SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ રાહ નીલાંજના સુ. SAMBODHI અલંકારના શોખીન આ કવિએ પોતાની પ્રતિભાને ગાયના રૂપક દ્વારા રા' નાટકના આ લોકમાં સુંદર રીતે વર્ણવી છે : महाकाव्यद्वन्द्वोज्ज्वलमसृणशृङ्गद्युतिमती क्षरत् काव्यक्षीरामृतभरचतुर्नाटककुचा । समुन्मीलद्वाक्यामृतललितलाङ्गेललतिका યતીયા ત્તે જૌહદ કૃતિનઃ ચ ન મુમ્ II (ઋ. ૩) યશશ્ચંદ્ર કવિનો ધર્મ જૈન હોવાનું અનુમાન સમર્થનમાં ઘણાં પ્રમાણ મળે છે. તેમનાં “મુફ” અને "રાખ.” બંને નાટકોનો વિષય જૈન ધર્મને લગતો છે. ‘મુકુ.માં બંને વાદીઓ વચ્ચે વિવાદનો વિષય એ હતો કે તાંબશે અને સ્ત્રીઓને મોક્ષ મળી શકે કે નહીં. આ નાટકમાં કવિએ જે રીતે વાદી દેવસૂરિની તરફેણ કરી છે તે પરથી લાગે છે કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના જેન હશે. આ ઉપરાંત “મુકુ.' અને “રાખ.' નાટકના નાન્દી શ્લોકોમાં પણ અનુક્રમે મહાવીર સ્વામીને અને નેમિનાથને વંદના કરવામાં આવી છે એ બાબત પણ નોંધપાત્ર છે. વળી આ બંને નાટકોમાં જેને ધર્મના હાર્દ સમા કર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને હિંદુ ધર્મની અમુક માન્યતાઓ પર કટાક્ષ કરવામાં આવ્યો છે, તે પરથી પણ કહી શકાય કે તેઓ જૈન ધર્મના ચુસ્ત પુરસ્કર્તા હતા. કર્તાનો સમય યાશ્ચંદ્ર પોતાના સમય વિશેનો નિર્દેશ બંનેમાંથી એક્ટ નાટકમાં કર્યો નથી, પણ ‘પ્રભાવક્યરિત’માં જણાવ્યા અનુસાર “મુકુ'માં નિરૂપાયેલો વિવાદ ઈ.સ. ૧૧૨૫માં સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન થયો છે. સોલંકી વંશના આ રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ ઈ.સ. ૧૦૯૪-૧૧૪૨ સુધીનો છે. તે ઉપરાંત ર્તા પોતે “મુકુ’માં શાકંભરીના રાજા અર્ણોરાજનો અને તેમની સભાનો આદરપૂર્વક ઉલ્લેખ કરે છે તે પરથી લાગે છે કે તેમના સમયમાં અર્ણોરાજની સ્વતંત્ર રાજા તરીકે ચઢતી કળા હશે. કુમારપાલે, આ અર્ણોરાજને ઈ.સ. ૧૧૪૩-૧૧૪૫ના અરસામાં હરાવ્યા લાગે છે. આ પરથી કહી શકાય કે “મુકુ.’ નાટક ઈ.સ. ૧૧૨૫ પછી અને ઈ.સ. ૧૧૪૨ કે ૧૧૪૫ પહેલાં લખાયું છે. જે રીતે એમણે આ વિવાદનો ચિતાર આપ્યો છે તે પરથી સ્પષ્ટ જણાય છે કે તે પોતે સભામાં હાજર હશે. રામ’ નાટક ઈ.સ. ૧૧૪૫ કે તે પછી કદાચ લખાયું છે એમ માનવા માટે એક કારણ એ છે કે હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના આઠમા પર્વના નવમા સર્ગમાં આલેખાયેલા નેમિનાથ તીર્થંકરના ચરિત્રનો પ્રભાવ આ નાટક પર સ્પષ્ટ જણાય છે. હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાલ (ઈ.સ. ૧૧૪૩-૧૧૭૩)ની વિનંતિથી ત્રિષષ્ટિશલાકાપુરુષ “ચરિત્ર' ગ્રંથ રચ્યો હતો. આ બધી વિગતોને આધારે એમ માની શકાય કે યશશ્ચન્દ્ર બારમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા છે અને હેમચંદ્રાચાર્ય (ઈ.સ. ૧૦૮૯-૧૧૭૩)ના સમકાલીન હતા.
SR No.520773
Book TitleSambodhi 2000 Vol 23
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, N M Kansara
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages157
LanguageEnglish, Sanskrit, Prakrit, Gujarati
ClassificationMagazine, India_Sambodhi, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy