SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ REVIEW SAMBODHI, ડૉ. રમણલાલ ધનેશ્વર પાઠક : ‘શ્રી અરવિંદનાં સંસ્કૃત તથા સંસ્કૃત વિષયક લખાણો;’' (હરિ આશ્રમ પ્રેરિત શ્રી અરવિંદ વ્યાખ્યાનમાળા-૧૩); પ્રકાશક : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર- ૩૮૮૧૨૦; પૃ. ૬+૭૬, ઑગસ્ટ ૨૦૦૧; કિંમત રૂા. ૫૬ - ૦૦ 222 ડૉ. રમણલાલ પાઠક વડોદરા સ્થિત ‘મહારાજાસયાજિરાવ વિશ્વવિદ્યાલય'ના હિન્દી વિભાગના નિવૃત્ત અધ્યક્ષ છે; તે શ્રી અરવિંદના બહુમુખી સાહિત્યના અધ્યેતા છે, એટલું જ નહિ, પરંતુ તે શ્રી અરિવંદના ઉપાસક અને સાધક છે એ સુવિદિત છે. શ્રી અરવિંદે વડોઠરામાં કેટલાક સમય માટે ગાયકવાડી રાજ્યની સેવા દરમ્યાન નિવાસ કર્યો હતો; તેથી તેમનો વડોદરા સાથેનો સંબંધ વડોદરાના ઇતિહાસમાં અને તેમની જીવનગાથામાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. ડૉ. પાઠક વડોદરા નિવાસી છે અને એક સમયના વડોદરાવાસી અને વિશ્વવિખ્યાત યોગી શ્રી અરવિંદ વિશે આ પુસ્તિકા લખાય તેમાં સોનામાં સુગંધ મળ્યા જેવું થાય છે; તેથી ડૉ. પાઠક અભિનંદનને પાત્ર બને છે. શ્રી અરવિંદ ઉપર અને તેમના સાહિત્ય ઉપર ઘણું ઘણું લખાયું છે; તેમણે પણ પુષ્કળ લખ્યું છે; તેમના કેટલાક ગ્રંથોનું ગુજરાતી ભાષાંતર થયું છે; પરંતુ અનુવાદ નહિ થયેલા ગ્રંથોનું ભાષાંતર ગુજરાતીમાં આગામી કાળમાં થશે, એ આશા અત્રે અસ્થાને ગણાશે નહિ. ‘‘સંસ્કૃત ભાષામાં તેમનાં મૌલિક લખાણો અને વેદ, ઉપનિષદ વગેરે આકરગ્રંથોનાં તેમણે કરેલાં ભાષ્યો અને વિવેચનો તથા કાલિદાસ, ભર્તૃહરિ જેવા કવિઓની કાવ્ય, નાટક જેવી ઉત્કૃષ્ટ રચનાઓના કરેલા અનુવાદો વગેરે વિશેનો પરિચય એક સાથે સૌ પ્રથમ વાર પ્રસ્તુત પુસ્તક દ્વારા થઈ રહ્યો છે,’” (આમુખ). આ પુસ્તિકામાં શ્રી અરવિંદના ‘‘અજ્ઞાત એવા યોગીજીવનના મૂળભૂત આંતરતત્ત્વોનો પરિચય પણ પ્રસ્તુત કરવામાં આવ્યો છે.’’ (આમુખ) ‘“ગુજરાતે ગૌરવ લેવા જેવું છે કે શ્રી અરવિંદના સંસ્કૃત સાહિત્યના અધ્યેતા, અનુવાદક, ભાષ્યકાર, સર્જક વગેરે વિભિન્ન પાસાંઓનું ખેડાણ વડોદરા જેવી સંસ્કૃત નગરીમાં થયું છે.’’ (નિવેદનમ્). આ ગ્રંથના પ્રસ્તુત વિષયોની ચર્ચા અને રજૂઆત નીચે જણાવેલ ૧+૧૦(=૧૧) પ્રકરણોમાં સુંદર રીતે અને વિશદતાથી કરવામાં આવી છે : ૧. પ્રાસ્તાવિક; પ્રકરણ-૧ સંસ્કૃત અને શ્રી અરવિંદ રચનાકાળ નિર્ણય; પ્રકરણ-૨ : પૂર્વાર્ધ :-સંસ્કૃતનાં લખાણો ઃ મૌલિક કૃતિઓનો પરિચય : (૧) કાવ્ય ‘“ભવાની ભારતી’’, ‘‘વિઠ્ઠલા’’ વગેરે. (દુર્ગાસ્તોત્ર); પ્રકરણ-૩ : મૌલિક કૃતિઓનો પરિચય (૨) ગદ્ય; ‘“અરવિન્દોપનિષત્’”, ‘“સક્ષચતુષ્ટય’” અને તાંત્રિક ‘‘સિદ્ધિપ્રકરણમ્’”; પ્રકરણ-૪ : ઉત્તરાર્ધ; સંસ્કૃતવિષયક લખાણો : અનુવાદોનો પરિચય : (૧) મહાભારત, રામાયણ અને નીતિશતક અને ગીતા; પ્રકરણ-૫ : અનુવાદોનો પરિચય (૨) : કાલિદાસની કૃતિઓ-કાવ્યો અને નાટકો; પ્રકરણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy