SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 194 ડૉ. રસેશ જમીનદાર SAMBODHI છે. મે ૨૦૦૧માં હાથ ધરાનાર વહાણોજ સંકલ્પમાંનું વહાણ અઢારમી સદીનું યુરોપીય વહાણ હોવાનું જણાય છે. વહાણનો ધ્વજ હજી હાથ લાગ્યો નથી પણ પ્રાથમિક સર્વેક્ષણ દરમ્યાન પક્વમૃત્તિકાની પ્રતિમાઓ અને તામ્રવાસણો હાથ લાગ્યાં છે. એલિફન્ટાની ગુફાઓ પાસેના દરિયામાંના વહાણનાં ભંગાર રોમીય હોવાનું સૂચવાય છે કેમ કે અહીંથી રોમીય ઍમ્ફોરા શોધી શકાયા છે. દસ્તાવેજો એવું સૂચિત કરે છે કે અહીં ‘શ્રીપુરી” નામનો સમૃદ્ધ ટાપુ હતો. રોમીય વહાણ મૌર્યકાલીન હોવાનું કહેવાય છે. અજણયુગ અસ્તિકની રાશિ પાષાણયુગીને માનવ અણઘડ હતો, અસંસ્કૃત હતો, નિરક્ષર હતો એવી આપણી સામાન્ય માન્યતા છે. પરતુ લોથલના ઉખનનથી પ્રાપ્ત અવશેષોએ પહેલપ્રથમ આપણને આ યુગનો માનવી વાઢકાપની ક્રિયાથી અભિજ્ઞ હતો તે બાબત હાથવગી કરી આપી. અહીંથી પ્રાપ્ત નવદશ વર્ષના બાળકની ખોપરી rephination નો અજોડ નમૂનો હોવાનું સૂચિત થાય છે. ત્યારે એટલે આજથી સાડા ચાર હજાર વર્ષ પૂર્વે બાળકો ફેફરુંના રોગનો ભોગ બનતાં હશે અને તત્સંબંધી શસ્ત્રક્રિયાનો આ દાખલો સંભવતઃ વિશ્વનો પૂર્વકાલીનતમ હોવાનું સૂચિત થાય છે. (લોથલ ઍન્ડ ધ ઈન્ડસ સિવિલિઝેશન, ૧૯૭૩, પૃ. ૧૪૯-૫૦). અર્થાત્ લોથલના લોકો શલ્યતંત્રથી (સર્જરીથી) જ્ઞાત હતા. પરન્તુ અરબી દ્વીપકલ્પના યાયાવર વસાહતીઓ આજથી સાત હજાર વર્ષ પૂર્વે શલ્યતંત્રથી જ્ઞાત હોવાની બાબત જર્મન પુરાવિદોની ટુકડીએ શોધી કાઢી છે. વિખ્યાત માનવશાસ્ત્રી Henrike kiesewettesએ પ્રેસ કોન્ફરન્સમાં ૧૪-૪-૨૦૦૧ના રોજ આ માહિતી પ્રજા પ્રત્યક્ષ કરી. એણીના કહેવા મુજબ શસ્ત્રક્રિયાનાં સાધનો ત્યારે અસ્તિત્વમાં ન હતાં. પરન્તુ તીક્ષ્ણધારી પાષાણની મદદથી ખોપરી ખોલવામાં આવતી હતી. જર્મન પુરાવિકોની ટુકડીને ઈસ્વી પૂર્વ ૫૦૦૦ થી ૪૨૦૦ના સમયગાળાની એક ખોપરી હાથ લાગી છે જેના આધારે મસ્તિષ્કની શસ્ત્રક્રિયા જેવી અત્યંત નાજુક પ્રક્રિયાથી આ માનવો અભિન્ન હોવાનું સૂચવાય છે. પૂર્વીય એરેબિયાની પૂર્વકાલીનતમ ખ્યાત Jebel Al Bahis ના કબ્રસ્તાનમાંથી પાષાણયુગના અંતિમ તબક્કાનો સમય દર્શાવતી આ ખોપરી શોધી કઢાઈ છે. આ સ્થળ હવે શારજહ એમિરાટની હકૂમત હેઠળ છે. ખોપરીની જમણી બાજુ ઉપર કાણું પાડીને ઑપરેશન કરાયું હોવાનું જણાય છે, જે જ્ઞાત સાધનો મુજબ વિશ્વનું પૂર્વકાલીન મહાન ઑપરેશન હતું. ખોપરીમાં પડેલા કાણાના અધ્યયનથી પુરવાર થાય છે કે બહુ બુદ્ધિપૂર્વક તેમ કરાયું હતું અને તે દર્દી બે વર્ષ જીવ્યા હોવાનું હાડકાંના વિકાસ ઉપરથી સૂચિત થાય છે. બેભાન કરવા સારું વનસ્પતિય સંવેદનાહવા વપરાઈ હોવાનું જણાય છે. વધુ અન્વેષણ હજી અપેક્ષિત છે. મહાભારતની તાડપત્ર હસ્તપ્રત જપાનમાંથી હાથ લાગી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy