SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ 192 ડૉ. રસેરા જમીનદાર SAMBODHI મુજબ આ વિસ્તારમાં આશરે દશ હજાર મમીઓ દટાયેલા હોવાનું સૂચવાય છે. લિમધાનો હજીરો અને તેના ખજાના વિરોની માનવવૃત્તિ માનવવૃત્તિને કોણ પામી શકયું છે? માનવમનને પારખવાનું કાર્ય આકાશકુસુમવત્ ગણાયું છે. આપત્તિમાંથી પણ ધનપ્રાપ્તિની મનુષ્યચેષ્ટાનું તાજેતરનું ઉદાહરણ છે ગુજરાતે અનુભવેલો ભૂકંપ. સૌજન્ય ૨૬-૧-૨૦૦૧. આ અંતિમ ઉદાહરણ નથી તેમ પહેલ પ્રથમ પણ નથી. ખાસ તો સાંસ્કૃતિક વૈભવના વારસાનો ચૌર્ય અને વિજ્ય કરીને ધનપ્રાપ્તિની માનવમુરાદ, અન્યત્ર તો ખબર નથી પણ, આપણા દેશમાં એક રાષ્ટ્રીય લક્ષણ છે એમ કહીએ તો ખોટું નથી અને કરુણાજન્ય અને ચિંતાપ્રેરક બાબત તો એ છે કે ક્યાંક ક્યાંક રક્ષક જ (અહીં અભિપ્રેત છે ક્યૂરેટર-વસ્તુપાલ) ભક્ષક બનીને વારસાનો વિનાશ કરે છે, ત્યારે નિરક્ષર અને વારસાવૈભવની ઉપયોગિતાથી અજાણ (?) લોકોની તો વાત જ શી કરવી? છેલ્લા બે દાયકાથી આવી એક પ્રવૃત્તિ આપણા રાજ્ય ગુજરાતમાં ચાલી રહી છે અને ન તો રાજ્ય સરકાર કે ન તો ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણ સંસ્થા આ પ્રવૃત્તિને રોકવા સક્રિય છે. દાહોદ જિલ્લામાં રાયણિયા ગામમાં લીધા હજીરાથી સ્થાનિક લોકોમાં જાણીતી એક મસ્જિદ છે. સંભવતઃ ૧૪૯૯માં નિર્માણ પામેલી આ મસ્જિદ કહેવાય છે કે એક મુસ્લિમ સૂબા લિખખાને બંધાવેલી હતી. મંદિરને ધરાશયી બનાવીને કહેવાય છે કે આ મસ્જિદની રચના થઈ હતી. ત્યારે રાયણિયા સમૃદ્ધ ગામ હતું. દાહોદથી દિલ્હી જતી વેળા સૂબાઓ રાયણિયામાં રામ ફરમાવતા હતા. જો કે આ વિશેનાં દફતરો-દસ્તાવેજો ઉપલબ્ધ નથી અને મસ્જિદનો ઇતિહાસ તો રહસ્યથી આવૃત્ત છે. પરન્તુ આ મસ્જિદની નીચે ખજાનો દટાયેલો છે એવી લોક્વાયકાથી છેલ્લાં ૨૭ વર્ષથી ગામલોકો રાત્રિ દરમ્યાન સુવર્ણ સિક્કાની સંપ્રાપ્તિ માટે મસ્જિદની અંદર ખાડા ખોદીને નિષ્ફળ પ્રયાસો કરતા રહ્યા છે. કેટલાકે મસ્જિદની જાડી દીવાલોમાં બાકોરાં પાડ્યાં છે. અત્રતત્ર વિખરાયેલી ઈટીકામની તોડફોડ કરી છે. ઉપરાઉપરી બે દાયકા લાંબી નિષ્ફળતા છતાં ગામલોકોને આશા છે કે ક્યારેક તો ખજાનો હાથવગો થશે જ. ખાસ તો સ્વપ્નમાં થયેલી પ્રેરણાથી પણ ધનપ્રાપ્તિ અર્થે મસ્જિદમાં તોડફોડ થાય છે. મસ્જિદની દીવાલો અને ભોંયતળિયાનું સૂક્ષ્માવલોકન સૂચિત કરે છે કે ખજાનો શોધવા મિષે અહીં કેટકેટલા પ્રયાસો થયા હતા. આ પ્રયત્નોના સિલસિલા પરત્વેની વાર્તા એવી છે કે એક વૃદ્ધગ્રામજનને એક વખત આ મસ્જિદમાંથી સુવર્ણસિક્કાઓનો ખજાનો હાથ લાગ્યો હતો. અને તેથી સ્વપ્ન સાકારઇચ્છુકોના નસીબ શિકારીઓના પ્રયત્નો અવિરત થતા રહે છે. સવાલ તો છે સાંસ્કૃતિક વિરાસતસમી આ પંદરમી સદીની મસ્જિદનું કોઈ રણીધણી નથી. નથી મુસ્લિમ સંસ્થાઓ કશું કરતી, નથી શિક્ષણ સંસ્થાઓ આ પરત્વે જાગ્રત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.520775
Book TitleSambodhi 2002 Vol 25
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2002
Total Pages234
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy