SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 149 Vol. XXIII, 2000 રસેશ જમીનદાર વિશેષ તો યુસુફઅલી મર્ચન્ટનો એક કલાકાર-સહયોગી તરીકેનો નિર્દેશ ધ્યાનાહ ગણાય જ. ભગવાન મહાવીર અને ભગવાન પાર્શ્વનાથનાં પૂર્ણ કદનાં મ્યુરલ્સ ભાઈ મર્ચન્ટનાં નિર્માણ છે. આ ગ્રંથમાં પ્રકાશિત ચિત્રોમાં, આદેશ્વર ભગવાનને શ્રેયાંસકુમાર ઈશુ રસથી પારણું કરાવે છે, શ્રી અષ્ટાપદ તીર્થનું સામૂહિક ચિત્ર અને આઠેયનાં નાના કદનાં આઠ ચિત્રો, મહાવીર ચ્યવન કલ્યાણક (બે પૃષ્ઠનું), મહાવીર જન્મ કલ્યાણક (બે પૃષ્ઠનું), મહાવીર દીક્ષા કલ્યાણક (બે પૃષ્ઠનું), દેશના આપતા મહાવીર (બે પૃઇનું), આદેશ્વર ભગવાનના ખોળામાં ભગવાન મહાવીર, અકોટામાંથી પ્રાપ્ત પાર્શ્વનાથની પદ્મધાતુની પ્રતિમાની પ્રતિકૃતિ કલપાકજીમાં બિરાજમાન મહાવીરની નીલમ રત્નની પ્રતિકૃતિ, સિદ્ધચક અંતર્ગત ૨૪ તીર્થકર ભગવંતો, ગોવાળ અને ભગવાન, ભક્તિમાં બીન આસરાવૃંદ, ગૌતમસ્વામિ, સીતાની અગ્નિ પરીક્ષા, પ્રભુના ચરણે ક્ષીર રાંધતો ગોવાળ, સ્મૃતિભર્યું અને દુકોષા (બે પૃષ્ઠનું), પ્રભુને ડંખતો ચંદ્ર કૌશિક સર્પ, સર્વને થતું જાતિસ્મરણ જ્ઞાન, પ્રસન્ન ચંદ્ર રાજર્ષી, શાલીભદ્ર અને ધન્નાજી, શાંતિનાથ પ્રભુ, ગૌરાલક ભગવાનને ભસ્મીભૂત કરે છે, કાષ્ટમાં કંકારેલી શાંતિનાથની પ્રતિમા, અકોટામાંથી પ્રાપ્ત જીવંત સ્વામિની મૂર્તિની પ્રતિકૃતિ, બાહુબલીને પ્રતિબોધતી બે બહેનો, કરુણાસાગર નેમકુમાર, (બે પૃષ્ઠનું), અહિંસા અંગે મહાવીર સ્વામી (બે ચિત્રો), સોળ ભાવનાનાં ૧૬ ચિત્રો, પદ્માસનસ્થિત પાર્શ્વનાથ, અકોટામાંથી પ્રાપ્ત પાર્શ્વનાથની પંચ ધાતુની પ્રતિમાની પ્રતિકૃતિ, મુડબીદ્દી તીર્થની ધ્યાનસ્થ પ્રતિમા, ગૌતમસ્વામિ, તપશ્રી પાર્શ્વકુમાર, દેવી સરસ્વતી, ધ્યાનમગ્ન મહાવીર, સ્ફટિક નિર્મિત પ્રતિમા પાર્થપ્રભુની, અનેકાંતવાદના અભ્યાસી ગાંધીજી, પંચ કલ્યાણકનાં પાંચ ચિત્રો સિદ્ધિગિરિ અને છ અંતર રાત્રુઓનો સમાવેશ થાય છે. ગ્રંથનું છેલ્લું વરપૃષ્ઠ રાયણવૃક્ષ હેઠળ સાધુસાધ્વી, શ્રાવશ્રાવકા વગેરેને ઉપદેશ આપતા ભગવાન ઋષભ દેવનું ચિત્રથી શોભે છે. આ બધાં ચિત્રો સાથે સંક્ષિપ્ત નોંધ પણ આપી છે, જેથી વાચકને ચિત્ર સમજવામાં સાનુકૂળતા રહે. ગ્રંથનું મૂલ્ય નિર્દિષ્ટ નથી; તેમ પ્રકારના વર્ષનોય ઉલ્લેખ નથી. આથી પુસ્તક ખરીદવા બાબતે જિજ્ઞાસુને મુંઝવણ થાય તે સ્વાભાવિક છે. ગ્રંથનું સમગ્ર આયોજન નોંધપાત્ર છે. પ્રસ્તાવનાની ભૂમિકારૂપ ઉણપ કહે છે. સરવાળે, સમગ્ર સચિત્રગ્રંથ બેનમૂન છે જ, પણ આકર્ષક છે. પ્રત્યેક ચિત્ર અને પ્રત્યેક પૃષ્ઠ વાચકના ચિત્તને જકડી રાખે છે તે આ પ્રકાશનનું પરિવારના રાજેન્દ્રભાઈ અભિનંદનના અધિકારી છે. ગ્રંથ પ્રત્યેક શિક્ષણ સંસ્થા માટે અનિવાર્ય ગણાય પણ જિજ્ઞાસુઓ માટેય એટલો જ ઉપયોગી છે. અસ્તુ. અમદાવાદ - રસેશ જમીનદાર * શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન, તલેટી રોડ, પાલિતાણા, પ્રકાશક : રાજેન્દ્ર શાહ, ૨૨૮, ડો. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ- ૪૦૦ ૦૨૫ (ફોનઃ ૪૯૩૭૯૪૮)
SR No.520773
Book TitleSambodhi 2000 Vol 23
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages157
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy