________________
Vol. XXIV, 2001 શ્રી હરિભદ્રાચાર્ય પ્રણીત “લલિતવિસ્તરા’ ટીકા
101 પરિભ્રમણનો અંત આવે છે. સમજણપૂર્વકની પરમતત્ત્વની ભક્તિ તે ભક્તિયોગ છે. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે-જ્ઞાનદર્શનચારિત્રાણિ મોક્ષમાર્ગક જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ ભિન્ન નથી એકબીજાના પૂરક છે જે આત્માને પરમાત્મા બનાવવા સહાયરૂપ થાય છે. રાજચંદ્ર કહે છે -
“સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય
સદ્દગુરુ આજ્ઞા જિનદશા નિમિત્ત કારણ માય.” અને વળી એમ પણ કહ્યું છે
' “ઉપાઠાનનું નામ લઈ જે એ ત્યજે નિમિત્ત
પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત” આ પૈત્યવંદન અચિંત્ય ચિંતામણિ સમું છે. આ સૂત્રનું પ્રયોજન છે શુદ્ધ ચૈતન્યમય પરમાત્માની ભક્તિ કરવી અને કરાવવી અને તેના ફળસ્વરૂપ આત્મા પરમાત્મા પરિણતિ તરફ વળે છે-અર્થાત્ ભક્તિથી મુક્તિ એ જ હેતુ છે. મૂર્તિમાં અમૂર્તના દર્શન કરવાં એ જ સાચાં દર્શન છે. કહેવાય છે કે, તીર્થંકર અનુગ્રહ કરે નહીં પણ તેમની સેવાપૂજા દ્વારા આપણા પર અનુગ્રહ થાય છે તેથી સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ ભક્તિ કરવી આવશ્યક છે. અધ્યાત્મમાર્ગમાં દ્રવ્યક્રિયાને યોગ્ય સ્થાન છે. શ્રી હરિભદ્રસૂરિએ પણ તેમના ગ્રંથોમાં સ્પષ્ટ કહ્યું છે કે દ્રવ્યક્રિયા વિશિષ્ટભાવને ઉત્પન્ન કરનારી છે એટલે દ્રવ્યના અવલંબને ક્રિયાજડતા નહીં પણ ભાવ આવે. શ્રી દેવચંદ્રજીના રાબ્દોમાં
પરમેશ્વર અવલંબને રામ્યા જે જીવ
નિર્મલ સાયની સાધના તેહ સાધે સંવ.” નિમિત્તના અવલંબનથી પુરુષાર્થથી સાધ્યની સિદ્ધિ સરળ બને છે. જિનેશ્વરની ભક્તિ એ પરમયોગબીજ છે-મુક્તિનો સરળ માર્ગ છે તેથી જ મહાત્માઓએ ભક્તિને મોક્ષસાધક યોગ કહ્યો છે તે યથાર્થ છે. જ્ઞાનમાર્ગ દુષ્કર છે. ભક્તિમાર્ગ શ્રેષ્ઠ અને આશ્રય કરવા યોગ્ય છે. કહે છે કે સ્વરૂપસિદ્ધ પ્રભુની ભક્તિથી ચિરવિસ્મૃત નિજસ્વરૂપનું ભાન થાય છે. અહીં ઘેટા અને સિંહશિશુનું દષ્ટાંત શુદ્ધઆનંદઘન સ્વરૂપ જાણવા દર્શાવવામાં આવ્યું છે.
જૈન દર્શનમાં ભક્તિરસભાવથી સભર વચનામૃતો શ્રી આનંદઘનજી, શ્રી યશોવિજયજી, હેમચંદ્રાચાર્ય, રાજચંદ્ર, શ્રી દેવચંદ્રજી, માનતુંગાચાર્યજી આદિના સાહિત્યમાં જોવા મળે છે. આનંદઘનજી પ્રભુભક્તિમાં મસ્ત થઈ કહે છે-“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે” અને મીરાએ “મેરે તો ગિરિધર ગોપાલ દુસરા ન કોઈ’ કહી ભક્તિને વધાવી છે અને ભક્તિનો અલૌકિક આનંદ વ્યક્ત થાય છે. “પગ ઘુંઘરું બાંધ મીરા નાચી રે” પંક્તિમાં–ભક્તિનો ચમત્કાર છે. ભક્ત ક્ષણવારમાં ત્યાં પહોંચી જાય છે જ્યાં સાધક વર્ષોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org