________________
224 REVIEW
SAMBODHI (નર્મદાતીરે આવેલા-કૌસ અમારો) કરનાળીના મહાકાલી મંદિરમાં (શ્રી અરવિંદને- કોંસ અમારો) અનુભૂતિ' (પૃ. ૧૬) વગેરેને આધારે આ કલ્પના થઈ હોય, એમ લાગે છે. આ કાવ્યમાં શ્રી અરવિંદ ઉદ્દામ રાષ્ટ્રીય ભાવનાવાળા દેશભક્ત કવિ તરીકે ઊપસી આવે છે. તેઓ શક્તિ-ઉપાસક હતા (પૃ. ૧૦-૧૧, ૧૬); વળી “તાંત્રિક સિદ્ધિપ્રકરણમ્” પણ આ સૂચવે છે. કરનાળીના પ્રસંગના સંદર્ભમાં નર્મદાતીરે આવેલા ગંગનાથ તીર્થનો સંબંધ એક અથવા બીજી રીતે હોવાની શક્યતાઓ ડૉ. પાઠક મને મૌખિક વાતચીતમાં જણાવે છે. સંસ્કૃતમાં રચાયેલી વિવિધ કૃતિઓ ઉપરથી જણાય છે કે ““શ્રી અરવિંદ ઉચ્ચ કક્ષાના સંસ્કૃત કવિ પણ છે. તેમનો સંસ્કૃતભાષા અને છંદો ઉપર મોટો અધિકાર હતો.' (નિવેદન), તેઓ તેમની સંસ્કૃત રચનાઓમાં સૂત્રશૈલીનું તેમજ ઔપનિષદ શૈલીનું અનુકરણ કરી શક્યા છે, એ નોંધપાત્ર છે. (દ્રષ્ટવ્ય “તાંત્રિકસિદ્ધિપ્રકરણમ્'). કેવલ્યોપનિષદના પ્રથમ મંત્ર ઉપર તેમણે સંસ્કૃતમાં વ્યાખ્યા લખી છે. (પૃ. ૫૨), અર્વાચીન સંસ્કૃત સાહિત્યના સંદર્ભમાં શ્રી અરવિંદની સંસ્કૃત કૃતિઓનો એક અભ્યાસ થાય, એ ઇચ્છનીય છે. તેઓ એક મહાયોગી, પૂર્ણયોગના પ્રણેતા, કવિ અને અર્વાચીન કાળના મહાન ઋષિ અને રાષ્ટ્રપ્રેમી મહામાનવ હતા.
ડૉ. પાઠકે ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન કર્યો છે; ઉદાહરણો સહિત-આંગ્લ ભાષાના કે સંસ્કૃત ભાષાના-વસ્તુની સુંદર છણાવટ અને આલોચના સરલ, ગંભીર અને સુંદર ગુજરાતીમાં ડૉ. પાઠકે કરી છે; આ માટે તેઓ અભિનંદનને પામે છે. આ બીજરૂપ પ્રશસ્ય પ્રયાસ આગામી કાળમાં એક બૃહદ્ ભાષ્ય તરીકે આપણને પ્રાપ્ત થાય, એવી આશા અને અભિલાષા. અંતમાં પ્રકાશક સંસ્થાને પણ સુંદર પ્રકાશન માટે હાર્દિક અભિનંદનો.
સુરેશચંદ્ર ગો. કાંટાવાળા, વડોદરા-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org