SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ 122 યોગિની એચ. વ્યાસ SAMBODHI દુકાન અને ઘરમાં આસક્તિ રાખનારા અથવા કયાંક બીજે આસક્ત થનારા મનુષ્યને વર જેમ બકરાને ' લઈને ભાગી જાય છે. તેમ કાળ તેને લઈને ભાગે છે. આ સંસારમાં કાળનો કોઈ મિત્ર નથી કે શત્રુ નથી. આયુષ્ય અને કર્મ ક્ષીણ થતાં તે મનુષ્યને બળથી હરી લે છે". મત્સ્યપુરાણનો અભ્યાસ કરતાં, મત્સ્યપુરાણ વિશે થયેલી અન્ય પ્રાચીન-ગ્રન્થોમાંની નોંધો જોતાં અને અન્ય પુરાણો સાથે એની સરખામણી કરતાં મત્સ્યપુરાણની અનેક વિશેષતાઓ નજરે પડે છે. આ આગવી વિશેષતાઓને કારણે મત્સ્યપુરાણ એક અગત્યના પુરાણ તરીકે ઉપસી આવે છે. આથી જ શ્રી પાર્જિટર મત્સ્યપુરાણને “સર્વજ્ઞાન સંગ્રહ' તરીકે બીરદાવતાં જણાવે છે કે “મસ્યપુરાણ પ્રાચીન અને મધ્યકાળના હિન્દુ ધર્મ-દર્શન-ઇતિહાસનો તથા વ્યક્તિગત સામાજિક અને રાજકીય વિષયનો પ્રસિદ્ધ જ્ઞાનકોષ છે.' મત્સ્યપુરાણમાં રાજનીતિની ચર્ચા પ્રસંગે ભાગ્ય અને પુરુષાર્થની સુવિશદ ગહન અને તલસ્પર્શી માહિતી પ્રાપ્ત થાય છે. દૈવ-ભાગ્ય અને પુરુષાર્થ એ બંનેમાં કોણ શ્રેષ્ઠ ૧ એવા મનુના પ્રશ્નના પ્રત્યુત્તરમાં . મસ્ય ભગવાન કહે છે કે પૂર્વજન્મમાં બીજા દેહમાં પોતે કરેલો પુરુષાર્થ (કર્મ) જ દૈવ-ભાગ્ય કહેવાય છે માટે બુદ્ધિમાનો પૌરુષને જ શ્રેષ્ઠ માને છે"મંગલ આચરણ કરનારા અને હંમેશા અભ્યદયશીલ પુરુષોનું પ્રતિકૂળ દૈવ પણ પુરુષાર્થથી પ્રભાવહીન થઈ જાય છે. લોકમાં રાજ કર્મ કરનારા મનુષ્યને કર્મ કરવાથી જ ફળની પ્રાપ્તિ થાય છે અને તામસ કર્મનું ફળ ઘણાં કષ્ટ સહ્યા પછી મળે છે. સર્વદા ત્રણેય કાળમાં પુરુષાર્થ યુક્ત દૈવ જ સફળ થાય છે. દૈવ, પુરુષાર્થ તેમજ કાલ એ ત્રણે એક પિંડ બનીને માણસને માટે ફળ આપનારા બને છે. લોકમાં વૃષ્ટિ થવાથી જ ખેતી ફળવાળી દેખાય છે. પુરુષાર્થમાં જોડાયેલાં કોઈ મનુષ્યને જો આ લોકમાં વિપત્તિઓ આવી પડવાથી ફળ મળે નહીં, તો પરલોકમાં એને ફળ અવશ્ય મળશે. આળસુ અને ભાગ્ય ઉપર જ ભરોસો રાખી બેસનારો પુરુષ ક્યારેય પણ પોતાના મનોરથને સફળ કરી શકતો નથી. માટે મનુષ્ય હંમેશા પુરુષાર્થમાં લાગ્યા રહેવું જોઈએ. ભાગ્ય પર ભરોસો રાખી બેસનાર આળસુ પુરુષોને છોડી લક્ષ્મી સર્વથા અભ્યદયમાં તત્પર પુરુષાર્થી પુરુષોને શોધી શોધીને વરે છે. માટે સર્વદા મનુષ્ય અભ્યદયશીલ તેમજ પુરુષાર્થી થવું જોઈએ. પ્રારબ્ધ, નિયતિ, દૈવ, ભાગ્ય કે નસીબ એ કર્મવિપાર છે, તેને કારણે સમાન પરિસ્થિતિમાં પણ વિષમતા કે વિચિત્રતા જોવા મળે છે. જગતમાં જે કાંઈ સુખ-દુ:ખ, સંપત્તિ કે વિપત્તિ પ્રાપ્ત થાય છે, તે સર્વ દૈવને અધીન છે. બુદ્ધિમાન હોય કે મૂર્ખ, શૂરવીર હોય કે બીકડા, વિદ્વાન હોય કે મૂઢ, બળવાન હોય કે નિર્બળ પરંતુ તે જો ભાગ્ય-સંપન્ન હોય તો જ સુખ પ્રાપ્ત કરી શકે છે''. શ્રીમદ્ ભાગવત પુરાણમાં ચતુર્થ સ્કંધમાં યુવચરિત પ્રસંગે પિતા ઉત્તાનપાદ તથા અપર માતા સુરૂચિના કટુ શબ્દોથી અપમાનિત તથા વ્યથિત ધ્રુવને દૈવની ગતિ વિશે સમજ આપતાં નારદજી કહે છે કે, “હે પુત્ર! ભગવાનની ગતિ ઘણી વિચિત્ર છે. તેથી તેનો વિચાર કરીને બુદ્ધિશાળી વ્યક્તિએ ભાગ્યવશ જે પરિસ્થિતિ આવી પડે, તે સ્વીકારી લેવી જોઈએ.' વળી, વિધાતાના વિધાન અનુસાર સુખ-દુઃખમાં સંતુષ્ટ રહેવું જોઈએ. આવું વલણ અપનાવવાથી જ મનુષ્ય મોહમય સંસારને પાર કરી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy