________________
148
SAMBODHI
(અનેકાન્તવાદ જીવનમાં ઉ૫યોગિતા, સંપાદક નવીન કે. શાહ, પ્રકારનવીન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પિરિચ્યુંઅલ સાયકોલૉજી, અમદાવાદ-૬, પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી ૨૦૦૦, પૃછાંક ૧૨+૮૮.)
સમસ્ત વિશ્વમાં માનવજીવન વિભિન્ન કંકોથી ભરેલું છે, તંદ્રભાવોથી ભરપૂર છે; અને તેથી જગત દ્વતના મહાસાગરમાં મહાલે છે. સર્વત્ર તિવાદ જોવો પ્રાપ્ત થાય છે. સાથોસાથ રાંકર બોધિત અદ્વૈતવાદનું અસ્તિત્વ નિર્માયું; તો નિંબાર્કનો વૈતાદ્રત મત પ્રતિષ્ઠિત છે. પરંતુ શંકરના મતે ફક્ત અતિતત્ત્વ જ વિરોધી કે વિસંવાદી હિતો ધંધો સંપ્રદાયોના સત્યને ન્યાયિક બળ બક્ષે છે. દ્વતોની પરંપરામાંથી મુક્તિ માટે આથી જેને ધર્મે અનેકાંતવાદનો સિદ્ધાન્ત અમલી બનાવ્યો, જે વડે એકાંતવાદ, હઠાગ્રહ, મિથ્યાત્વ અને અજ્ઞાનનો અંત આવે છે અને સત્યદર્શન સહજ બને છે. તેથી સુખ શાંતિ સમૃદ્ધિ સમત્વ સમન્વયની જિંદગી જીવવાની કળા હાથવગી થાય છે. “સર્વ દુઃખોનું મુખ્ય કારણ અજ્ઞાન અને મિથ્યાત્વ છે એવી માન્યતા જેનધર્મની બુનિયાદ છે. બોદ્ધોએ આ માટે મધ્યમ પ્રતિપત્ શબ્દ પ્રયોજ્યો છે. સાંખ્ય, યોગ અને પૂર્વમીમાંસા જેવાં દર્શનોમાંય અનેકાંતગામી વિચારો નિહિત છે જ. દા.ત. સાંખ્યયોગનો પરિણામવાદ અને પૂર્વમીમાંસાનો સ્થિતિવાદ જેનોના અનેકાન્તવાદથી ભિન્નત્વ ધરાવતા નથી. આ બધામાં એક જ ભાવનાનાં ફળ જોવાં પ્રાપ્ત થાય છે અને તે ભાવના એટલે સત્યનિરૂપણની ભાવના. હા, આ બધામાં કાયિત્વ ભિન્ન છે પણ દિશા એક છે. તત્ત્વનું મહત્ત્વ જેનોમાં છે તો જીવનવ્યવહારનું મહત્ત્વ બોદ્ધોમાં છે તો આચારવિચારનું અદ્વૈતપણું હિન્દુધર્મમાં છે. ટૂંકમાં ભારતીય સંસ્કૃતિમાં અનુસ્મૃત અનેકાન્તનું વિચારબીજ એટલે ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુ મુજબ એક જ વસ્તુ ભિન્ન ભિન્ન સ્વરૂપે દશ્યમાન છે અને વિરોધાભાસ વચ્ચે સમન્વય પ્રસ્થાપિત કરવો તે અનેકાન્તદષ્ટિનું સાધ્ય છે, અર્થાત્ લમ્ સત્ વિઝા વસુધા વતિ નું વિખ્યાત સૂત્ર અનેકાન્તના પાયામાં છે. ઋગ્યેઠમાં પણ નાલાસીન્ન સલામીત્તલાની (૧૦-૧૨૯-૧) કે ઉપનિષદોક્ત તત્ત્વો તક્તિ કે કુમારિકનો સાપેક્ષવાદ અંતે તો અનેકાન્ત અને સ્યાદ્વાદના સિદ્ધાન્તોને જે ચરિતાર્થ કરે છે. અર્થાત્ વિવિધ દષ્ટિબિંદુઓ વડે અવલોકન કર્યા વિના કોઈ બાબતને પૂરી સમજી શકાતી નથી. આથી અનેકાન્તવાદનો સિદ્ધાન્ત વસ્તુદર્શનની વ્યાપક સમજ સંપડાવી આપે છે.
અનેકાન્તવાદ, સ્યાદ્વાદપરિણામવાત, સ્થિતિવાદ, સાપેક્ષવાદ કે અદ્વૈતવાદને બધાં પાસાંઓથી સરળ રીતે અને તાત્ત્વિક રીતે સમજાવતું પુસ્તક અહીં અવલોકન હેઠળ છે.
અમદાવાદ સ્થિત નવીન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પિરિટ્યુઅલ સાયકોલૉજી અને નવીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ્ફ-ડેવલપમેન્ટ સંસ્થા તરફથી ૧૯૯૩ના માર્ચ મહિનામાં પંચદિવસીય એક રાષ્ટ્રીય પરિસંવાદનું Multidimensional Application of Anekantvada વિષય પરત્વે આયોજન થયું હતું. આ પરિસંવાદમાં વંચાયેલા નિબંધોના આધારે ગુજરાતી નિબંધોને આવરી લેતું પુસ્તક “અનેકાન્તવાદ : જીવનમાં ઉપયોગિતા” નામે અને અંગ્રેજી નિબંધોને સમાવી લેતો ગ્રંથ Multidimensional Application of Anekantvada નામથી (વારાણસીની પાર્શ્વનાથ વિદ્યાપીઠના સહયોગથી) પ્રસિદ્ધ થયા છે. આપણે અહીં ગુજરાતી પુસ્તકનું અવલોકન કરવાનો ઉપક્રમ રાખ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org