SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પુરાણોમાં પુરુષાર્થ અને નિયતિ દ્વારા નિર્દિષ્ટ જીવન-રાહક યોગિની એચ. વ્યાસ આર્ય સંસ્કૃતિમાં માનવીય કલ્યાણ માટે અને જીવનનાં નિગૂઢ તત્ત્વોને સરલ હૃદયંગમ રીતે સમજવા માટે પૌરાણિક સાહિત્યનો પ્રાચીન, સુદીર્ઘ સમયથી ફાળો રહ્યો છે. ભારતીય જનતાને આ સાહિત્યે જેટલી પ્રભાવિત કરી છે તેટલી અન્ય સાહિત્યે કરી નથી. શ્રી વિન્ટરનિટ્ઝ યોગ્ય જ કહે છે કે ‘હિન્દુઓના ધાર્મિક સાહિત્યમાં પુરાણોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. પુરાણ, ધર્મશાસ્ત્ર અને તત્ર આ ત્રણે તેના ધાર્મિક કૃત્યોના પથદર્શક છે. વેદોનું અધ્યયન પ્રાચીન પરંપરાના પ્રેમી અને ઉપનિષદોનું અધ્યયન દાર્શનિક ચિંતકો કરે છે. પરંતુ પ્રત્યેક હિંદુ માટે પુરાણોનું જ્ઞાન કોઈને કોઈ રૂપમાં અનિવાર્ય છે વેદોને ભારતીય સંસ્કૃતિના સર્વોચ્ચ શિખરસમાં જ્ઞાનના હિમાલય સાથે સરખાવી શકાય જેમાંથી અનેક ભારતીય પરંપરારૂપી સરિતાઓ પ્રગટ થઈ છે. જ્ઞાન, ભક્તિ કે કર્મ યા ધર્મ, તત્ત્વજ્ઞાન કે સમાજવિદ્યાની ત્રિવેણીનું આદિ મૂળ વેદ મનાયા છે. વૈદિક ઋષિ હાથીનો મહિમા દર્શાવતાં પરિશ્રમ-પુરુષાર્થની જ પ્રશસ્તિ કરી રહ્યા છે. ઋષિ કહે છે કે – મારો આ હાથ ભગવાન છે, ભગવાનથી પણ શ્રેષ્ઠ છે. તેનો સ્પર્શ શિવ, શુભદાયી, મંગલમય અને પવિત્ર છે. યજુર્વેદમાં પણ યુવેદ મfણ નિની વિછત સમા: (યજુર્વેઃ ૪૦/૨) દ્વારા તથા અથર્વવેદમાં “વૃત્ત ને ક્ષિો હસ્તે ગયો ને સવ્ય માહિત: (૩થર્વવેઃ ૭/પર/૮) અર્થાતું મારા જમણા હાથમાં કર્મ- પુરુષાર્થ છે અને સફળતા ડાબા હાથમાં રહેલી છે. આ દ્વારા માનવ સમાજને જીવન ઉન્નત બનાવવા પુરુષાથી બનવા સૂચવ્યું છે. ઋગ્વદની ઐતરેય શાખા સાથે સંકળાયેલ ઐતરેય બ્રાહ્મણમાંના શૌનઃશુપાખ્યાનમાં સતત પરિશ્રમ, ઉદ્યમ અને પ્રવૃત્તિ કરતા રહેવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઇન્દ્રના મુખે જ કહેવાયું. છે કે અનેક પ્રકારે ઉદ્યમ કરનારને જ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ઇન્દ્ર ઉદ્યમીને જ મદદ કરે છે. હાથ જોડીને આળસુ બની બેસી રહેનાર પાપી છે. વળી, ચાલનારની બંને જંઘા પુષ્પયુક્ત બને છે અને તેનું શરીર સશક્ત તથા બળવત બને છે. સતત શ્રમ કરવાથી તેનાં બધાં પાપ નાશ પામે છે. વળી, બેસનારનું * લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના ઉપક્રમે ૨૧, ૨૨ એપ્રિલના રોજ “ભારતીય દર્શનોમાં કર્મમીમાંસા' ઉપર બે દિવસનો પરિસંવાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520776
Book TitleSambodhi 2003 Vol 26
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2003
Total Pages184
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy