________________
Vol. XXVII, 2004
ગીતામાં નિરાકાર-સાકાર તત્ત્વ વિચાર
117
આવ્યો છે. ૧૩મા અધ્યાયમાં સાકાર કૃષ્ણ-તત્ત્વના પ્રક્ષિપ્ત શ્લોકોને દૂર કરવા છતાં તેના વિષયોમાં સાતત્ય જળવાયું નથી, આ વિષે અમે વિસ્તારથી આગળ એકમ પમાં વિવેચન કર્યું છે. ૧૫મા અધ્યાયમાં ત્રણ વિવિધ વિષયોનો વિચાર છે, જેમ કે (૧-૫), (૬-૧૫, ૨૦) અને (૧૬-૧૯), તે રીતે ૧૬મા અધ્યાયમાં બે વિષયોનો વિચાર છે, જેમકે (૧-૭, ૨૧-૨૪) અને (૧૮-૨૦), વળી અહીં સંપ, જેવો ક્લિષ્ટ પારિભાષિક શબ્દ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આવતા તેવા શબ્દ સાથે સરખાવી શકાય. (ઉપરાંત સંપર્ ને નાત જેવા બીજા પરિભાષિક શબ્દ સાથે કેવી રીતે સંબંધ બાંધવો તે જુદું વિવેચન માગી લે છે !) કૌટિલ્યના અર્થશાસ્ત્રની કેટલીક પરિભાષાઓ ગીતામાં પણ મળે છે. (જેમ કે ૩ઃાસીનવમાસીન-ગીતા ૯:૯, ૧૪:૨૩, વગેરે). પ્રસ્તુત વિષયને અહીં સામેટી, હવે ગીતાના ૭, ૮, ૧૩ અને ૧૫મા અધ્યાયમાંથી મળેલા કુલ પાંચ શ્લોક-સમૂહો પર વિવેચન કરીશું.
| | ગીતામાં તાત્ત્વિક વિચારોનાં વિવિધ એકમો :
ગીતામાં મળતા તત્ત્વજ્ઞાનના વિચારોમાં ખાસ કરીને સાંખ્ય, બૌદ્ધ-જૈન અને ઔપનિષદ વિચારોની સાથે ઓછામાં ઓછાં ત્રણ ચેતન તત્ત્વોની અસર જણાય છે. અહીં અમે આવા વિચારોનો કાંઈક પરિચય આપવા માગીએ છીએ. અમારું આ માટેનું વિવેચન મૂળ મુદ્દા પૂરતું જ મર્યાદિત રહેશે. આવા વિચારો ગીતામાંથી કોઈ કોઈ ઠેકાણે પ્રાપ્ત થાય છે, આ ઠેકાણે ગીતાએ તે તે વિચારોને ૨ કે રથી વધારેમાં વધારે ૫ શ્લોકોના એકમરૂપે સમૂહમાં ગુંથ્યા છે, આવાં કુલ પાંચ એકમો અમે અહીં દર્શાવી તે પર સંક્ષેપમાં વિવેચન કરીશું. આ એકમો ગીતામાં ચાલ્યા આવતા અધ્યાય પ્રમાણે ગોઠવ્યા છે, પરંતુ ગીતાના ૧૫માં અધ્યાયના ૧૬-૧૮ શ્લોકો તાત્ત્વિક દૃષ્ટિએ અને પરિભાષાની દૃષ્ટિએ સૌ કરતાં ભિન્ન જેવા
જણાઈ આવતાં તે એકમને અમે પ્રથમ સ્થાન આપ્યું છે. (૧) એકમ-૧ : ગીતા. ૧૫:૧૬-૧૮ (a) ૧૫:૧૬ વિમી પુરુષ તો ક્ષશ્ચિાક્ષર પર્વ ૨ /
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥ ૧૫:૧૭ ૩ત્તમઃ પુરુષત્ત્વ : પરમાત્મત્યુ હત: |
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥ ૧૫:૧૮ સ્માત્ ક્ષમતીતોડફમાપિ વોત્તમઃ |
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥ ૧૫:૧૬ ફૂટી = (જૂરે કપાળ, માથું, છ = રહેવું તે); ઊંચે સ્થાને રહેલો, ઊંચી, ભૂમિકાએ રહેલો, અચળ, અવિકારી,