત એટલે ભૌતિક તત્ત્વોનો આધાર, ભૌતિક તત્ત્વમાં રહેલો ચેતન-અંશ. સર્વ ભૂતોમાં આત્મા–ચેતન તત્ત્વ રહ્યો છે તેમ ગીતા. ૬:૨૯ (“સર્વભૂત®માત્માન..) દર્શાવે છે. તે ચેતનને ગીતા ૨૦૨૨માં દી–દેહ ધારણ કરનાર–જીવાત્મા તરીકે જણાવે છે, જેનાં શરીર જન્મ જન્મ બદલાય છે; આ જીવાત્મા સાકાર-કૃષ્ણ–તત્ત્વનો ચેતન–અંશ જીવલોકમાં જીવ-રૂપે થયો છે તેમ જણાવ્યું છે (૧૫૭ નૈવાંશો નીવતો જીવમૂત:); તથા આ જીવરૂપે થયેલું ચેતન તત્ત્વ સર્વભૂતોનું કારણ છે, અને આ સર્વ કાંઈ ધારણ કરી રહ્યું છે (ગીતા–૭:૫-૬; જુઓ આગળ એકમ ૨). તે અવિભક્ત છતાં જુદા જુદાં ભૂતોમાં–ભૌતિક તત્ત્વોમાં–જાણે કે વિભક્ત થયું હોય તેમ રહે છે. (ગીતા ૧૩:૧૬ વિમરું વ ભૂતેષુ વિમમિવ વ તિમ્ I). આ ચેતન તત્ત્વને ઉપનિષદોમાં “ભૂતાત્મા” કહ્યો છે (મૈત્રાયણીય ઉપ. ૩). ચેતન તત્ત્વના જ્ઞાન વગર ભૌતિક તત્ત્વોમાં રહીને આ ભૂતાત્મા-જીવાત્મા–અનેક જન્મ ધારણ કરે છે (સરખાવો =... નીવમૂત:... મન: કનીન્દ્રિયળ પ્રકૃતિન પંતિ ”...જીવાત્મા ...પાંચ ઇંદ્રિયો સાથે છઠ્ઠા મનને આકર્ષી લે છે અને તે સાથે નવાં નવાં શરીર ધારણ કરે છે. ગીતા ૧૫:૭–૮). આમ, ઉપરના શ્લોક–સમૂહમાં, સર તમાં સર્વ ભૂતોનો, કે સર્વ ભૂતાત્માનો, કે જીવાત્માનો સમાવેશ કર્યો છે; તે એક રીતે પુરુષ તત્ત્વનો કે ચેતન તત્ત્વનો જ પ્રકાર છે, તેવું સૂચવે છે. તેથી, અહીં “ભૂતાનિ'(૧૫:૧૬) એટલે ભૂતો, ભૂતાત્મા”, અથવા તો ભૌતિક તત્ત્વો સાથેનો ભૂતાત્મા”. મૂળે અક્ષર તત્ત્વની અપેક્ષાએ આ ક્ષર તત્ત્વ વિકારી છે. (જુઓ ગીતા ૧૩.૬). પરંતુ અહીં જો “ભૂતાનિ" =ફક્ત “ભૌતિક તત્ત્વો”, એવો અર્થ લેવામાં આવે તો “ભૌતિક તત્ત્વોને પુરુષ તરીકે ઓળખાવ્યાં હોય એવો ઉલ્લેખ ગીતા ૧૫ઃ૧૬ સિવાય કોઈ ભારતીય